કોરોનાની બીજી લહેરમાં આ નવા લક્ષણો દેખાય તો તરત જ કરાવો આ ટેસ્ટ, નહિં તો…

મહામારીને એક વર્ષ થયા બાદ લોકોને કોરોના વાયરસ (Coronavirus)ના મુખ્ય લક્ષણો શું છે તે ખબર પડી ગઈ છે. જોકે થોડા સમય બાદ ફરીથી કોરોના વાયરસની બીજી લહેર ભારતમાં જોવા મળી રહી છે. બીજી લહેરમાં કોરોનાના વાયરસના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. રીસર્ચર સાવચેત રહેવા કહી રહ્યા છે કે કોરોના વાયરસ મહામારીની બીજી લહેર સંક્રમણની રીતમાં ફેરફાર લક્ષણ વધારી રહી છે. દેશમાં કોરોનાની બીજી લહેર કહેર મચાવી રહી છે ત્યારે કોરોનાના લક્ષણો અને તેના તાવમાં પણ ફરક આવ્યો છે. જો તમને પણ આ લક્ષણો છે તો તમે તરત જ ટેસ્ટ કરાવી લો તે જરૂરી છે.દેશમાં કોરોનાની બીજી લહેરનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે તેના લક્ષણોમાં પણ ફરક આવ્યો છે. આ કારણે ક્યારેક લોકો તેને ઓળખવામાં ભૂલ કરી બેસે છે. તમે પણ અહીં આપવામાં આવેલા લક્ષણોને ઓળખો અને જરૂર લાગે તો ટેસ્ટ કરાવીને ઝડપથી સારવાર શરૂ કરો.

આ છે કોરોનાના નવા લક્ષણો

image source

તાવ, ગળું ખરાબ થવું, શરદી થવી, શરીર અને સાંધામાં દુઃખાવો થવો. થાક લાગવો વગેરે કોરોનાના સામાન્ય લક્ષણો છે.પરંતુ હવે કેટલાક દર્દીમાં ડાયરિયા, પેટમાં દર્દ, શરીર તૂટવું, ઉલ્ટી થવી, સ્ટ્રોક અને હાર્ટ એટેકના લક્ષણો પણ જોવા મળી રહ્યા છે.

શું કહે છે એમ્સના ડોક્ટર હુડ્ડા

image source

ડોક્ટર હુડ્ડાનું કહેવું છે કે પહેલી લહેરમાં તાવ, શ્વાસની તકલીફની સાથે અન્ય લક્ષણના દર્દી 5-7 દિવસમાં સાજા થતા હતા અને આ લહેરમાં દર્દીને 10 દિવસ સુધી તાવ રહેતો હતો. પરંતુ હવે આ લક્ષણોમાં ફરક આવી રહ્યો છે. હવે આંખો લાલ થવી એ પણ કોરોનાનું લક્ષણ છે. સામાન્ય રીતે તેને ઇન્ફેક્શન માનીને લોકો ઈગ્નોર કરે છે.

આ તકલીફો પણ હોઈ શકે છે કોરોનાનો સંકેત

નીતી આયોગના સભ્ય વીકે પોલે કહ્યું છે કે ફક્ત માથું દુઃખવું અને શરીર દુઃવું એ પણ કોરોનાનું લક્ષણ હોઈ શકે છે. તે સામાન્ય છે અને જાણકારીના અભાવમાં ગંભીર પરિણામ આપે છે. તો આ લક્ષણોને ઈગ્નોર ન કરો અને સારવાર શરૂ કરો તે જરૂરી છે.

સુગંધ અને સ્વાદ ન આવવા

image source

કોરોના વાયરસના સઔથી અલગ લક્ષણમાં સ્વાદ અને સુગંધ ન આવવાનું મનાય છે. તેને એનોસ્મિયા કહે છે. જે લોકોને સ્વાદ અને સુગંઘ ન આવવાની તકલીફ છે તેમને સાજા થવામાં 6-7 અઠવાડિયાનો સમય લાગે છે.

ગળામાં ખરાશ

image source

ગળામાં બળતરા કે ખરાશ થવી કે સોજો આવવો એ કોરોનાનો સંકેત હોઈ શકે છે. કોરોનાના દર્દીમાં તે સામાન્ય છે. દુનિયામાં 52 ટકા લોકોને કોરોના લક્ષણમાં ગળામાં ખરાશ અનુભવાય છે અને સાથે સામાન્ય બળતરા પણ રહે છે.

નબળાઈ અને થાક લાગવો

image source

કોરોનાની બીજી લહેરમાં કોરોનાના દર્દીને વધારે નબળાઈ અને થાક લાગે છે. જે શરૂઆતના સંકેત છે. તમે તેને વાયરલ ઈન્ફેક્શન સમજવાની ભૂલ ન કરો.

ઠંડી સાથે તાવ આવવો

વધારે ઠંડી લાગવાની સાથે તાવ આવવો તે પણ તમે કોઈ કોરોના સંક્રમિતના સંપર્કમાં આવ્યા હોવાનું સૂચવે છે. કોરોનાની પહેલી લહેરમાં પણ આ લક્ષણ જોવા મળ્યું હતું. આ સાથે માંસપેશીમાં અને શરીરમાં દર્દ પણ સામાન્ય કોરોનાનું લક્ષણ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!