ચીન પર ડિજીટલ સ્ટ્રાઈક: ટિકટોક સહિત 59 ચીની એપ્સ પર રાતોરાત પ્રતિબંધ

સરહદે કેટલાક સમયથી અવળચંડાઈ કરતા ચીન પર આજે ભારત સરકારે ડિજિટલ સ્ટ્રાઈક કરી દીધી છે. આજે ભારતમાં સૌથી વધુ યૂઝર ધરાવતી લોકપ્રિય ચાઇનીઝ એપ્લિકેશન ટિકટોક સહિત સરકારે 59 ચીની એપ્લિકેશનો પર પ્રતિબંધ મૂક્યો છે.

image source

આ ચાઇનીઝ એપ્સના કારણે યૂઝરની અને દેશની સુરક્ષા જોખમાતી હોવાની મળેલી ફરિયાદો બાદ સરકારે આ નિર્ણય કર્યો છે. ટિકટોક સિવાય અન્ય લોકપ્રિય એપ્લિકેશનો કે જેના પર પ્રતિબંધ લાગ્યો છે તેમાં શેર ઇટ, હેલો, યુસી બ્રાઉઝર, લાઇક અને વીચેટ સહિત 59 એપ્લિકેશનો સમાવેશ થાય છે.

સરકારે જારી કરેલા આદેશ મુજબ સરકારે ભારતની સાર્વભૌમત્વ અને અખંડિતતા, ભારતનું સંરક્ષણ, રાજ્યની સુરક્ષાને ધ્યાનમાં રાખી 59 મોબાઇલ એપ્લિકેશનો પર પ્રતિબંધ મૂક્યો છે. ટેકનોલોજી એક્ટ (આઇટી એક્ટ) ની કલમ 69 એ હેઠળ ઇન્ફર્મેશન ટેકનોલોજી એક્ટની જોગવાઈઓ હેઠળ, માહિતી ટેકનોલોજી મંત્રાલય (પ્રોસિઝર એન્ડ સેફગાર્ડસ ફોર બ્લોકિંગ ઓફ એક્સેસ ઓફ ઈંફોરમેશન બાઈ પબ્લિક ) નિયમ 2009 પર જોખમને ધ્યાનમાં રાખીને આ 59 એપ્લિકેશન પર પ્રતિબંધ મુક્યો છે.

image source

સરકારના જણાવ્યા મુજબ, આ 59 એપ્સ પર પ્રતિબંધ મુકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે કારણ કે ઉપલબ્ધ માહિતીને ધ્યાનમાં લેતા સ્પષ્ટ થયું છે કે તે એવી પ્રવૃત્તિઓમાં વ્યસ્ત છે કે જે ભારતની સાર્વભૌમત્વ અને અખંડિતતા, ભારતની રક્ષા, રાજ્યની સુરક્ષા અને લોક વ્યવસ્થા માટે પૂર્વગ્રહરૂપ છે.

સરકાર તરફથી કહેવામાં આવ્યું હતું કે છેલ્લા કેટલાક સમયથી ડેટા સુરક્ષાની બાબતે 130 કરોડ ભારતીયોની પ્રાઈવસીની સુરક્ષાને લગતા પાસાઓ અંગે ચિંતા વધી હતી. તેવામાં તાજેતરમાં સામે આવ્યું કે આ એપ્સ ભારતની સંપ્રભુતા અને સુરક્ષા માટે જોખમી છે.

image source

સરકાર દ્વારા આ એપ્લિકેશન પર મુકાયો છે પ્રતિબંધ

1. TikTok

2. Shareit

3. Kwai

image source

4. UC Browser

5. Baidu map

6. Shein

7. Clash of Kings

8. DU battery saver

image source

9. Helo

10. Likee

11. YouCam makeup

12. Mi Community

image source

13. CM Browers

14. Virus Cleaner

15. APUS Browser

16. ROMWE

17. Club Factory

image source

18. Newsdog

19. Beauty Plus

20. WeChat

21. UC News

22. QQ Mail

23. Weibo

image source

24. Xender

25. QQ Music

26. QQ Newsfeed

27. Bigo Live

28. SelfieCity

29. Mail Master

image source

30. Parallel Space

31. Mi Video Call – Xiaomi

32. WeSync

33. ES File Explorer

34. Viva Video – QU Video Inc

35. Meitu

image source

36. Vigo Video

37. New Video Status

38. DU Recorder

39. Vault- Hide

40. Cache Cleaner DU App studio

image source

41. DU Cleaner

42. DU Browser

43. Hago Play With New Friends

44. Cam Scanner

45. Clean Master – Cheetah Mobile

image source

46. Wonder Camera

47. Photo Wonder

48. QQ Player

49. We Meet

50. Sweet Selfie

51. Baidu Translate

image source

52. Vmate

53. QQ International

54. QQ Security Center

55. QQ Launcher

56. U Video

57. V fly Status Video

image source

58. Mobile Legends

59. DU Privacy

source : aajtak

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત