કોરોના કાળમાં નોકરી ગુમાવનાર લાયક ઉમેદવાર માટે ઉત્તમ સરકારી નોકરીની તક, મહિને 44,900થી 1,42,400 રૂપિયા સુધીનો મળશે પગાર

કોરોના કાળમાં અનેક એવા યુવાનો છે જેમની નોકરી છીનવાઈ ગઈ છે. આવા યુવાનો માટે નોકરીની ઉત્તમ તક ગૃહ મંત્રાલય લાવ્યું છે. તાજેતરમાં જ મિનિસ્ટ્રી ઓફ હોમ અફેયર્સને ઈંટેલિજન્સ બ્યૂરોમાં આસિસ્ટેંટ સેંટ્રલ ઈંટેલિજેંસ ઓફિસરના પદ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે.

image source

આ પદ માટે 2000 લાયક ઉમેદવારોની પસંદગી કરવામાં આવનાર છે. ખાસ વાત એ છે કે આ નોકરી મેળવનાર ઉમેદવારને 44,900 રૂપિયાથી 1,42,400 રૂપિયા સુધીનો માસિક પગાર મળશે.

image source

સત્તાવાર રીતે આપવામાં આવેલી જાણકારી અનુસાર મિનિસ્ટ્રી ઓફ હોમ અફેયર્સને ઈંટેલિજન્સ બ્યૂરોમાં આસિસ્ટેંટ સેંટ્રલ ઈંટેલિજેંસ ઓફિસરના પદ પર ભરતી માટે યોગ્ય ઉમેદવારો પાસેથી અરજી મંગાવી છે. કુલ 2000 ખાલી જગ્યા માટે યોગ્ય ઉમેદવારની ભરતી કરવા માટે આધિકારિક નોટિફિકેશન મિનિસ્ટ્રીની વેબસાઈટ mha.gov.in પર મુકવામાં આવ્યું છે. ઈચ્છુક ઉમેદવાર બધી જ જરૂરી જાણકારી આધિકારીક નોટિફિકેશનમાં ચેક કરી શકે છે. આ અરજી કરવાની છેલ્લી તારીખ 9 જાન્યુઆરી 2021 છે.

image source

આ ભરતી અંતર્ગત ગૃપ સી નોન ગેજેટેડ, નોન મિનિસ્ટીરિયલ પદ પર ઉમેદવારોની ભરતી કરવામાં આવશે. જેના પર પસંદગી પામેલા ઉમેદવારને 7th સીપીસી અનુસાર 44,900 રૂપિયાથી 1,42,400 રૂપિયા સુધીનો પગાર મળવા પાત્ર હશે. આ સિવાય ઉમેદવારને બેસિક પેના 20 ટકા બરાબર સ્પેશિય સિક્યોરિટી અલાંઉસ પણ મળી શકે છે તેમજ રજાના દિવસોમાં કામ કરવા પર કૈશ કંપંસેશન પણ મળશે.

image source

આ નોકરી માટે અરજી કરવા ઉમેદવારો કોઈપણ માન્યતા પ્રાપ્ત યૂનિવર્સિટીથી સ્નાતક હોય તે અનિવાર્ય છે. નોકરી માટે વય મર્યાદા 18થી 27 વર્ષની નક્કી કરવામાં આવી છે. આ નોકરી માટે આરક્ષિત કેટેગરીના ઉમેદવારો માટે વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવી છે. જનરલ અને ઓબીસી કેટેગરીના ઉમેદવારો માટે અરજી કરવાની ફી 100 રૂપિયા છે જ્યારે આરક્ષિત કેટેગરીના ઉમેદવારો માટે કોઈ ફી નથી.

image source

ઉમેદવારોની પસંદગી Tier I, Tier II તેમજ ઈંટરવ્યુમાં તેમના પ્રદર્શનના આધારે કરવામાં આવશે. Tier I માટે પરીક્ષા ઓનલાઈન મોડમાં આયોજિત કરવામાં આવશે જ્યારે Tier II પરિક્ષા લેખિતમાં થશે. ઈંટરવ્યૂ રાઉંડ ક્લિયર કરનાર ઉમેદવાર ફાઈનલ સિલેક્શન માટે યોગ્ય ગણાશે. આ નોકરી માટે ઓનલાઈન આવેદન 19 ડિસેમ્બરથી શરુ થઈ ચુક્યા છે અને આધિકારિક વેબસાઈટ પર અરજી કરવાની છેલ્લી તારીખ 9 જાન્યુઆરી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત