જો રાખવું છે સ્વાસ્થ્યને સ્વસ્થ અને નીરોગી, તો આજે જ શરુ કરી દો હાથ-પગ અને નખની સાર-સંભાળ લેવાનું

દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે તે ખૂબ સુંદર દેખાય ત્યારે તે ઘણા ઉપાય કરે છે અને તેનાથી તે સુંદર પણ દેખાય છે. અત્યારે લોકો ખૂબ વ્યસ્ત રહે છે તેથી તેની પાસે સમય હોતો નથી કે તે તેની ત્વચા માટે થોડો સમય કાઢી શકે. ત્યારે તે ગમે તેમ કરીને તેના ચહેરા માટે તો તે થોડો સમય કાઢી લે છે પરંતુ ખાલી ચહેરો સુંદર લાગે તેનાથી જ આપણે સુંદર નથી લાગી શકતા તેના માટે આપણે આપના હાથ પગ ની સાથે સાથે આપના આખસ શરીરને પણ સુંદર દેખાવું પડે છે.

image source

તેની કાળજી રાખવા માટે આપની પાસે પૂરતો સમય હોતો નથી તે આપના હાથ પગ કાળા પડી જાય છે અને આપના નખ પણ સારા લાગતાં નથી. તેનાથી આપની સુંદરતામાં ઘટાડો થાય છે. તેના માટે આપણે આજે કેટલાક એવા ઉપાય જોઈશું કે તેનાથી આપણ આ સમસ્યા દૂર થઈ સકે છે.

image soucre

તેના માટે તમારે ૨ ચમચી સૂર્યમુખીનું તેલ લેવું અને તેમાં ૩ ચમચી ખાંડ લેવી આને તમારે સારી રીતે ભેળવી લેવું અને તમારે આને હાથની ત્વચા પર લગાવો અને તમારે તેનાથી હાથ પર મસાજ કરવું જેનાથી ત્વચા પર રહેલી ગંદકી દૂર થાય અને તમારા હાથ પર રહેલી કાળાશ પણ દૂર થઈ શકે છે. તમારે ચણાના લોટમાં થોડી હળદર નાખીને આને તમારે હાથ અને પગ પર લગાવવી અથવા તમે આનાથી સ્નાન પણ કરી શકો છો.

image soucre

આનાથી તમારી ત્વચા ખૂબ સુંદર બનશે. તમારે ત્વચા અને નખને મુલાયમ બનાવવા માટે તેને પોષણ મળે તેના માટે તમારે બદામનું તેલ લઈ તેમાં તમારે મધ નાખીને ભેળવીને તેને હાથ પગ અને નખ પર મસાજ કરવો જોઈએ.

image source

હાથ અને પગ પર રહેલી કાળાશ અને ગંદકી દૂર કરવા માટે તમારે લીંબુની છાલ ત્વચા પર ઘસવી જોઈએ. આની છાલ તમારે નખ પર ઘસવાથી નખમાં ચમક આવે છે. તેથી તમારે આને ઘસવી જોઈએ. ત્વચા સૂકી હોય તો તેના માટે તમારે ૨ ચમચી મધ, ૧ ચમચી હર્બલ શેમ્પૂ અને ૧ ચમચી બદામનું તેલ નાખીને તમારે તેને એક ડોલમાં હુંફાળું પાણી લઈ તેને તેમાં ભેળવો તેમાં તમારે ૨૦ મિનિટ માટે હાથ અને પગને બોડીને રાખવા જોઈએ.

image source

આવું કરવાથી તમારી ત્વચામાં રહેલ ગંદકી દૂર થાય છે અને આનાથી હાથ અને પગમાં નિખાર પણ આવે છે. આનાથી ત્વચાની સારી રીતે સફાઈ થઈ શકે છે. ૩ ચમચી ગુલાબજળમાં ૨ ચમચી લીંબુનો રસ અને ૧ ચમચી ગ્લિસરીન નાખીને તેને સારી રીતે ભેળવો અને આને તમારે હાથ અને પગ પર લગાવવું અને તેને તમારે અડધો કલાક માટે રહેવા દેવું અને તે પછી સારી રીતે સાફ કરવું જોઈએ.

image source

તમારા નખને સારા દેખાડવા માટે અને તેને મજબૂત કરવા માટે તમારે નાખની આજુબાજુની ત્વચા પર અને નખ પર નિલગિરીના તેલ અને કોપરેલથી મસાજ કરવો જોઈએ. નાખની ઉપર અને લાંબા નખ હોય તો તેની અંદર પણ આનાથી મસાજ કરવું આનાથી તેમાં ચમક વધે છે અને તે ખૂબ આકર્ષક લાગે છે. આ ઉપાય તમારે સપ્તાહમાં એક વાર અથવા બે વાર કરવો જોઈએ. તમારે નીલ પોલીસને વધારે ન ઉપયોગમાં લેવી જોઈએ તેનાથી નખ નબળા અને પીળા પડી જાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત