CA પતિએ પત્નીની હત્યા કરવા ઘડ્યો હતો આવો પ્લાન, સોપારી આપીને અંતે આ રીતે કરાવી નાખી હતી હત્યા, જાણો પોલીસે કેવી રીતે ખુની પતિના ષડયંત્રનો કર્યો પર્દાફાશ

ભારતીય પરંપરા પ્રમાણે લગ્નને સાત જન્મોનું બંધન માનવામાં આવે છે. પતિ પત્નીના સંબંધને પરિવત્ર માનવામાં આવે છે. પરંતુ વર્તમાન સમયમાં આપણે જોઈએ છીએ કે આ પવિત્ર સંબંધને ઘણા લોકો લાંછન લગાડી રહ્યા છે. ઘણા લોકો પવિત્ર અગ્નિની સાક્ષીએ આપેલા વચનને ભૂલી સંબંધોનું ખુન કરી રહ્યા છે. ક્યાંક યુવતીઓને દહેજના નામે પ્રતાડિત કરવામાં આવે છે તો ક્યાંક લગ્નેતર સંબંધ બાંધી યુવકો યુવતીની જીંદગી બરબાદ કરી રહ્યા છે. આ ઉપરાંત રૂપિયાના ભુખ્યા વરૂઓ પત્નીને મોતને ઘાટ ઉતારતા પણ અચકાતા નથી.

વીમા પૈસા મેળવવા પત્નીની હત્યા કરાવી

image source

આવી જ ઘટના સામે આવી છે રાજ્યના ડિસા શહેરમાં કે જ્યાં ભણેલા ગણેલા યુવકે રૂપિયાની લાલચમાં પોતાની જ પત્નીનું કાસળ કાઢી નાખ્યું. આ અંગે મળતી માહિતી પ્રમાણે ડીસામાં આશરે એક મહિના પહેલા વ્યવસાયે સીએ યુવકની પત્નીનું અકસ્માતમાં મોત નીપજ્યું હતુ. જેમા હવે ચોંકાવનારો ખુલાસો થયો છે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ યુવકનું નામ લલીત ગણપતજી ટાંક છે જેમણે પોતાના મિત્રની મદદથી પોતાની જ પત્નીને મારવા માટે સોપારી આપી હતી. જે બાદ અકસ્માતમાં પત્નીનું મોત થયું હતું. આ સોપારી આપવા પાછળનું કારણ યુવકે પોતાની પત્નીનો કરોડોનો વીમો હતું. કરોડો રૂપિયાની લાલચમાં પતિએ પોતાની પત્નીની હત્યા કરાવી નાખી.

કારે ટક્કર મારતા યુવતીનું ઘટના સ્થળે જ મોત

image source

આ અંગે પોલીસને જાણા થતા ભીલડી પોલીસે યુવકની ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે. સામે આવેલી વિગતો મુજબ ધાનેરાના આલવાડા ગામના વતની અને હાલ ડીસાની બી.ડી. પાર્ક સોસાયટીમાં રહેતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ લલિત ટાંક ગત 26 ડિસેમ્બરે પત્ની દક્ષાબેન સાથે ગેળા ગામે હનુમાનજીના મંદિરે પગપાળા દર્શન કરવા જતા હતા. તે દરમિયાન વહેલી સવારે તેઓ એક જગ્યાએ આઇસ્ક્રીમ ખાવા ઉભા હતા. ત્યારે જ પ્લાન મુજબ કાતરવા નજીક કારે ટક્કર મારી હતી અને દક્ષાબેનનું ઘટનાસ્થળે મોત થયું હતું.

લલિતે પોતે જ હત્યા કરાવી હોવાની કબૂલાત કરી

image source

ત્યાર બાદ આ અકસ્માતની પોલીસે તપાસ શરૂ કરી હતી. આ કેસમાં એક મહિનાથી વધુની તપાસ બાદ ભીલડી પોલીસે મળેલા પુરાવાના આધારે લલિત ટાંકની ધરપકડ કરી હતી અને પ્રાથમિક પૂછપરછમાં લલિતે પોતે જ હત્યા કરાવી હોવાની કબૂલાત કરી લીધી હતી. તો બીજી તરફ પોલીસે મદદ કરનાર મિત્ર અને કારચાલકની શોધખોળ હાથ ધરી છે. તમને જણાવી દઈએ કે લલિત અને દક્ષાબેનને બે સંતાનો છે જેમાં ચાર વર્ષનો દીકરો આદિત્ય અને સવા વર્ષની દીકરી હિર છે. જ્યારે લોકોને આ વાતની ખબર પડી કે પતિએ જ પત્નીને મોતને ઘાટ ઉતારી છે ત્યારે સમગ્ર પંથકમાં અરેરાટી મચી ગઈ હતી અને સીએ યુવક પર લોકોએ ફીટકાર વર્તાવ્યો હતો.

અકસ્માતમાં યુવકને ઈજા નહોતી થઈ

image source

તો બીજી તરફ આ ઘટના અંગે બનાસકાંઠાના એસપી તરુણ દુગ્ગલે જણાવ્યું હતું કે, દક્ષાબેનના પતિ લલિતને અકસ્માતમાં કશું થયું નહોતું. જેથી અમને આ અંગે વધુ શંકા ગઈ હતી તેથી અમને શંકા જતા આ અકસ્માતની તપાસમાં શંકાની સોય તેના પર વધુ રાખી હતી. અમે શંકાના આધારે યુવકના મોબાઇલ નંબરની કોલ ડિટેઇલનું એનાલિસિસ કરતાં કેટલાક પુરાવા મળ્યા હતા. જેમાં મૃતક દક્ષાબેનને પાછળથી ટક્કર મરાવી મોત નીપજાવી ખૂન કર્યું હોવાની વાત સામે આવી હતી. ત્યાર બાદ ભીલડી પોલીસ દ્વારા શુક્રવારે આરોપી લલિતને જે જગ્યા પર અકસ્માત થયો હતો ત્યાં લવાયો હતો. ત્યાર બાદ પોલીસની હાજરીમાં જ યુવક પાસે ઘટનાનું રિકન્સ્ટ્રકશન કરાયું હતું. હાલમાં પોલીસે યુવકની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત