લોકડાઉન 3 મે સુધી લંબાતા આ કપલએ કરવા તો પડ્યા લગ્ન પણ હવે રાખશે સામાજિક અંતર

લોકડાઉન અગાઉ જાહેર કર્યા અનુસાર 14 એપ્રિલએ પૂર્ણ થવાનું હતું પરંતુ 14 એપ્રિલએ લોકડાઉન લંબાયાની ઘોષણા થઈ તેવામાં સમસ્યા સર્જાઈ આ દંપતિ માટે….

image source

આ વર અને કન્યાના લગ્ન લોકડાઉન પૂર્ણ થાય પછીના સપ્તાહમાં થવાના હતા. તેથી લગ્ન પહેલાની વધી જ વિધિઓ કરી લેવામાં આવી. પરંતુ લોકડાઉન ફરી વધ્યું અને આ કપલ માટે લગ્ન ફરજિયાત થઈ ગયા. એટલા માટે આ વર અને કન્યાએ સામાજિક અંતરને ધ્યાનમાં રાખી અને કોરોનાના જોખમને ગંભીરતાથી લઈ માસ્ક પહેરી અને સાત ફેરા ફર્યા હતા.

આ લગ્ન હોશંગાબાદમાં થયા હતા અને હાલ તે ચર્ચાનો વિષય બન્યો છે. લોકડાઉન નિયમોને ધ્યાનમાં રાખી વરરાજા ચાર જાનૈયાઓ સાથે કન્યાના ઘરે પહોંચ્યો હતો અને માસ્ક લગાવી અને સામાજિક અંતરને અનુસરી લગ્ન કર્યા હતા. ખૂબ જ મર્યાદિત સંખ્યામાં લોકોની હાજરી વચ્ચે હેમંત અને કન્યા બ્રજેશ્વરીના લગ્ન થયાં હતાં.

image source

આ બંનેના લગ્ન 15 એપ્રિલના રોજ નક્કી થયા હતા. વર કન્યા સહિત પરીવારના સભ્યોને હતું કે 14 એપ્રિલ લોકડાઉનનો છેલ્લો દિવસ હશે. પરંતુ આવું થયું નહીં અને લોકડાઉન વધારે કડક થયું. તેવામાં લગ્નની વિધિઓ પૂર્ણ થયા પછી લગ્ન ન કરવા તે પણ મહામુશ્કેલી હતી. તેનું નિવારણ આ દંપતિએ આ રીતે કાઢ્યું.

આ લગ્નની ખાસ વાત એ હતી કે વરરાજા સહિતના બધા જ લોકોએ માસ્ક પહેર્યા હતા. વરરાજા અને કન્યાએ પણ લગ્નની બધી વિધિઓ માસ્ક પહેરીને પૂર્ણ કરી અને એકબીજાની વચ્ચે અંતર રાખી અને ફેરા પણ ફર્યા.