ચોકલેટ ચોકો ચિપ્સ કૂકીઝ – ફેમસ બેકરીમાં મળતી કૂકીઝ તમને પસંદ છે તો હવે ઘરે જ બનાવો.

ચોકલેટ ચોકો ચિપ્સ કૂકીઝ :

કેક, મફીન્સ, પેસ્ટ્રી, નાનખટાઇ, કૂકી વગેરે સ્વીટ બેકરી આઇટમ્સ બાળકો ત્થા યંગ્સને ખૂબજ ભાવતી હોય છે. બર્થડે પાર્ટીમાં ત્થા નાસ્તામાં આ બધી બેકરી આઇટમ્સ સમય અનુસાર સર્વ કરવામાં આવતી હોય છે. બાળકોના નાસ્તા બોક્ષ માટે પણ ઘણીવાર તેનો ઉપયોગ થતો હોય છે.

નાનખટાઇ અને કૂકીઝ ઉત્સવોમાં ઘરે આવતા ગેસ્ટને નાસ્તામાં સ્વીટ તરીકે પણ સર્વ કરી શકાય છે, તેમજ દિવાળીના તહેવારોમાં તેને ગિફટ પેકિંગ કરીને પણ ફ્રેંડ્સ અને રેલેટીવ્સને આપવામાં આવતી હોય છે. માર્કેટમાં બેકરી અને અન્ય સ્ટોર્સમાં કે મોલ્સમાં અનેક પ્રકારના ટેસ્ટમાં મળતી હોય છે. એગ્સ વાળી અને એગ્સ વગરની એમ બન્ને પ્રકારની મળતી હોય છે.

આજે હું અહીં પ્યોર વેજ.ચોકલેટ ચોકો ચિપ્સ કૂકીની રેસિપિ આપી રહી છું. ખૂબજ સ્વાદિષ્ટ અને ક્રીસ્પી, બનાવવામાં સરળ એવી આ કૂકીઝ ઘરના રસોડે પ્યોર દેશી ઘીમાં બનાવી શકાય છે. હોમમેડ કૂકીઝમાં સામગ્રીની પ્યોરીટી જળવાઈ રહે છે અને બહુ ચીપ રહે છે. તો તમે પણ એકવાર મારી આ રેસિપિ ફોલો કરીને જરુરથી બનાવવાની ટ્રાય કરજો. ખૂબજ સરસ ક્રીસ્પી બનશે.

ચોકલેટ ચોકો ચિપ્સ કૂકીઝ બનાવવા માટેની સામગ્રી :

  • ½ કપ મેંદો + 2 ટેબલ સ્પુન મેંદો
  • ½ કપ ગ્રાઇંડ કરેલી સોજી
  • ¼ કપ બેસન
  • 2 ટેબલ સ્પુન ચોકોલેટ પાવડર
  • ½ ટી સ્પુન બેકીંગ પાવડર અથવા ¼ ટી સ્પુન સોડા બાય કાર્બ
  • પિંચ સોલ્ટ
  • ½ કપ જામેલું દેશી ઘી
  • 2 ટેબલ સ્પુન ચોકો ચિપ્સ
  • ½ ટી સ્પુન વેનીલા એસેંસ
  • ગાર્નીશિંગ માટે થોડા ચેરીના નાના પીસ

ચોકલેટ ચોકો ચિપ્સ કૂકીઝ બનાવવા માટેની રીત :

સૌ પ્રથમ સોજીને ગ્રાઇંડ કરી થોડો જીણો પાવડર બનાવી લ્યો.

હવે એક મિક્ષિંગ બાઉલ લઈ તેના પર ચળણી મૂકો. તેમાં ½ + 2 ટેબલ સ્પુન મેંદો ઉમેરો. તેમાં ગ્રાઇંડ કરેલી સોજી ઉમેરો. સાથે ½ ટેબલ સ્પુન બેસન અને 2 ટેબલ સ્પુન ચોકોલેટ પાવડર ઉમેરો. હવે તેમાં ½ ટી સ્પુન બેકીંગ પાવડર અથવા ¼ ટી સ્પુન સોડા બાય કાર્બ ઉમેરી સ્પુન વદે થોડું મિક્ષ કરી ચાળી લ્યો. હવે આ ચાળેલી ડ્રાય સામગ્રી બીટર કે સ્પુન વડે હલાવીને બરાબર મિક્ષ કરી લ્યો.

હવે બીજું બાઉલ લઈ તેમાં જામેલું ½ કપ ઘી ઉમેરો. ઘી હંમેશા જામેલું જ લેવું, ના હોય તો થોડીવાર ફ્રીઝમાં મુકી ઘી જામી જાય પછી જ તેનો ઉપયોગ કરવો. જેથી નાનખટાઇ સરસ ફુલશે.

હવે જામેલા ઘીમાં ¾ કપ સુગર પાવડર ઉમેરી મિક્ષ કરી લ્યો.

હવે બીટર કે સ્પુન વડે 3-4 મિનિટ સ્પીડ્માં ફીણીને એકદમ ફલ્ફી મિક્સ્ચર બનાવો. મિક્સ્ચર ફીણવાથી કલર ચેંજ થઈને એકદમ વ્હાઈટ કલરનું થઈ જશે.

હવે ડ્રાય સામગ્રીના મિશ્રણ વાળું બાઉલ લઈ તેમાં પિંચ સોલ્ટ ઉમેરી મિક્ષ કરી લ્યો.

હવે આ મિશ્રણ થોડું થોડું કરીને ઘી-સુગરના બનાવેલા વ્હાઈટ મિક્સ્ચરમાં ઉમેરતા જઈ, સાથે સાથે જ મિક્ષ કરતા જ્વું.

હવે તેમાં ½ ટી સ્પુન વેનીલા એસેંસ ઉમેરી કટ-ફોલ્ડ મેથડથી બરાબર મિક્ષ કરી, ત્યારબાદ હલકા હાથે ચોક્લેટ ચોકો ચિપ્સ કૂકીઝ્નો ડો બાંધી લ્યો.
હવે તેને રેફ્રીઝરેટરમાં 10 મિનિટ માટે સેટ થવા માટે મૂકો.

10 મિનિટ બાદ બહાર લાવીને તેમાં 2 ટેબલ સ્પુન જેટલા ચોકો ચિપ્સ ઉમેરી ડોમાં મિક્ષ કરી લ્યો.

હવે તેમાંથી 15 બોલ્સ બનાવી, હથેળીથી ચપટો શેઇપ આપી, ચોકો ચિપ્સ કૂકીઝ બનાવો. તેના પર ચેરીના પીસ જરા પ્રેસ કરીને લગાડી દ્યો. 15 કુકીઝ બનશે.

આ ચોકો ચિપ્સ કૂકીઝ ઓવન અને ફ્લૈમ પર કડાઇમાં પણ બનાવી શકાય છે.

કડાઇમાં બનાવવા માટે કડાઇની બોટમ પર સોલ્ટ પાથરો. તેના પર સ્ટેંડ મૂકી, ઢાંકીને 10 મિનિટ સ્લો મિડિયમ ફ્લૈમ પર પ્રીહીટ કરો. ત્યારબાદ પ્લેટમાં મુકીને કુકીઝ કડાઇમાં બેક કરવા મૂકો.

કડાઇ ઢાંકીને 5 મિનિટ સ્લો ટુ મિડિયમ ફ્લૈમ પર અને ત્યારબાદ 30 મિનિટ સ્લો ફ્લૈમ પર બેક કરો. ટોટલ 35 મિનિટ કૂકીઝ બેક થશે. ત્યારબાદ ચેક કરીને બહાર કાઢો.

ઓવન પણ 10 મિનિટ માટે 150 પર પ્રીહીટ કરો.

બેકિંગ પ્લેટ અથવા ટ્રેમાં બટર પેપર લાઈન કરી હવે તેમાં શેઇપ આપેલી કૂકીઝ ગોઠવીને ઓવનમાં 18૦* ડીગ્રી પર 20 મિનિટ બેક કરો. ત્યારબાદ 10 મિનિટ તેમાંજ રહેવા દઈ પછી બહાર કાઢો.

સરસ ક્રીસ્પી ચોકલેટ ટેસ્ટ્ની ચોકોલેટ ચોકો ચીપ્સ કૂકી રેડી છે. બધાને ખૂબજ ભાવશે.

રુમ્ટેમ્પરેચર પર આવે એટલે એર ટાઇટ કંન્ટેઇનરમાં સ્ટોર કરી જરુર મુજબ સર્વ કરો.

મારી આ રેસિપિ તમે પણ તમારા રસોડે ચોક્કસથી ટ્રાય કરજો.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.