આ ફેમિલીને લોકડાઉન મોંઘુ પડ્યુ, 65 દિવસ ફસાઇ ગયા ગોવામાં, અનુભવ શેર કરતા બોલી ઉઠ્યા કે…

લોકડાઉનમાં આપણે બધા ફસાયા ઘરે અને આ ફેમિલિ ફસાયું ગોવામાં – જલસાથી વિતાવ્યા 65 દિવસો
કોઈ પણ ભારતીયના પ્રવાસન સ્થળોની યાદીમાં ગોવા તો હોય જ છે.

image source

ગોવામાં દર વર્ષે લાખો લોકો ફરવા આવે છે, કોઈને અહીંના બીચ પસંદ છે તો કોઈને અહીંની હરિયાળી પસંદ છે તો વળી કોઈને અહીંનો પોર્ટુગીઝ માહોલ પસંદ છે. તો વળી કોઈને અહીંનું મદ્ધમ વાતાવરણ પસંદ છે. પણ લોકડાઉન દરમિયાન ગોવામાં ફસાઈ જવું તે એક અદ્ભુત અનુભવ બની શકે છે. અને આ અદ્ભુત અનુભવ દિલ્લી નજીકના ગાઝીયાબાદમાં રહેતા જોયજીત મુખર્જીના પરિવારને મળ્યો છે.

અને આ ફેમિલિને ગોવા એટલું પ્રિય છે કે છેલ્લા 12 વર્ષમાં તેઓ 10 વાર ગોવાનો પ્રવાસ ખેડી ચૂક્યા છે. અને આ વર્ષે પણ તેઓ દીકરીની શાળામાં રજા પડી કે તરત જ ગોવાના પ્રવાસે નીકળી પડ્યા હતા. તેમનું આયોજન ગોવામાં 10 દિવસ ગાળવાનું હતું, પણ તેમને શું ખબર હતી કે તેમનું આ 10 દિવસનું નાનકડું વેકેશન 65 દિવસનો ભવ્ય પ્રવાસ બની જશે !

image source

જનતા કર્ફ્યૂના દિવસે જ કર્યું ગોવા જવાનું સાહસ

આ ફેમિલિને ગોવા જવાની ચાનક એટલી બધી લાગી હતી કે તેમણે 21મી માર્ચે દિલ્લીથી ગોવા જવાનું નક્કી કર્યું. તેમને વળી ક્યાં ખબર હતી કે 21મી માર્ચ પછી લોકડાઉનનો ખરો ખેલ શરૂ થવાનો હતો. તેઓ ગોવા તો પહોંચી ગયા. પણ ત્યાં પહોંચ્યાના 3 દિવસમાં જ તેમને સ્થિતિનો ખ્યાલ આવી ગયો અને તેમણે દીલ્લી જવાનું જ યોગ્ય માન્યું. આખા કુટુંબે તરત જ ગોવાના એરપોર્ટ ભણી વાટ પકડી, તે વખતે ફ્લાઇટ પણ ચાલુ જ હતી. પણ તેમનું નસીબ તેમને બીજી જ દિશામાં લઈ જઈ રહ્યું હતું.

image source

એરપોર્ટ પહોંચતા જ જાણ થઈ….

તેઓ ગોવાના એરપોર્ટ પર તો પહોંચી ગયા પણ તેમણે દીલ્લી જતી જે ઇંડીગો એરલાઇન્સની ફ્લાઇટ પકડવાની હતી તે કેન્સલ થઈ ગઈ, એવું નહોતું કે તેઓ જ એરપોર્ટ પર હતા બીજા ઘણા લોકો ત્યાં ફસાઈ ગયા હતા અને સ્થિતિ પણ ભારે કટોકટી ભરી બની ગઈ હતી. કેટલાક લોકોએ તો પોતે જ્યાં રોકાયા હતા ત્યાં જ પાછા જતા રહેવાનું યોગ્ય માન્યું. આ મૂખર્જી ફેમિલીને ટેક્સી મેળવવામાં તકલીફ પડી રહી હતી પણ એક પોલીસકર્મી તેમની મદદે આવ્યો અને તેઓ જે ફ્લેટમાં રોકાયા હતા ત્યાં પહોંચી ગયા.

image source

ફ્લેટ ભાડે રાખીને રહ્યા 65 દિવસ

મુખર્જી ફેમિલી 10 વાર ગોવા ફરવા માટે આવી ચૂક્યું હતું માટે તેમના માટે આ જગ્યા જરા પણ અજાણ નહોતી તેમને અહીંનો સારો એવો અનુભવ હતો અને તેઓ કોઈ હોટેલમાં નહીં રોકાઈને એક ફ્લેટમાં રોકાયા હતા. તેમણે આમ તો આ ફ્લેટ માત્ર 6 દિવસ માટે જ ભાડે રાખ્યો હતો, પણ લોકડાઉન લંબાયુ તેમ તેમ તેમનું રોકાણ પણ લંબાયુ અને તેમણે તે જ ફ્લેટમાં લોકડાઉનના 65 દિવસ પસાર કર્યા. જોકે શરૂઆતમાં તેમને પણ ભય લાગ્યો તેમને પણ લાગ્યું કે તેઓ ખરાબ રીતે ફસાઈ ગયા છે પણ ધીમે ધીમે તેમણે પરિસ્થિતિ સ્વિકારી લીધી અને તેને એન્જોય કરવા લાગ્યા.

image source

કંઈક આ રીતે જલસાથી વિતાવ્યા લોકડાઉનના 65 દિવસો

આપણે એવો તો અંદાજો લગાવી જ શકીએ કે જે કુટુંબ 10 વાર ગોવા ફરવા આવી ચુક્યું હોય તો પ્રવાસનુ ભારે શોખીન હશે જ. જોયજીત મુખર્જી પોતે ફૂડ તેમજ લાઇફસ્ટાઇલ બ્લોગર છે, કોર્પોરેટ ટ્રેઇનર તેમજ તેઓ એક મ્યુઝિશિયન પણ છે. તેમની સાથે બીજી ત્રણ લેડીસ હતી તેમના 70 વર્ષીય માતા, તેમની પત્ની મમતા અને 15 વર્ષિય દીકરી હિરી. તેઓ જે ફ્લેટમાં રોકાયા હતા તેમાં દરેક સુવિધા ઉપલબ્ધ હતી.

image source

કીચનથી માંડીને બેડ, સ્ટોરેજ દરેક સુવિધા. જોયજીત પોતે ફૂડ બ્લોગર હોવાથી એક સારા કૂક પણ છે અને આ 65 દિવસ દરમિયાન તેમણે ફેમિલીને નવા નવા પકવાનો બનાવીને ખવડાવ્યા. લોકાડાઉન જાહેર થતાં જ તેઓ ગ્રોસરી સ્ટોર્સમાંથી મળી તેટલી વસ્તુઓએ લઈ આવ્યા હતા અને તેમાંથી ફેમિલિ માટે વિવિધ વસ્તુઓ બનાવતા. અને આ અનુભવનો તેમણે પોતાના બ્લોગ માટે પણ ખૂબ ઉપયોગ કર્યો. તેઓ ગોવાનીઝ ફૂડ આઇટમ બનાવીને પોતાના બ્લોગ પર મુકતા રહેતા.

image source

જોયજીતના કેટલાક મિત્રો લોકડાઉન પહેલાં ગોવા જવાના તેમના નિર્ણયથી નારાજ હતા પણ જોયજીત પોતાના આ અનુભવ વિષે કંઈક આમ જણાવે છે, ‘શરૂઆતમાં તો મને મારો આ નિર્ણય ખોટો લાગ્યો, પણ સમય પસાર થતાં મને આ જ નિર્ણય આશિર્વાદરૂપ લાગ્યો. ઘણા ઓછા લોકો આસપાસ જોવા મળતા, અને ઓછી માનવ વસ્તીના કારણે ગોઆ સ્વચ્છ, સુંદર અને શાંત લાગતું હતું.’ કદાચ આવા ગોવાનો તેમને સામાન્ય દિવસોમાં ક્યારેય અનુભવ ન થયો હોત.

65 દિવસનો ખર્ચો જાણી તમે પણ ચોંકી ઉઠશો

image source

સામાન્ય રીતે જો તમે તમારા ચાર જણના ફેમિલિ સાથે ગેવા ફરવા જાઓ તો આવવા જવા તેમજ રહેવાનો ખર્ચો તમારે 65-70 હજાર સુધી તો પહોંચી જ જાય. માટે એક ભારતીય તરીકે આપણા મનમાં પહેલો પ્રશ્ન ખર્ચાનો પણ આવે કે સતત 65 દિવસ ગોવામાં પસાર કરતા આ કુટુંબનો ખર્ચો કેટલો આવ્યો હશે ? તો તમને જણાવી દઈએ કે આ કુટુંબને તેમનો આ 65 દિવસનો જલસો આશરે 2.5 લાખ રૂપિયામાં પડ્યો છે. અને આ વધારે પડતા ખર્ચાના કારણે તેમણે તેમની ફ્યૂચર ટ્રીપ પર પણ કાપ મુકવો પડ્યો છે. તેમનું આયોજન નેક્સ્ટ યર વિયેતનામ જવાનું હતું જે હાલ પુરતો તેમણે મુલતવી રાખવો પડશે. જોકે તેના બદલામાં તેમને ગોવાનો આ વન્સ ઈન લાઇફ ટાઇમ એક્પપિરિયન્સ પણ મળ્યો.

source : whatshot

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત