Piaggio એ લોન્ચ કર્યું તેનું લેટેસ્ટ અને નવું એપ્રિલિયા SXR 160, જાણો કિંમત અને ફીચર્સ વિશે

પિયાજિયો ઇન્ડિયા (Piaggio India) એ પોતાનું બહુ પ્રતિક્ષિત પ્રીમિયમ સ્કૂટર એપ્રિલિયા sxr 160 (Aprilia SXR 160) લોન્ચ કર્યું છે. Aprilia SXR 160 માં એપ્રિલિયાની લેટેસ્ટ ડિઝાઇન લેંગ્વેજ દેખાઈ આવે તેવી છે.

image source

એક્સટિરિયર

image source

તેના શાનદાર લુકસની સુંદરતા 3 કોટ એચડી બોડી પેઇન્ટ ફિનિશના કારણે વધુ આકર્ષક લાગે છે, જેમાં એપ્રિલિયાના સિગ્નેચર ગ્રાફિક્સ સાથે મેટ બ્લેક ડિઝાઇન ટ્રીમ ઇન્સર્ટ અને ડાર્ક ક્રોમ એલિમેન્ટ છે. એલઇડી ટેકનોલોજી ટ્વીન ક્રિસ્ટલ હેડલાઈટ અને આઈ લાઇન પોઝિશન લાઈટ, ફ્રન્ટ ઇન્ડિકેટર બલિન્કર સાથે મળીને સ્કુટરને લાઇટિંગ આપવામાં આવી છે. Aprilia SXR 160 માં એન્ટી લોક બ્રેકીંગ સિસ્ટમ (ABS) સાથે વેન્ટીલેટેડ ડિસ્ક બ્રેક અને ટ્વીન કલીપર હાઇડ્રોલીક બ્રેક છે જે બ્રેકીંગમાં શ્રેષ્ઠ પરફોર્મન્સ આપે છે. એપ્રિલિયા sxr 160 આકર્ષક ગ્લોસી રેડ, મેટ બ્લુ, ગ્લોસી વ્હાઇટ, અને મેટ બ્લેક કલર્સમાં ઉપલબ્ધ છે.

એન્જીન

image source

આ સ્કૂટરમાં સિંગલ સિલિન્ડર, 4 સ્ટ્રોક, એયર કુલ્ડ, 3 વાલ્વ ફ્યુલ ઇન્જેક્શન ક્લીન એમિશન એન્જીન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ એન્જીન 7100 આરપીએમ પર 11 PS નો પિક પાવર જનરેટ કરે છે. ચાલકને રાઈડિંગનો એક શાનદાર અનુભવ મળે અને શ્રેષ્ઠ કમ્ફર્ટ મળે તે માટે Aprilia SXR 160 માં વધુ મોટી, લાંબી અને આરામદાયક સીટ આપવામાં આવી છે. સ્કુટરની સીટ આર્ટ લેધર સ્વેડ ફિલમાં બનાવાઈ છે અને તેને ગ્રે અને રેડ થ્રેડમાં સ્પેશ્યલ સ્ટીચ પેટર્નથી સજાવવામાં આવી છે. બોડીની શાર્પ લાઇન્સ, જ્યોમેટ્રિક કોન્ટુર અને શ્રેષ્ઠ ક્રાફ્ટસમેનશીપ Aprilia SXR 160 ની ડાયનેમિક પ્રીમિયમ અપીલ દર્શાવે છે. આ સ્કૂટર 7 લીટરની ફ્યુલ ટેન્કની ક્ષમતા ધરાવે છે.

ફીચર્સ

image source

210 વર્ગ સેન્ટિમીટરના વિશાળ મલ્ટીફંક્શનલ ઓલ ડીઝીટલ ક્લસ્ટર ડિસ્પ્લે સાથે Aprilia SXR 160 માં અનેક ફીચર્સ આપવામાં આવ્યા છે. તેમાં ડીઝીટલ સ્પીડ ઇન્ડિકેટર, આરપીએમ મીટર, માઇલેજ ઇન્ડિકેટર, એવરેજ સ્પીડ અને ટોપ સ્પીડ ડિસ્પ્લે, ડીઝીટલ ફ્યુલ ઇન્ડિકેટર, એબીએસ ઇન્ડિકેટર, એન્જીન માલફંક્શન ઇન્ડિકેટર જેવી વિશેષતા છે. તેમાં મોબાઈલ કનેક્ટિવિટી એક્સેસરીનો વિકલ્પ પણ મળે છે જે યુઝર્સના મોબાઈલને સ્કુટર સાથે કનેક્ટ કરે છે. તેના દ્વારા યુઝર્સ સ્કુટરનું લોકેશન જોવા અને જરૂર પડ્યે સિક્યુરિટી એલાર્મ બનાવવા જેવા કામ ઘડીભરમાં જ કરી શકે છે.

કિંમત

Aprilia SXR 160 સ્કુટરની એક્સ શોરૂમની કિંમત 1,27,384 રૂપિયા છે. કંપનીના બધા ડિલરશીપ્સ અને સત્તાવાર વેબસાઈટ પર 5000 રૂપિયા પ્રારંભિક રકમ ચૂકવીને બુક કરી શકાય છે. Aprilia SXR 160 ની શરૂઆત રેસિંગ માટે થઇ અને આ પિયાજિયો ગ્રુપનું રિયલ સ્પોર્ટી ફ્લેગશીપ બ્રાન્ડ છે.

image source

લોન્ચિંગ પ્રસંગે પિયાજિયો ઇન્ડિયાના ચેરમેન તથા મેનેજીંગ ડાયરેક્ટર દીએગો ગ્રાફીએ જણાવ્યું કે ” Aprilia SXR 160 શ્રેષ્ઠ સ્ટાઇલ, હાઈ પરફોર્મન્સ તથા શાનદાર કમ્ફર્ટનો નમૂનો છે. અમારું માનવું છે કે આ સ્કૂટર ભારતીય પ્રીમિયમ ટુ – વ્હીલર માર્કેટમાં ઉચ્ચ માપદંડ સ્થાપિત કરશે.

Aprilia SXR 160 ના લોન્ચિંગ સાથે અમે ભારતમાં પ્રીમિયમ અને વિશેષ પ્રોડક્ટ રજૂ કરી અમારું મિશન આગળ ધપાવી રહ્યા છીએ. આ અનુભવને દરેક વ્યક્તિ સુધી પહોંચાડવા માટે અમે ભારતમાં અમારા ડીલર નેટવર્કનો વિસ્તાર વધારી રહ્યા છીએ અને પ્રીમિયમ દ્રષ્ટિકોણ વાળા સાહસિકોને તેમના શહેરમાં અમારી આકર્ષક ડીલરશીપ બિઝનેસ મોડલનો ભાગ બનાવી રહ્યા છીએ. ”

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત