ચેક ભરતી વખતે ના કરો આવી ભૂલો, નહિં તો તમારી એક ભૂલ તમને બનાવી શકે છે બેન્કિંગ ફ્રોડનો શિકાર

કોરોના કાળમાં બેન્કિંગ ફ્રોડથી થનારા બનાવોમાં ઉછાળો જોવા મળ્યો છે. હવે તો ઘણી ખરી મોબાઈલ કંપનીઓની રિંગટોનમાં પણ આ સંબંધે સાવચેતી આપવામાં આવે છે. ખાતાધારકોને સુરક્ષિત રીતે બેન્કિંગ સુવિધાઓ આપવા માટે ભારતીય બેન્કોએ અનેક પગલાંઓ ભર્યા છે. બેન્ક સમયાંતરે ફ્રોડ પર લગામ કસવા માટે દિશા નિર્દેશ જાહેર કરતી હોય છે. જો કે તેમ છતાં પણ ભેજાબાજ ગુન્હેગારો બેન્કિંગ ફ્રોડ કરવાના અવનવા રસ્તાઓ શોધી જ લેતા હોય છે. બેન્કિંગ સુવિધાઓ ફ્રોડમાં ન પરાવર્તિત થાય તે માટે ચેક બુકની સલામતી જાળવવી પણ ગ્રાહકની જવાબદારી બને છે. ચેકબુકની સુરક્ષા માટે દેશની બીજી સૌથી મોટી નેશનલ બેન્ક PNB (પંજાબ નેશનલ બેન્ક) એ પોતાના ખાતાધારકોને ચેક ફ્રોડથી બચવા માટે અમુક દિશા નિર્દેશો જાહેર કર્યા છે. ખાસ કરીને બેંકે ખાતાધારકોને ચેક ભરતા સમયે અમુક ખાસ બાબતોનું ધ્યાન રાખવાની પણ સલાહ આપી છે. ત્યારે ચાલો જાણીએ શું છે એ દિશા નિર્દેશો..

चेक
image source

ચેક ભરતા સમયે આ વાતોનું રાખો ધ્યાન

માત્ર પર્માનેન્ટ શાહીથી જ ચેક ભરવાનો આગ્રહ રાખવો.

image source

ચેક ડ્રોપ કરવા પહેલા ડ્રોપબોક્સને ચેક કરવું.

ચેક પર ઓવર લેપિંગ હેન્ડરાઈટિંગનો ઉપયોગ ન કરવો.

જુના ચેક જેનો ઉપયોગ કરવામાં આવ્યો ન હોય તેને નષ્ટ કરીને જ ફેંકવા.

પોતાના ચેક પર ખાલી જગ્યા છોડવાથી બચવું.

image source

પોતાના ચેકમાં ભરેલી ડિટેલ્સનો રેકોર્ડ રાખવો.

નવા વર્ષે બદલાઈ જશે ચેક પેમેન્ટનો નિયમ

image source

નોંધનીય છે કે નવા વર્ષની શરૂઆત થતા જ ચેક પેમેન્ટ સાથે જોડાયેલા નિયમોમાં નવો ફેરફાર થનાર છે. બેન્કિંગ ફ્રોડ પર લગામ કસવા માટે ભારતીય રિઝર્વ બેન્ક (આરબીઆઇ) એ એક જાન્યુઆરી 2021 થી ચેકના પોઝિટિવ પે સિસ્ટમ લાગુ કરવાનો નિર્ણય કર્યો છે. આરબીઆઇના ગવર્નર શક્તિકાંત દાસે ઓગસ્ટ મહિનામાં જ આ સંબંધે જાહેરાત કરી હતી.

શું હોય છે પોઝિટિવ પે સિસ્ટમ ?

image source

પોઝિટિવ પે સિસ્ટમ અંતર્ગત કોઈ થર્ડ પાર્ટીને ચેક આપનાર વ્યક્તિએ પોતાની બેન્કને પોતાના ચેકની માહિતી પણ મોકલવી પડશે. આ સિસ્ટમથી 50000 રૂપિયાથી વધુનું ચુકવણું કરનાર ચેકને રી-કન્ફર્મ કરવો પડશે. આ સિસ્ટમ દ્વારા ચેક ક્લિયરન્સની પ્રક્રિયા ઝડપી બનશે. ચેક આપણા વ્યક્તિએ ઇલેક્ટ્રોનિક માધ્યમથી ચેકની તારીખ, લાભાર્થીનું નામ, ચેક લેનાર અને પેમેન્ટની રકમ વિષે બે વખત માહિતી આપવાની રહેશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત