જાણો આ એપ વિશે જે આપી રહી છે TikTokને ટક્કર, ત્રણ જ દિવસમાં પાંચ લાખથી વધારે લોકોએ કરી લીધી ડાઉનલોડ

ટીકટોકને ટક્કર આપવા હવે આવી ગયું છે ચિંગારી એપ, ત્રણ જ દિવસમાં પાંચ લાખથી વધારે ડાઉનલોડ

image source

છેલ્લા કેટલાક સમયથી ચાઈનાની વસ્તુઓનો વિરોધ આખાય દેશ ભરમાં ચાલી રહ્યો છે, આવા સમયે ચાઈના દ્વારા નિર્મિત એપ ફોનમાંથી દુર કરવાનો એક ટ્રેન્ડ શરુ થયો છે. જો કે આ ઘટનાને વધુ ગતિ તો ત્યારે મળી છે, જ્યારે ચીનની સેનાએ ભારતીય સીમાઓ પર આડોડાઈ શરુ કરી.

image source

જો કે હાલમાં ગલવાન વેલીમાં જે ઘટના ઘટી ત્યાર બાદ આ વિરોધ વધુ ગંભીર રૂપ લઇ રહ્યો છે. આવા સમયે ભારતે ચાઇનીઝ એપ ટીકટોકને પડકારવા ચિંગારી નામની એક નવી એપ પ્લે સ્ટોરમાં મૂકી છે. આ એપને મુકતાની સાથે જ માત્ર ત્રણ દિવસમાં પાંચ લાખ લોકોએ ડાઉનલોડ કરી છે. આ એપની ખાસ વાત એ છે કે, જો તમારો વિડીયો વાયરલ થશે તો તમને કેશ પ્રાઈઝ પણ મળશે.

પ્લે સ્ટોર પર ટ્રેન્ડીંગમાં છે

image source

ટીકટોકનો વિરોધ અત્યારે સૌથી વધારે થઇ રહ્યો છે. જો કે કેટલાક દિવસો પહેલા મિત્રોન નામની એપ સ્વદેશી એપ તરીકે પ્લે સ્ટોરમાં મુકવામાં આવી હતી. પણ આ એપ વધુ સમય ટકી શકી ન હતી, ડાઉનલોડમાં સતત આગળ જઈ રહેલી આ એપને ગુગલ દ્વારા પ્લે સ્ટોરમાંથી હટાવી દેવામાં આવી હતી. જો કે ફરી એકવાર ટીકટોકને ટક્કર આપવા માટે નવી એપ આવી છે આ એપનું નામ છે ચિંગારી. વર્તમાન સમયમાં આ એપ પ્લે સ્ટોર પર ધમાલ મચાવી રહી છે.

ટીકટોકનાં વિકલ્પ તરીકે

image source

જો કે વર્તમાન સમયે બોયકોટ ચાઈના પ્રોડક્ટ નારો ચાલ્યા પછી તો આ એપ વધારે લોકો દ્વારા ડાઉનલોડ કરવામાં આવી રહી છે. પાછળના ત્રણ દિવસમાં એને પાંચ લાખથી વધારે લોકોએ ડાઉનલોડ કરી છે. આ કારણે ગુગલ પ્લે સ્ટોરમાં ચિંગારી એપ્લીકેશન સતત ટ્રેન્ડીંગમાં છે. આ એપના નિર્માતા વિશ્વાત્મા નાયકે જણાવ્યું હતું કે ભારતીયો જ્યારે ટીકટોકનો વિકલ્પ શોધી રહ્યા છે, ત્યારે અમે એમની અપેક્ષાઓ કરતા વધારે આપવાની ઈચ્છા સાથે આ એપ બનાવી છે.

૨૦૧૯માં ડેવલપ કરી દેવાઈ હતી

image source

આ એપ્લીકેશનના ઉપયોગ કરી રહેલા ગ્રાહકોના સંતોષને વ્યક્ત કરવો, એ જ અમારા માટે સૌથી મોટી ખુશી છે. જો કે આ ઓડિયો વિડીયો પ્લેટફોર્મને ૨૦૧૯માં જ ડેવલપ કરી દેવામાં આવ્યો હતો. એમાં નવા વ્યક્તિઓ સાથે ચેટ પણ કરી શકાય છે. વિડીયો પણ અપલોડ કરી શકાય છે. તેમજ વપરાશકર્તા પોતે જ વોટ્સએપ સ્ટેટ્સ, વિડીયો અને ઓડિયો તૈયાર કરી શકે છે. જો કે આ એપની એક બીજી ખાસિયત પણ છે.

નવ ભાષાઓમાં ઉપલબ્ધ છે

image source

આ એપ્લીકેશનમાં મુકવામાં આવેલા વિડીયોમાંથી જેમના વિડીયો વાયરલ થશે એમને પોઈન્ટ મળશે અને આ પોઈન્ટને કેશમાં બદલવાની સુવિધા પણ આપવામાં આવી છે. આ એપ અંગ્રેજી, હિન્દી, તેલુગુ, મરાઠી, બાંગ્લા, પંજાબી, કન્નડ, તમિલ, મલયાલમ ભાષાઓમાં ઉપલબ્ધ છે. તો હવે તમે પણ રાહ શેની જોઈ રહ્યા છો. જો તમે પણ ટીકટોક રસિયા છો અને ભારતીય એપ ઉપયોગ કરવા ઈચ્છો છો, તો ચિંગારી એપ આજમાવી જુઓ.

Source: Sakshisamachar

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત