ઉત્તર પ્રદેશ પોલીસની બદલી ગઈ છાપ, કોરોનાના કારણે કર્યું એવું કામ કે લોકોએ કહ્યા ભગવાન

ઉત્તર પ્રદેશ પોલીસની છાપ દેશની સૌથી ખરાબ અને ક્રૂર તરીકે થતી હતી. પરંતુ કોરોના વાયરસના કારણે જે લોકડાઉન થયું છે તેના કારણે પોલીસએ એવા માનવીય કાર્યો કર્યા છે તેનાથી અહીં પોલીસની છાપ એકાએક દેવદૂત જેવી થઈ ગઈ છે.

લોકડાઉન દરમિયાન યૂપી પોલીસ લોકોની દરેક શક્ય મદદ કરી રહી છે તેના કારણે પોલીસની છાપ સુધરી ગઈ છે. નોયડામાં એક મહિલાને પ્રસુતિ દરમિયાન રક્તની જરૂર પડી તો નોયડા પોલીસના કર્મચારીઓએ એક થઈ બ્લડ ડોનેટ કર્યું.

image source

લોકડાઉન વચ્ચે ડિલિવરી માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલી એક મહિલાને રક્તની જરૂર પડી હતી. પરંતુ લોકડાઉનના કારણે કોઈ ત્યાં જઈ શકે તેમ હતું નહીં તેથી 112 હેલ્પલાઈન પર મદદ માંગવામાં આવી હતી

આ અંગે જાણવા મળે છે કે 2 પોલીસકર્મીઓ અંજુલ કુમાર ત્યાગી અને લાલા રામએ મહિલાને રક્તની જરૂર હોવાની વાત જાણી બ્લડ ડોનેટ કર્યું. તેમણે હોસ્પિટલ જઈ 2 યૂનિટ રક્ત ડોનેટ કર્યું. તેના કારણે મહિલાની ડિલિવરી સફળ રીતે થઈ શકી. તેણે એક સ્વસ્થ બાળકને જન્મ પણ આપ્યો. રક્ત સમયસર મળી જવાથી માતા અને બાળકનો જીવ પણ બચી ગયો.

આ મહિલા, તેનો પરીવાર અને જે પણ આ ઘટના વિશે જાણે છે તે સૌ કોઈ આ પોલીસકર્મીની સુરક્ષા માટે પ્રાર્થના કરી રહ્યા છે.