231 વર્ષ પહેલા ખેલાયું હતું સૌથી હાસ્યાસ્પદ યુદ્ધ, જેમાં લડી પડ્યા હતા એક જ સૈન્યના સૈનિકો અંદરો-અંદર

દુનિયાભરમાં અનેક યુદ્ધો ખેલાયા છે અને લગભગ દરેક યુદ્ધ એક ખાસ કારણથી જ લડવામાં આવ્યું હોય તેવો ઇતિહાસ છે.

image source

પરંતુ આજથી 231 વર્ષ પહેલા એક યુદ્ધ અજબ-ગજબ રીતે લડાયું હતું જેમાં એક જ સૈન્યના 10000 જેટલા સૈનિકોના મૃત્યુ થયા હતા વળી આને યુદ્ધ કહેવું કે શું તેમાં પણ અસમંજસની સ્થિતિ છે કારણ કે તેમાં સામે કોઈ સેના હતી જ નહિ અને એક જ સૈન્યના સૈનિકો અંદરો-અંદર લડી પડ્યા હતા.

image source

આ યુદ્ધને “બેટલ ઓફ કૈરનસિબ્સ” ના નામથી ઓળખવામાં આવે છે વળી અમુક લોકો આ યુદ્ધને વિશ્વનું હાસ્યાસ્પદ યુદ્ધ પણ ગણે છે. વર્ષ 1788 ની વાત છે જયારે લગભગ એક લાખ જેટલા ઓસ્ટ્રિયાઈ સૈનિકો કૈરનસિબ્સ શહેર પર કબ્જો કરવા નીકળી પડ્યા હતા. તે સમયે ઓસ્ટ્રિયા અને તુર્કી વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હતું. 21 મી સપ્ટેમ્બરની રાત્રીએ તેઓએ ટીમીસ નદીના કિનારેથી કૈરનસિબ્સ શહેરને ચારે બાજુએથી ઘેરી લીધું. ઓસ્ટ્રિયાઈ સૈનિકોને ત્યાં તુર્કી સેના તો ન દેખાઈ પરંતુ નદીના બીજા કિનારે તેને એક રોમાની લોકોની એક શિબિર નજરે પડી. જયારે ઓસ્ટ્રિયાઈ ઘોડેસ્વારો ત્યાં પહોંચ્યા તો રોમાની લોકોએ તેમને શરાબ પીવાનું આમંત્રણ આપ્યું.

image source

આ સમયે ઓસ્ટ્રિયાઈ ઘોડેસ્વારો પણ થાકી ચુક્યા હતા એટલે તેઓએ નદી કિનારે આ લોકોનું આમંત્રણ સ્વીકારી શરાબ પીવા લાગ્યા. આ દરમિયાન ઓસ્ટ્રિયાઈ ભૂમિ સેનાના સૈનિકો પણ ત્યાં પહોંચી ગયા અને પોતાના ઘોડેસવાર સૈનિકોને શરાબ પીતા જોઈ પોતે પણ શરાબ પીવાની ઈચ્છા દર્શાવી પરંતુ ઘોડેસવાર સૈનિકોએ શરાબ આપવાની ના કહી. આથી ભૂમિ દળના સૈનિકો ભડકી ગયા અને તે પૈકી કોઈ એક સૈનિકે ગોળી ચલાવી દીધી.

બીજી બાજુ નદીની બીજી તરફ આરામ કરી રહેલા ઓસ્ટ્રિયાઈ સૈનિકોએ ગોળીનો અવાજ સાંભળ્યો અને તેઓને એવું ગયું કે તુર્કી સેનાએ હુમલો કર્યો છે એટલે તેઓ તુર્કસ તુર્કસ એમ બોલતા બોલતા અને જોયા જાણ્યા વિના નદીની પેલે પાર ગોળીઓ વરસાવવા લાગ્યા. વળી, નદીની આ તરફ શરાબ માટે અંદરો અંદર લડી રહેલા સૈનિકોને પણ એમ લાગ્યું કે એ બાજુએ તુર્કી સેનાએ હુમલો કર્યો હશે આથી તેઓએ પણ પોતાના જ સૈનિકો વળતો હુમલો કરી દીધો.

image source

આ માહોલ વચ્ચે ઓસ્ટ્રિયાઈ સૈનિકોનું નેતૃત્વ કરી રહેલા જર્મન અધિકારીએ સૈનિકોને આ રીતે અંદરો અંદર લડતા જોઈ “હોલ્ટ” નો આદેશ કર્યો પરંતુ ઓસ્ટ્રિયાઈ સૈનિકો આ આદેશ સમજી ન શક્યા. વળી રાત્રીના અંધારામાં ઓસ્ટ્રિયાઈ સૈનિકો અન્ય સૈનિકોને તુર્કી સૈનિક સમજી બેઠા અને એકબીજાને મારવા લાગ્યા. કહેવાય છે એક ભૂલને કારણે ઓસ્ટ્રિયાઈ સૈનિકોએ પોતાના હજારો સૈનિકોને મોતને ઘાટ ઉતારી દીધા હતા.

source : amarujala

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત