ગંગા નદીમાં વહેતા મૃતદેહોની ભયાનક તસવીરો, શેખર સુમન-પરિણીતી ચોપરા સહિતના સેલેબ્સે પોસ્ટ શેર કરીને આપી આ પ્રતિક્રિયા

કોરોના વાયરસે દેશમાં સર્વત્ર કોહરામ મચાવેલો છે. એના કારણે રોજે રોજ હજારોની સંખ્યામાં લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. એવામાં બિહારમાં ગંગા નદીના કિનારે અડધી સળગેલી લાશ જોઈને દરેક વ્યક્તિ વિચલિત થઈ ગયો છે. આ ભયાવહ સ્થિતિ પર શેખર સુમનથી લઈને ઉર્મિલા મારતોડકર જેવા ઘણા કલાકારોએ ચિંતા વ્યક્ત કરી છે.

શેખર સુમને ટ્વીટ કરીને લખ્યું છે કે સંદિગ્ધ કોરોના પીડિતોના 150થી વધુ સળગેલા શબ બિહારમાં ગંગા નદીમાં તરતા મળી આવ્યા છે. આ પ્રલય નથી તો બીજું શું છે? આપને એને લાયક નથી. આ ખૂબ જ ભયાનક છે. ભગવાન પ્લીઝ અમને આ તબાહીથી બચાવી લો”

આ વિશે ઉર્મિલા મારતોડકરે લખ્યું છે કે હું આ અનહદ અંધારાને સવાર કઈ રીતે કહું, હું આ નઝારાની આંધળી તમાશો જોવાવાળી નથી. 100થી વધુ શબ ગંગામાં વહાવી દેવામાં આવ્યા. દુઃખદ, ક્રૂર, અમાનવીય, અવિશ્વશનીય. ઓમ શાંતિ #indiacovidcrisis

image source

દિવ્યેન્દુ શર્માએ ટ્વીટ કર્યું છે કે “શબને ગંગામાં તરતા જોવામાં આવ્યા છે. આ ક્યાંથી ક્યાં આવી ગયા આપણે. આપના મોટાભાગના રાજ્યોની જેમ, હવે બિહાર પણ સંકટના સમયમાંથી પસાર થઈ રહ્યું છે. આપણે આપતકલીન સ્થિતિમાં છે.”

image source

તમને જણાવી દઈએ કે કોરોનાથી મરનારની વધતી સંખ્યાથી સ્થિતિ કંઈક એવી થઈ ગઈ છે કે લોકોના અંતિમ સંસ્કાર માટે એમને સ્મશાન અને કબ્રસ્તાનમાં જગ્યા નથી મળી રહી. એની સૌથી ભયાવહ તસવીર બિહાર યુપી બોર્ડર પર સામે આવી જ્યાં ઘણી લાશો ગંગા નદીના કિનારે વહેતી જોવામાં આવી.

image source

શુ મીડિયામાં કોરોના વાયરસની મોત અને સંક્રમિતના જે આંકડા બતાવવામાં આવી રહ્યા છે એ સાચા છે? આ સવાલ એટલા માટે પુનરાવર્તિત કરવામાં આવી રહ્યો છે કારણ કે બિહારના બસ્તર જિલ્લામાં જે તસવીર સામે આવી છે એ આત્માને ઢંઢોળી નાખે અને માનવતાને શરમસાર કરી મૂકે તેવી છે. આ તસવીર લોકોની મજબૂરીની પીડા પણ વ્યક્ત કરે છે.કોરોના વાયરસની બીજી લહેર ભારત માટે ખૂબ જ ખતરનાક સાબિત થઈ છે. આઝાદ ભારતની આવી દયનિય તસ્વીર ભારતમાં ક્યારેય નથી જોઈ. કોરોના દરમિયાન હોસ્પિટલમાં દર્દીઓ માટે બેડ નથી, સ્મશાન ઘાટ પર શબને બાળવા માટે જગ્યા નથી. સરકારી આંકડામાં મોતની સંખ્યા જે બતાવવામાં આવી એનાથી વિપરીત સ્થિતિ વાસ્તવિક રીતે જોવા મળી રહી છે. એવામાં બિહારના બસ્તરમાં બનેલી આ ઘટના સરકારી આંકડાઓની હકીકત કંઈક હદે છત્તી કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!