કારમાં માસ્ક પહેરવાની બાબતને લઇને સરકારે શું લીધો મહત્વનો નિર્ણય જાણો તમે પણ

માસ્કના મુદ્દે સરકારે લીધો છે મહત્વપૂર્ણ નિર્ણય, હવે ફોર વ્હીલરમાં એક વ્યક્તિને માસ્ક પહેરવામાંથી મુક્તિ

હલમાં જ્યારે આખાય વિશ્વમાં કોરોના મહામારીનું સંક્રમણ જોવા મળી રહ્યું છે આવા સમયે માસ્ક પહેરવા અંગે વારંવાર પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે. જ્યારે જુન મહિનાની શરૂઆતથી જ અનલોક પ્રભાવી બની રહ્યું છે, ત્યારે લોકો ઘરની બહાર નીકળવા લાગ્યા છે. આવા સમયે કેટલાક લોકો તો માસ્કનો ઉપયોગ પણ નથી કરી રહ્યા.

image source

જો કે સરકારે આ નિર્ણય પણ લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં લઈને જ લીધો છે, એવા સમયે બહાર માસ્ક વગર નીકળતા લોકો પાસેથી દંડ વસુલવાનું શરુ કરાયું છે. આ દંડ પ્રક્રિયામાં અત્યાર સુધીમાં એટલે કે દસ દિવસમાં ૯ હજારથી વધારે લોકો પાસેથી લગભગ ૧૬ લાખથી વધુ રૂપિયાનો દંડ વસુલવામાં આવ્યો છે. જો કે અમુક નિર્ણયોમાં ઘણી વાર અમુક સ્થિતિઓ ધ્યાન બહાર રહી જતી હોય છે, જેમ કે હાલમાં જ સરકારે ફરીથી નિર્ણયમાં બદલાવ કર્યો છે. આ નિર્ણય ફોર વ્હીલર ચલાવનાર માટે મહત્વપૂર્ણ બની રહેશે.

કારમાં એક વ્યક્તિ હશે માસ્ક ફરજીયાત નહિ

image source

શરૂઆતમાં અમદાવાદ મહાનગર પાલિકાએ માસ્ક ન પહેરતા લોકોને દુકાનો તેમજ અન્ય જગ્યાએ જઈને એમની પાસેથી દંડ વસુલ્યો હતો, પરંતુ તેમ છતાય પ્રજામાં સુધાર ન આવતા પોલીસ પણ હવે કામે લાગી ગઈ છે. હવે ટ્રાફિક પોલીસ દ્વારા પણ કાર અને ટુ-વ્હીલર પર જતા લોકોને અટકાવીને એમને માસ્ક ન પહેરવા બદલ સમજાવી રહ્યા છે તેમજ દંડ પણ ફટકારી રહ્યા છે. જો કે હવે ફોર વ્હીલર માટે જો એક જ વ્યક્તિ કારમાં હોય તો એને માસ્ક પહેરવા અંગે છૂટછાટ આપવામાં આવી છે. એટલે કે જો વાહનમાં માત્ર એક વ્યક્તિ હશે તો માસ્ક પહેરવું ફરજીયાત નહિ રહે.

જરૂરી સ્થિતિમાં માસ્ક પહેરવું ફરજીયાત રહેશે

image source

હાલમાં જ ઘણા કિસ્સાઓમાં દંડ વસુલવામાં આવતા આ અંગે વિરોધના સુર ઉઠયા હતા આવા સમયે સરકારે લોકોની સુરક્ષા, સલામતી સાથે સાથે પડી રહેલી અસુવિધાને ધ્યાનમાં લેતા નિર્ણયમાં ફેરફાર કર્યો છે. ગુજરાતમાં હવે માસ્ક પહેરવા પર નિર્ણય કર્યો છે કે કારમાં માત્ર એકથી વધારે વ્યક્તિ હશે તો જ માસ્ક પહેરવું ફરજીયાત રહેશે. એકલા વાહન ચલાવનારે માસ્ક પહેરવાની કોઈ જરૂર રહેશે નહિ.

image source

જો કે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા જાહેરનામાં મુજબ બે વ્યક્તિએ વાતચીત કરતી વખતે માસ્ક પહેરવું ફરજીયાત છે. તેમ જ કારમાં એકલા હોવા છતાં જો તમે વાહનને ચકાસણી અથવા પૂછપરછ માટે રોકી રહ્યા છો, અથવા કોઈ અધિકારી માહિતી માટે તમને રોકે છે તો એ સ્થિતિમાં તમારે માસ્ક પહેરવું ફરજીયાત રહેશે.

જો કે કારચાલકોને એક જ વ્યક્તિ કારમાં હોય તો ચલાવતા સમયે માસ્ક પહેરવામાંથી મુક્તિ આપવામાં આવી છે. નીચે મુજબનું જાહેરનામું સરકારે બહાર પડેલ છે. જે ગુજરાતના રાજ્યપાલ દ્વારા અમલી કરાયેલ છે.

image source

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત