ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા એક જ પરિવારના 8 લોકો ઘાયલ, જાણો ક્યાં બની આ દુ:ખદ ઘટના

શિવહરમાં ગેસ સિલિન્ડર વિસ્ફોટથી એક જ પરિવારના આઠ જખ્મી, પાંચની હાલત ગંભીર છે.

શિવહર જિલ્લાના તારિયાણી પોલીસ સ્ટેશનના સરબરપુર ગામમાં રવિવારને તારીખ 28 જુને ખોરાક રાંધવા માટે પાઇપમાં ગેસ સિલિન્ડર ફાટતાં એક જ પરિવારના આઠ લોકો બળીને જખ્મી થઈ ગયા હતા. પાંચને ગંભીર હાલતમાં મુઝફ્ફરપુરમાં એસ.કે.એમ.સી. હોસ્પિટલમાં રિફર કરાયા હતા.

image source

તેમાંથી બેની હાલત ગંભીર ગણાવી તબીબોએ તેમને પટણા રિફર કર્યા છે. અન્ય ત્રણની સ્થાનિક સારવાર કરવામાં આવી રહી છે. ઘાયલોમાં ચાર મહિલાઓ અને ચાર પુરુષોનો સમાવેશ છે.

image source

પ્રાપ્ત માહિતી અનુસાર, રવિવારે બપોરે સરપુરપુરનો રહેવાસી અમરનાથ મહાતો પોતાના ઘરે રસોઈ બનાવતા હતા. આ દરમિયાન પાઇપમાં ગળતર થતાં ગેસ સિલિન્ડરમાં આગ લાગી હતી. પરિવારના સભ્યોને જાણ થાય ત્યાં સુધીમાં સિલિન્ડર ફૂટ્યો. અને એકજ પરિવારના આઠ લોકોને આ સિલિન્ડર ગળી ગયો. હાલ ગામ આખું શોકમાં છે. તેમાંથી પાંચ જણાની હાલત નાજુક છે. જ્યારે ત્રણ જણાની સ્થિતિ સારી છે.

image source

એક સર્વે અનુસાર, ભારતમાં દર વર્ષે ઓછામાં ઓછા ૧૦૦ સિલિન્ડર ફાટવાની ઘટનાઓ સામે આવે છે પરંતુ મોટાભાગે લોકો તેના વળતરથી ફક્ત એટલા માટે વંચિત રહી જાય છે કારણ તે તેમની પાસે આ અંગેની જાણકારી નથી. આ વળતર ઇન્શ્યોરન્સ કંપની આપે છે. તેના માટે એલપીજી કંપનીઓ પોતાના કન્ઝ્યુમર માટે ઇન્શ્યોરન્સ કંપનીઓ પાસેથી પબ્લિક લાયબિલિટી પોલીસી લે છે. આ થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ હોય છે. તેના માટે એલપીજી કંપનીઓ દર વર્ષે ઇન્શ્યોરન્સ કંપનીઓને મોટી રકમ આપે છે.

image source

તેના માટે કન્ઝ્યુમરને કોઇ પૈસા આપવાના નથી હોતા. આ પબ્લિક લાયબિલીટી પોલીસી અંતર્ગત વ્યક્તિ વિશેષના નામે ઇન્શ્યોરન્સ નથી હોતુ પરંતુ તે એલપીજી કંઝ્યુમર અને તેના પરિવાર માટે હોય છે. જેની સાથે કોઇ દુર્ઘટના ઘટે છે. તેનો અર્થ એ છે કે જો કંઝ્યુમર સાથે કોઇ દુર્ઘટના ઘટે તો પબ્લિક લાયબિલિટી પોલીસી અંતર્ગત ઇન્શ્યોરન્સ કંપનીઓ પીડિત અને તેના પરિવારને વળતર આપે છે. જો પીડિત પક્ષને વળતર આપવામાં કંપનીઓ આનાકાની કરે અથવા પીડિત પક્ષ વળતરની રકમથી સંતુષ્ટ ન હોય તો તે કોર્ટની શરણ લઇ શકે છે.

image source

એલપીજી સિલિન્ડરથી કોઇ દુર્ઘટના થવા પર કોર્ટ વળતરની રકમ પીડિતની ઉંમર, આવક અને અન્ય શરતોના આધારે નક્કી કરે છે. સામાન્ય રીતે એવું જોવા મળે છે કે એલપીજી સિલિન્ડર ફાટવાથી ઘરને નુકસાન થાય છે અને ઘણીવાર લોકોના મોત પણ થઇ જતાં હોય છે. અહીં વળતર નુકસાન પર નક્કી કરવામાં આવે છે. વળતરની રકમ ઇન્શ્યોરન્સ કંપનીઓ આપે છે પરંતુ તેના માટે પીડિતને ક્લેમ કરવો પડે છે. જો પીડિત પક્ષ આ વળતર માટે ક્લેમ ન કરે તો તેને વળતર નથી મળતું. તેની પાછળનું કારણ એ છે કે ઇન્શ્યોરન્સ કંપનીઓ આ વળતર પબ્લિક લાયબીલીટી પોલીસી અંતર્ગત આપે છે. જેમાં વ્યક્તિ વિશેષનું નામ નથી હોતુ. પરિણામે ક્લેમ કરનારને જ વળતર મળી શકે છે.

source : jagran

photo Source:google

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત