માછલી પકડવા માટે દરિયામાં ફેંકાયેલી જાળમાં નીકળી આ વસ્તુ, જેની કિંમત છે 230 કરોડ…

માછલી પકડવા માટે દરિયામાં ફેંકાયેલા જાળમાં આ વસ્તુ નીકળી, જેની કિમત આશરે ૨૩૦ કરોડ જેટલી છે

image source

જો નદીમાં તમે માછલી પકડવા માટે જાઓ અને અચાનક મગર જાળમાં ફસાઈ જાય તો? જો કે આહી ઘટના થોડીક અલગ છે. આ ઘટના છે તમિલનાડુ રાજ્યના ચેંગલપટ્ટુ જિલ્લાના મમલ્લાપુરમ વિસ્તારની જ્યાં માછીમારો દરિયાઈ માછલીઓ પકડવા માટે હિંદ મહાસાગરમાં દરિયાઈ માછલી પકડવા માટે ગયા હતા.

image source

જો કે આ માછીમારો દ્વારા માછલી પકડવા અર્થે ફેંકાયેલા જાળામાં અચાનક જ કોઈક ભારે વસ્તુ પકડાઈ ગઈ હતી. આ ભારે વસ્તુ જાળમાં આવતા જ માછીમારોને લાગ્યું હતું કે કોઈક મોટી માછલી પકડાઈ ગઈ છે, તેઓ આ કારણે ખુશ થઇ ગયા હતા. પણ પછી જાણવા મળ્યું કે જાળમાં જે પેકેટ્સનો જથ્થો મળ્યો હતો, એમાં અંદાઝે ૨૩૦ કરોડ રૂપિયાનું નશીલું ડ્રગ્સ હતું.

આ દવાને ક્રિસ્ટલ મેથ કહેવાય છે

image source

જો કે જ્યારે જાળ ખેંચીને બહાર કાઢવામાં આવ્યું તો બધા જ લોકો ચોંકી ગયા હતા. આ જાળમાં ફસાયેલી વસ્તુ કોઈ માછલી નહિ પણ પેકેટ્સ હતા. આ પેકેટ્સ પર અંગ્રેજી અને ચીની ભાષામાં કઈક લખેલું હતું. આ પેકેટ્સની જ્યારે તપાસ કરવામાં આવી તો એમને જાણવા મળ્યું કે આ ચાના પેકેટ્સ હતા જેના પર ચાઇનીઝ ભાષામાં લખેલું હતું. પણ આ પેકેટ્સની વધુ તપાસ કરતા અંદરથી મેથાફેટામાઇન મળી આવ્યું હતું. જે એક પ્રકારની નશીલી દવા છે. આ દવાને ક્રિસ્ટલ મેથ પણ કહેવામાં આવે છે.

કિલોની કિંમત લગભગ 3 કરોડ રૂપિયા

image source

જો કે માછલી પકડવાની કોશિશ કરતા આ માછીમારોને લગભગ 78 કિલો જેટલો ક્રિસ્ટલ મેથ મળ્યો હતો. આ દવાની બજારમાં કિંમત અંદાઝે 230 કરોડ રૂપિયા જેટલી છે. જો કે આ માછીમારોએ મળી આવેલો તમામ ક્રિસ્ટલ મેથ પોલીસને સોંપી દીધો હતો. લીલા પેકેટમાં આ પ્રકારની દવાઓ મળી આવે છે, જેને ચીની ચાના પેકેટ્સ ગણાય છે. જો કે તમિલનાડુના નાર્કોટિક્સ ઇન્ટેલિજન્સ બ્યુરો ક્રાઈમ ઇન્વેસ્ટિગેશન વિભાગના અધિકારીએ આ અંગે જણાવ્યું હતું કે આ ખૂબ જ કિંમતી પ્રકારની ડ્રગ્સ છે. જે ડ્રગ્સની કિલોની કિંમત લગભગ 3 કરોડ રૂપિયા જેટલી છે.

આ ડ્રગનો ઉપયોગ રેવ પાર્ટીઓમાં થાય છે

image source

ઉલ્લેખનીય છે કે આ દવાઓના સ્થળાંતર બાબતે પોલીસને શંકા છે કે આ દવાઓને શ્રીલંકા થઈને મલેશિયા સુધી લઈ જવાની સંભાવનાઓ છે. આ પ્રકારનો મેથ, વાદળી બરફ અને સ્ફટિક તરીકે પણ ઓળખાય છે. આ પ્રકારના ડ્રગનો ઉપયોગ મોટે ભાગે રેવ પાર્ટીઓ દરમિયાન થાય છે. આપને જણાવી દઈએ કે આ પ્રકારના ડ્રગને કારણે શરીરની નર્વસ સિસ્ટમ પર નકારાત્મક અસર થાય છે.

આ ડ્રગ્સનું વેચાણ અને આપ-લે દંડનીય

image source

આવા કેફી દ્રવ્યની આપ-લે અથવા વેચાણ દંડનીય અપરાધ ગણાય છે. જેમાં 20 વર્ષની કેદ અને 2 લાખ રૂપિયા સુધીનો દંડ ભરવો પડી શકે છે અથવા આ બંનેની સજા પણ થઈ શકે છે. જો કે આ ગુનો વારંવાર કરવાથી મોતની સજા પણ આપવામાં આવી શકે છે. હાલમાં જ થોડા અઠવાડિયા પહેલા, તમિલનાડુ રાજ્યના રામાનાથપુરમમાં પોલીસ દ્વારા 11.4 કિલો ડ્રગ્સ અને 1.5 ટન લાલ સેન્ડરો સાથે અમુક લોકોને પકડવામાં આવ્યા હતા. આ બધા જ ડ્રગ લઈને શ્રીલંકા જઈ રહ્યા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત