બોબી દેઓલના આ ‘આશ્રમ’ને બનાવી દેવામાં આવ્યો ખંડેરમાંથી મહેલ, જોઈ લો તસવીરો સાથે વિડીયો પણ

આજની જનરેશનને વેબ સીરીઝનો અનોખો ચસ્કો લાગ્યો છે. ઓટીટી પ્લેટફોર્મ પર ઘણી બધી વેબસીરિઝ અનેક યુવાનોને આકર્ષિત કરી રહી છે. પણ એમાંથી બધી સીરિઝ કઈ સફળતાના શિખર સુધી પહોંચે એવું નથી હોતું.

image source

હાલમાં જ આવેલી બોબી દેઓલની વેબસીરિઝ ‘આશ્રમ’ની પહેલી સીઝન ખૂબ જ સફળ સાબિત થઈ છે. અને આ સફળતા બાદ દર્શકો આ સીરિઝનો બીજો ભાગ આવે એની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પણ હવે આ સીરિઝના બીજા એપિસોડ તા.11 નવેમ્બના રોજ રીલિઝ થશે.

image source

તમને જણાવી દઈએ કે આ સીરિઝના મોટાભાગના સીન અયોધ્યામાં અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં શુટ કરવામાં આવ્યા છે. આ સીરિઝમાં દેખાડવામાં આવેલો ‘આશ્રમ’ એ કોઈ ભવ્ય મહેલથી જરાય ઓછો નથી. પણ તમને એ જાણીને નવાઈ લાગશે કે, આ આશ્રમ એક ખંડેર કે જર્જરીત કહી શકાય એવા અયોધ્યાના પેલેસમાં તૈયાર કરવામાં આવ્યો હતો.

બોબી દેઓલ એટલે કે બાબા નિરાલાનો આશ્રમ એક ખંડેર જગ્યા હતી. આજે અમે તમને શૉના નિર્માતા અને ડાયરેક્ટર પ્રકાશ ઝાએ આ આશ્રમ કેવી રીતે તૈયાર કર્યો એની વાત કરીશું.

image source

વેબસીરિઝ ‘આશ્રમ’માં એક એવા આશ્રમની વાત કરવામાં આવી છે જે આસ્થા, અંધવિશ્વાસ અને પાપલીલાનો મુખ્યકેન્દ્ર છે. અને આ આશ્રમમાં બાબા નિરાલાની સરમુખત્યાર શાહી ચાલે છે.

જે જગ્યાએ આશ્રમ તૈયાર કરવામાં આવ્યો છે એ જગ્યાનું નામ રાજ સદન છે. જે એક ભવ્ય મહેલ હતો. પણ સમય જતાં આ એક જર્જરિત ઈમારત બની ગઈ. અને દિવસે દિવસે આ જગ્યા ખંડેરમાં ફેરવાઈ ગઈ.

image source

‘આશ્રમ’ વેબસીરિઝનું શુટિંગ શરૂ થાય પહેલા આ જગ્યા વિશે ખૂબ જ રીસર્ચ કરવામાં આવ્યું. ત્યાં બીક લાગે એવા ખંડ હતા.પણ પ્રકાશ ઝાએ ખંડેર કહેવાતા આ પેલેસને ‘આશ્રમ’ વેબસિરિઝ માટે આલિશાન આશ્રમમાં ફેરવી દીધો. તેમને પેલેસને ખરા અર્થમાં એક રાજમહેલ બનાવી દીધો.

જો કે તેમના માટે આ જગ્યા પર શુટિંગ કરવું મુશ્કેલ હતું. કારણ કે મહેલની હાલત ખૂબ જ ખરાબ હતી. ઝાડી ઝાંખરા, વાંદરાનો ત્રાસ, કબુતરના માળા અને તૂટેલી દિવાલ વચ્ચે શોટ લેવાના હતા.

એવુ કહેવામાં આવે છે કે 1 મહિના સુધી આ મહેલની સાફસફાઈ ચાલી હતી. અને આશરે 4થી 5 મહિનામાં સમગ્ર પેલેસને ઊભો કરવામાં આવ્યો. ત્યાર બાદ આ જગ્યા ખરેખર સુંદર બની હતી.

રાજ મહેલની સ્ટોરી શેર કરતા પ્રકાશ ઝાએ જણાવ્યું હતું કે, રાજ સદનમાં મને એ તમામ ચીજો જોવા મળી જે એક આશ્રમ તૈયાર કરવા માટે જરૂરી હતી. જે રીતની અમે કલ્પના કરી હતી એ તમામ વસ્તુઓ સરળતાથી મળી રહી હતી. આ પેલેસ ખૂબ જર્જરીત અવસ્થામાં હતો. પણ એની સુંદરતા અદભૂત હતી. અમે વિચાર્યું કે, કોઈ પણ ધર્મ સાથે જોડાયેલા કોઈ કલરનો ઉપયોગ અહીં નહીં થાય. અમે અહીંની પ્રકૃતિને સમજી પછી રંગ પર પસંદગી ઊતારી.

એમને આગળ જણાવ્યું કે જો આ પેલેસ ન હોત તો ‘આશ્રમ’ આટલી સુંદર ન હોત.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત