સોનમ કપૂરે ફોટોશૂટમાં બોલ્ડનેસની તમામ હદ કરી પાર, લોકોએ કરી ટ્રોલ

બોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ફેશનિસ્ટા તરીકે ઓળખાતી સોનમ કપૂર હંમેશાં પોતાના ડ્રેસિંગ સેન્સને કારણે હેડલાઇન્સમાં રહે છે. કેટલીક વાર સોનમને તેના કપડાને કારણે ટ્રોલ પણ કરવામાં આવે છે. આ દરમિયાન સોનમ કપૂરના નવા ફોટોશૂટની તસવીરો ચર્ચામાં છે. આ ફોટોશૂટમાં તેના બોલ્ડ અવતારને જોઈને ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. અભિનેત્રીના ફોટા સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

તેને બોલીવુડની ફેશનિસ્ટા કહેવામાં આવે છે

 

View this post on Instagram

 

A post shared by Sonam K Ahuja (@sonamkapoor)

સોનમ કપૂર એવી અભિનેત્રી છે જે પોતાના લુક સાથે પ્રયોગો કરતી રહે છે. બોલ્ડ ફેશન કોન્ફિડન્સની સાથે કેરી કરવાને કારણે તેને બોલીવુડની ફેશનિસ્ટા કહેવામાં આવે છે. આ વખતે હાર્પર્સ બઝાર ઈન્ડિયા મેગેઝિનના શૂટ પર તેમનો એક લૂક ફરીથી ચર્ચામાં છે. સોનમે ઇન્સ્ટાગ્રામ પર અત્યાર સુધીમાં ચાર લુક પોસ્ટ કર્યા છે, જેમા લેટેસ્ટ લુક પર ટ્રોલ થઈ રહી છે.

તેનો પોઝ આપવાનો અંદાજ પણ ખૂબ જ બોલ્ડ

 

View this post on Instagram

 

A post shared by Sonam K Ahuja (@sonamkapoor)

ખરેખર, સોનમ કપૂરે તાજેતરમાં ‘હાર્પર્સ બજાર ઈન્ડિયા(Harper’s Bazaar India)’ મેગેઝિન માટે ફોટોશૂટ કરાવ્યું છે. સોનમે આ મેગેઝિનના કવર માટે ફોટોશૂટ કરાવ્યું છે, જેની તસવીરો તેણે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરી છે. આ ફોટોશૂટના ફોટામાં તમે જોઈ શકો છો કે તેણે ખૂબ જ બોલ્ડ ડ્રેસ પહેર્યો છે. આ દરમિયાન સોનમે વાઈટ એન્ડ બ્લેક કલરની રેશમી ડ્રેસ અને સાટીન ટ્રાઉઝર પહેર્યું છે. તે જ સમયે, આંખો પર વિચિત્ર પ્રકારના ચશ્મા પહેર્યા છે. આ સાથે તેનો પોઝ આપવાનો અંદાજ પણ ખૂબ જ બોલ્ડ છે.

ટલાક ચાહકોને સોનમનો ડ્રેસ સમજમાં નથી આવી રહ્યો

 

View this post on Instagram

 

A post shared by Sonam K Ahuja (@sonamkapoor)

તમને જણાવી દઇએ કે સોનમનું ફોટોશૂટ આ મેગેઝિનની 12મી વર્ષગાંઠનો એક ખાસ અંક છે. સોનમના લેટેસ્ટ ફોટોને લઈને હવે તેને ટ્રોલ કરવામાં આવી રહી છે. ઇન્ડસ્ટ્રીમાં સોનમના મિત્રો તેના લુકને પસંદ કરી રહ્યા છે, જ્યારે અન્ય લોકોએ ઘણી નેગેટિવ કોમેન્ટ કરી છે. સોશિયલ મીડિયા પર કેટલાક ચાહકોને સોનમનો ડ્રેસ સમજમાં નથી આવી રહ્યો, આખરે તેઓએ શું પહેર્યું છે? તો એક યુઝરે લખ્યું છે કે આ કઈ ડિઝાઈન છે આન્ટી. તો બીજા એક યૂઝર્સે લખ્યું છે કે, શું ગરુડ જેવી બની ગઈ છે. તો શિવાંગી દાંડેકર અને સોનમની કાકી માહીપ કપૂરને તેમનો લૂક ઘણો પસંદ આવ્યો છે. સોનમની તસવીર પણ તેની કઝીન ખુશી કપૂર પણ લાઈક કરી છે. સોનમની આ તસવીરને અત્યાર સુધીમાં ત્રણ લાખથી વધુ લોકો જોઇ ચૂક્યા છે.

સોનમ તેના પરિવારને મિસ કરી રહી છે

 

View this post on Instagram

 

A post shared by Sonam K Ahuja (@sonamkapoor)

સોનમ કપૂર તેના પતિ સાથે લંડનમાં છે. તે લાંબા સમયથી ભારતથી દૂર છે અને તે તેના પરિવારને મિસ કરી રહી છે. તેમની ઘણી પોસ્ટ્સમાં જોવા મળે છે કે તે ભારત આવવા માટે તત્પર છે. લોકડાઉન દરમિયાન સોનમની કુકિંગ પોસ્ટ્સ વાયરલ થઈ હતી. તે છેલ્લા કેટલાક સમયથી તેના ગ્લેમરસ લુકને ઇન્સ્ટાગ્રામ પર શેર કરી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *