આખી રાત દોઢ મહિનાની દિકરી રડતી રહી અને માતા પીતી રહી શરાબ, આખરે દીકરીનું થયુ કરુણ મોત

માઁ તે માઁ બીજા બધા વગડાના વા…..આવી કહેવત તો તમર સાંભળી જ હશે. કહેવાય છે કે જગતમાં માતાની તોલે કોઈ ન આવે. પણ છત્તીસગઢમાં માતા શબ્દને લજાવે એવી એક ઘટના બની છે. છત્તીસગઢના ધમતરીમાં દોઢ મહિનાની એક માસૂમ બાળકી આખી રાત દૂધ વગર ટળવળતી રહી અને આખરે એને દુનિયાને અલવિદા કહી દીધું.

image source

તમને જણાવી દઈએ કે જ્યારે આ બાળકીને જીવ ગુમાવ્યો ત્યારે તેની માતા રાત્રે શરાબ પીને બેભાન અવસ્થામાં ઉંઘી રહી. બાળકી રાતભર દૂધ માટે ટળવળતી રહી હતી અને આખરે બાળકીનું મૃત્યુ થયું.પોલીસે પ્રાથમિક તપાસમાં બાળકીનું ભૂખને લીધે મૃત્યુ થયું હોવાનું તારણ રજૂ કર્યું છે.

image source

મૃત્યુ પામનાર માસૂમ બાળકીની માતાનું નામ રાજમીત કૌર છે અને આ દારૂડી માતા છત્તીસગઢના ધમતરી શહેર નજીક આવેલા સુંદરગંજમાં રહે છે. તે મજૂરીનું કામ કરે છે. તેનો પતિ હરમીત મોટર મિકેનિક છે. તે એક દિવસ અગાઉ ટ્રક લઈને જગદલપુર ગયો હતો.

image source

મળેલી માહિતી અનુસાર રાજમીત દરરોજ દારૂ પીવે છે. શુક્રવારે તેણે વધારે ઘણી માત્રામાં દારૂ પીધો હતો. રાત્રે બેભાન રહ્યા બાદ જ્યારે સવારે તેની આંખો ખુલી તો તેની બાળકી કોઈ જ પ્રકારનું હલનચલન ન હતી કરતી .પડોશીઓએ જ્યારે તેનો રડવાનો અવાજ સાંભળી સવારે 6 વાગે આવ્યા અને સ્થિતિ જોઈ એ પછી એમને પોલીસને જાણ કરી હતી.

જ્યારે આ શરાબી માતા રાજમીતે જોયુ કે તેની બાળકીનું મોત નિપજ્યુ છે તો પણ તે તેને કઈ ફરક ન પડ્યો. અને તે ધીમે ધીમે ઘરની અંદર ગઈ. ત્યાથી દારૂની બોટલ ઉઠાવી અને ફરી પીવાનું શરૂ કરી દીધું. નશામાં તે બેભાન થઈ ફરી ઉંઘી ગઈ.

image source

તમને જણાવી દઈએ કે હજુ સુધી પોલીસ આ મહિલા સાથે યોગ્ય રીતે વાતચીત કરી શકી નથી. આખો દિવસ તે દારૂના નશામાં રહી
હતી. આ સંજોગોમાં કેસ દાખલ કરવા માટે પોલીસ આજુબાજુમાં પૂછપરછ કરી રહી છે.

image source

તમને જાણીને નવાઈ લાગશે કે આ ઘટના બન્યા પછી હજી સુધી પોલીસ આ મહિલા સાથે વાતચીત કરી શકી નથી. આ સમગ્ર ઘટનાની જાણ થતાં જ એનો પતો હરમીત શનિવારે સાંજે ઘરે આવ્યો છે.. હદ તો એ વાતની થઈ ગઈ કે જ્યારે પોલીસે જોયું કે હરમીત પણ દારૂના નશામાં છે.

તેના પતિને પડોશીઓ અને પોલીસ પાસેથી સમગ્ર ઘટના અંગે માહિતી મળી હતી, તેમ છતાં તે દારૂના નશામાં ઘરે પરત ફર્યો હતો. આ સંજોગોમાં પોલીસ પણ તેની પૂછપરછ કરી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!