ટિકિટ ના મળતા જોરજોરથી રડવા લાગ્યા ભાજપના આ મહિલા કાર્યકર્તા, જોઇ લો વિડીયો તમે પણ

રાજ્યમાં મહાનગરપાલિકાની ચૂંટણીને નામની જાહેરાત થઈ ચૂકી છે ત્યારે અનેક પક્ષ અને કાર્યકરોમાં વિરોધ અને વિવાદની લાગણી પણ સામે આવી રહી છે. સત્તા અને પક્ષનો આંતરીક અસંતોષ સપાટી પર આવી ગયો છે. વડોદરા શહેરની વાત કરે તો વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીમાં જેવા ભાજપે ઉમેદરવારોના નામ થયા કે તરત જ વિરોધ અને વિવાદ સર્જાયો છે.

image source

વડોદરાના મહિલા કાર્યકર ભાજપના કાર્યકર કાર્યાલય પર જ રડી પડ્યા હતા. તેઓએ કહ્યું કે અમે વર્ષોથી પાર્ટી માટે કામ કર્યું, અમારા જેવા અનેક કાર્યકરો છે જે કર્મનિષ્ઠ પણ છે. કેટલાક કાર્યકરો ચૂપ રહે છે અને કેટલાક બોલે છે. વર્ષોથી પાર્ટી માટે ચપ્પલ સુદ્ધા ઘસી કાઢ્યા હોય તેવા કાર્યકરોની કોઈ નોંઘ લેવાઈ રહી નથી. મળતી માહિતિ અનુસાર ભાજપના 90 જેટલા કાર્યકરોએ રાજીનામા આપ્યા છે જેના પગલેગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ ખાનપુર ઓફુસ પહોંચ્યા હતા. આ સાથે કાર્યકરોના અસંતોષ અને નારાજગીના કારણોને જાણવાનો પ્રયાસ કર્યો હતો.

image source

ભાજપે મીનાબેન રાણાને ટિકિટ ન આપવાના કારણે અન્ય કાર્યકોરમાં પણ રોષની લાગણી પ્રગટ થઈ હતી. મીનાબેને એમ પણ કહ્યું કે પાર્ટી માટે ઘસાઈ ચૂક્યા હોવા છતાં પણ પાર્ટીને અમારી કોઈ કિંમત નથી. તેઓએ વિરોધ કરતાં કહ્યું છે કે પાર્ટીને અમારા કામની કદર ન હોવાથી હું પાર્ટીથી નારાજ છું અને સાથે જ આક્ષેપ પણ કર્યો છે કે પાર્ટીમાં ફક્ત રાજેન્દ્રભાઈ ત્રિવેદીનું જ ચાલે છે. આ સાથે જ ભાજપના કાર્યકરનો આવો આક્રોશ ચૂંટણી ટાણે ચર્ચાનો વિષય બન્યો છે. ઉલ્લેખનીય છે કે મીનાબેન રાણા વડોદરાના સયાજીગંજ ભાજપ કાર્યાલયે પોતાની નારાજગી વ્યક્ત કરી ચૂક્યા છે.

image source

રાજકીય પક્ષો ચૂંટણી ટાણે કાર્યકરોની અવગણના કરે છે. ભાજપમાં પણ આવી સ્થિતિ સર્જાઈ છે. મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપની યાદી જાહેર થઈ તેની સાથે જ નારાજગીનો દોર પણ શરૂ થયો હતો. આવી જ એક ઘટના વડોદરાના ભાજપ કાર્યાલયમાં જોવા મળી હતી. ઘટનાની વિગત એવી છે કે વડોદરા મહાનગર પાલિકાના વોર્ડ નંબર 5માંથી ટિકિટ મળી જ રહેશે તેવી આશા રાખી રહેલા મહિલા કાર્યકરને નિરાશા હાથ લાગી હતી. નિરાશાએ તેમની આશા પર પાણી ફેરવ્યું અને તેઓ પોતાને સંભાળી શક્યા નહીં. તેઓ કાર્યાલય પર રજૂઆત માટે આવ્યા અને સાથે જ મન મૂકીને રડી પડ્યા હતા. તેઓએ કહ્યું કે હું પક્ષથી નારાજ છું. આ પહેલાં પણ મારી સાથે આવો અન્યાય થયો હતો. 35 વર્ષની સેવા કર્યા બાદ પણ પાર્ટી દ્વારા કંઈક જ મળી રહ્યું નથી. મીડિયા સામે પોતાનો પક્ષ રાખી રહેલા મહિલા કાર્યકરે કહ્યં કે સરકાર 20 વર્ષ એટલે કે છેલ્લી 4 ટર્મથી ચક્કર લગાવડાવે છે. હવે ટિકિટ નથી મળી તો હું અપક્ષ તરીકે લડીશ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત