‘ડરના જરૂરી હૈ’ ગુજરાતમાં આ શખ્સને મળ્યું ભૂતનું ટોળું, આપી મારી નાખવાની ધમકી, પોલીસે તપાસ કરી તો….

હાલમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે કે લોકો ફફડી ઉઠ્યા છે. કારણ કે જાંબુઘોડા તાલુકાના જોટવડ ગામના અરજદાર વરસન ભાઈ બારીયાએ જાંબુઘોડા પોલીસ મથકમાં એક એવી લેખિત અરજી આપી છે કે જે માનવી પણ મુસીબતનું કામ છે. એમણે એવી વાત કરી છે કે ખેતરમાં કામ કરતી વખતે ભૂતોની ટોળકી આવી હતી અને આ ટોળકી પૈકીના 2 ભૂતો દ્વારા તેમને મારી નાખવાની ધમકી આપી હતી. જાંબુઘોડા ખાતે આવેલા પોલીસ મથકમાં એક અજીબો ગરીબ અરજી નોંધાતા હવે હાહાકાર મચી ગયો છે.

image source

આ અરજીની વાત કરીએ તો આરોપી તરીકે કોઈ વ્યક્તિ નહી, પરંતુ બે ભૂત દર્શાવવામાં આવ્યા છે! આ સાથે જ જાણવા મળી રહ્યું છે કે જાંબુઘોડા પોલીસ દ્વારા સમગ્ર મામલે અરજદાર દ્વારા આપેલી અરજી ઇનવર્ડ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા અરજી મળ્યા બાદ તપાસ કરવામાં આવી અને ત્યારે એક અઘરી વાત સામે આવી કે અરજદાર વરસન બારીયા પોતે માનસિક બીમારીથી પીડાતો હોવાનું સામે આવ્યું હતુ.

image source

સમગ્ર મામલે વાત કરતાં જાંબુઘોડા પોલીસ દ્વારા જણાવવામાં આવ્યુ હતુ કે અરજી સ્વીકારવામાં આવી હતી અને તે બાબતે તપાસ કરવામાં આવી છે. પોલીસ દ્વારા સમગ્ર મામલે માનવતા દાખવીને અરજદારને યોગ્ય સારવાર મળી રહે તે અંગે માનસિક રોગના નિષ્ણાંત સાથેસંપર્ક કરી વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે.

image source

પોલીસે પોતાની વાત આગળ કરી કે જ્યારે તપાસ કરી તો સામે આવ્યું છે કે અરજદાર માનસિક બીમાર હોઈ તેને માનસિક રોગના તબીબની જરૂરિયાત હોઈ તે અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અરજદાર છેલ્લા 1 વર્ષ ઉપરાંતના સમયથી માનસિક રોગથી પીડાતા હોવાનું તેમના પરિજનો જણાવી રહ્યા છે. એ જ રીતે પરિવાર જનોના વધુમાં જમવ્યા અનુસાર તેમજ તે રોગ અંગેની સારવાર પણ હાલ ચાલી રહી હોવાનુ જણાવી રહ્યા છે.

image source

વડોદરામાં આવેલા આ કિસ્સામાં હવે ઘણા તર્ક વિતર્ક લગાવવામાં આવી રહ્યાં છે. જ્યારે ફરિયાદ નોંધાઈ ત્યારની જો વાત કરવામાં આવે તો માહોલ કઈક એવો હતો કે, જાંબુઘોડા પોલિસ સ્ટેશનમાં એક વ્યક્તિ ડરથી કાંપતો કાંપતો પહોંચ્યો હતોઅને એવી ફરિયાદ કરી હતી કે, ભૂતોની ટોળકી મને પરેશાન કરી રહી છે. અને મને મારી નાંખવાની ધમકી પણ આપે છે. હું ભાગીને પોલીસ સ્ટેશન સુધી પહોંચી શક્યો છું સાહેબ મને બચાવી લ્યો, મારી ફરિયાદ નોંધો, આખરે પોલીસ સ્ટેશનના અધિકારીને ભૂત સામે ફરિયાદ નોંધવાની ફરજ પડી હતી. પોલીસે વિચાર્યુ પણ નહીં હોય કે આ ફરિયાદીને કારણે તેમણે બે ભૂતો સામે ફરિયાદ નોંધવી પડશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!