બર્થ ડે સેલિબ્રેટ કરવા માટે આ યુવકે જે કર્યું એ અવર્ણનીય, અફલાતૂન અને અદ્ભૂત છે, જાણો જાણવા જેવી વાત

આજના યુવાનો વેસ્ટર્ન કલ્ચર તરફ વધારે દોરાઈ રહ્યા છે અને હવે તેની દરેક સ્ટાઈલ પણ એવી જ થતી જાય છે. ત્યારે સ્પેશિયલ જન્મદિવસની જો વાત કરવામાં આવે તો યંગસ્ટર્સ માટે બર્થડે સેલિબ્રેશન એટલે રાત્રે 12 વાગ્યા પછી રાસ્તા પર ટોળે વળવાનું, કેક કટિંગ કરવાની, મોડી રાત્રે ફુલ સ્પીડે કારમાં ગીતો વગાડી પાર્ટી કરવાની, મિત્રો સાથે હેન્ગઆઉટ, હોટેલમાં ડીનરપાર્ટી અને ગિફ્ટ અને ઢગલો… કદાચ આનાથી વધારે કંઈ જ નહીં. જન્મદિવસે એક દિવસ માટે યંગસ્ટર્સ માત્ર પોતાના અને પોતાના મિત્રો સામે રોફ બતાવવામાં ઘણો મોટો ખર્ચ કરી નાંખતા હોય છે. પણ બધા જ લોકો આવું નથી કરતાં ઘણા એવા પણ યંગસ્ટર્સ છે કે જેઓ પોતાના જન્મદિવસને કોઇ અન્ય વ્યક્તિના ચહેરા પર સ્માઈલ કેવી રીતે આવે એવી રીતે પણ ઉજવણી કરતાં જોવા મળી રહ્યા છે.

image source

કંઈક આવો જ એક કેસ હાલમાં સામે આવી રહ્યો છે કે અમરેલીથી આવી અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં સેટલ થયેલા અને એલ.જે. યુનિવર્સિટીના અપ્લાઇડ સાયન્સ ડિપાર્ટમેન્ટમાં અભ્યાસ કરતા અને સેટેલાઇટ વિસ્તારમાં રહેતા જય કાથરોટિયાએ પોતાના આ ખાસ દિવસને વધારે ખાસ બનાવવા માટે એક નવો રસ્તો શોધી કાઢ્યો હતો અને હવે તેની ચર્ચા હાલમાં ચારેતરફ કરવામાં આવી રહી છે. સામાન્ય રીતે સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકો જન્મદિવસે અન્ય બાળકોને ચોકલેટ આપીને સેલિબ્રેટ કરતા હોય છે ત્યારે જય કાથરોટિયા એ સમયમાં ક્લાસના મિત્રોને પુસ્તક વહેચીને બર્થ ડે સેલિબ્રેટ કરતો. પણ પછી એ અમદાવાદમાં આવી ગયો

image source

હવે જય છેલ્લા ત્રણ વર્ષથી સ્લમ એરિયાના 15 બાળકોને આ દિવસે બર્ગર અને કેક ખવડાવી સેલિબ્રેટ કરવાનો નિર્ણય કર્યો હતો પરંતુ તેની 20મી બર્થડે પર તેણે કંઇક નવું કરવાનો વિચાર કર્યો.

image source

કોરોનાને કારણે કોલેજમાં પડેલા વેકેશનને લીધે માતા-પિતા સાથે બર્થડે સેલિબ્રેટ કરવા જય અમરેલી ગયો હતો અને ત્યાં તેણે ઝૂંપડપટ્ટીના 63 બાળકોને મલ્ટીપ્લેક્સમાં ફિલ્મ બતાવી અને નાસ્તો કરાવી બર્થડે સેલિબ્રેટ કર્યો હતો ત્યારબાદ હવે જયની ચારેકોર વાતો થવા લાગી છે.

જય કાથરોટિયાને જ્યારે આ અંગે સવાલો કરવામાં આવ્યા હતા ત્યારે તેણે ખુબ જ સરસ જવાબો આપ્યાં હતા કે, અત્યારે યંગસ્ટર્સ વ્યસન અને ફરવા અને નાસ્તા પાણીમાં ખૂબ ખર્ચ કરે છે અને તેઓ માને છે કે તેઓ ફાઇવ સ્ટાર કલ્ચરમાં જીવે છે પરંતુ મે મારો જન્મદિવસ ઝૂંપડપટ્ટીના આ ૬૩ બાલકો સાથે થિયેટરમાં જ કેક કાપીને અને તેમને ફિલ્મ બતાવી સેલિબ્રેટ કર્યો. તેમના મુખ પરની ખુશી એ મારા જીવનની ઉત્તમ ક્ષણ હતી અને મને લાગે છે કે ખરું ફાઇવ સ્ટાર કલ્ચર ‘જોય ઓફ ગિવિંગ છે’. આ મારા માટે પૈસાનો વેસ્ટ નહીં ખુશીઓનું ઇન્વેસ્ટમેન્ટ હતું. જ્યારે આ બાળકોને તેમના ઘરે મુકવા ગયો ત્યારે તેઓએ મારો હાથ પકડીને કહ્યું કે ,’ઘણા લોકો આવીને ખાવાનું આપી જાય છે પણ કોઇ અમારા માટે આવું નથી કરતું’ એ મારા માટે બેસ્ટ ગિફ્ટ હતી.

image source

આ ઉજવણી અને વિચાર વિશે વાત કરતાં જય કાથરોટિયાએ કહ્યું કે, સામાન્ય રીતે આપણે જોતા હોઇએ છીએ કે ઘણા લોકો સ્લમના બાળકોને નાસ્તાના પેકેટ અને અન્ય ખાવાનું આવીને આપી જાય છે પરંતુ જ્યારે આ બાળકો તેમની ઉંમરના જ બાળકોને ફાઇવસ્ટાર હોટેલ અને થિયેટરમાંથી નીકળતા જોવે છે ત્યારે તેઓ આ લક્ઝુરિયલ લાઇફ જીવન જીવવા માટે આશા વ્યક્ત કરતાં હોય છે પણ એને આવું નસીબ થતું નથી હોતું. એટલા માટે મે બર્થડેના બે દિવસ પહેલાં તેઓ મલ્ટીપ્લેક્સમાં બેસીને ફિલ્મ એન્જોય કરે તેવો પ્લાન બનાવ્યો હતો. મલ્ટીપ્લેકસમાં આ ઝૂંપડપટ્ટીના બાળકોને એન્જોયની સાથે સાથે મોટીવેશન પણ મળે તે માટે ‘આઇ એમ કલામ’ ફિલ્મનો શો બૂક કરવામાં આવ્યો હતો જે ફિલ્મમાં એક નાનકડી ચાલીમાંથી આવતો એક છોકરો ભણીને કેવી રીતે આગળ વધે છે તેની વાર્તા છે.

ફિલ્મ જોઈને બાળકોમાં કેવું પરિવર્તન હતું એના વિશે વાત કરતાં જયે કહ્યું કે-મોટા પડદા પર ફિલ્મ જોઇ બાળકોમાં આશ્ચર્ય અને અત્યંત ખુશીની ભાવના હતી. પહેલી વખત થિયેટરમાં આવ્યા હતા એટલે બાળકો ખુબ અવાજ અને મસ્તી કરતા હતા પરંતુ આ બાળકોની ખુશી જોઇ થિયેટરના સ્ટાફે પણ પુરો સપોર્ટ કર્યો અને તેમને પુરતું એન્જોય કરવા દીધું હતું. આગળ વાત કરતાં જયે કહ્યુ કે-આ આખો પ્લાન બનાવવામાં ઘણી સમસ્યા નડી. જ્યારે ‘હુડકો’ ઝૂંપડપટ્ટીમાં જઇને ફિલ્મ બતાવવાની વાત કરી તો પહેલી ક્ષણે કોઇ માન્યું જ નહીં ત્યારબાદ તે ઝૂંપડપટ્ટીમાં ૧૬-૧૭ વર્ષના બે છોકરાઓ કે જેઓ ભણેલા હતા તેમનો કોન્ટેક્ટ કર્યો અને તેમને સમજાવ્યા. તેઓએ અમે બેસીને આ છોકરાઓનું લિસ્ટ બનાવ્યું. ત્યારબાદ સ્લમના બાળકોને થિયેટર સુધી કેવી રીતે લાવવા લઇ જવા?, તેઓ સરખી રીતે બેસશે કે નહીં? ન્યુસન્સ ન થાય તે સાચવવું અને આ છોકરાઓ માટે થિયેટરવાળાને કન્વીન્સ કેવી રીતે કરવા? જેવી નાની-મોટી સમસ્યા હતી.

image source

પછીના પ્લાન વિશે વાત કરી કે છોકરાઓને લાવવા લઇ જવા બસ નક્કી કરાઇ, થિયેટરમાં આખો શો બુક કરાયો બધી તૈયારી થઇ ગઇ હતી બર્થડેના દિવસે જ્યારે બસ પહોચવાની હતી ત્યારે કોલ આવ્યો કે આ બાળકોને કોઇ ફિલ્મ બતાવવા લઇ જાય છે તેવું તેમના માતા-પિતા માનવા તૈયાર નહતા. ઘણું સમજાવ્યા પછી બાળકોએ ખુબ જ શિસ્તતાપૂર્વક અને માસ્ક સેનિટાઇઝર સાથે બસમાં બેસી થિયેટર પહોંચ્યા અને ત્યારબાદ ફિલ્મ જોઈ. હવે આ યુવકની ભારે ચર્ચા કરવામાં આવી રહી છે અને લોકો સોશિયલ મીડિયા પર આ શખ્સના કામને વધાવી અને વખાણી રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત