કોરોનાના દર્દીઓમાં ઇન્ફેક્શન ફેલાતા આંખોમાં થાય છે કંઇક ‘આવું’, સુરત શહેર-ગ્રામ્યમાં 50થી વધુને અસર, જાણો અને થઇ જાવો સાવધાન

‘મ્યુકોરમાઇકોસિસ’ એક રેર બીમારી છે અને તે હવે કોવિડના દર્દીઓમાં ફેલાઈ રહી છે. ઓછી રોગપ્રતિકાર શક્તિવાળા કોવિડ દર્દીઓમાં ‘મ્યુકોરમાઇકોસિસ’ નામનું એક ફંગશ ઇન્ફેક્શન ફેલાઈ રહ્યું છે. મ્યુકોરમાઇકોસિસ નવો રોગ નથી, આ રોગ ચેપી પણ નથી તેથી આ
રોગથી ગભરાવાની જરૂર નથી, તેવું અમદાવાદ સિવિલ હોસ્પીટલના સુપ્રીન્ટેન્ડેન્ટ ડૉ. જે.પી. મોદીએ જણાવ્યું હતું. સુરત શહેર સાથે ગ્રામ્યમાં કોરોનાના કેસોમાં નોધપાત્ર રીતે સંક્રમણ મા વધારો થવા સાથે સાથે નાક અને સાઇનસમાં થતું ફંગલ ઇન્ફેક્શન મ્યુકોરમાયકોસીસના કેસમાં પણ ખૂબ જ વધારો થયાનું નોધાયો છે.

image source

સુરત શહેર સાથે ગ્રામ્યમાં કાર્યરત ખાનગી હોસ્પિટલોના કોવીડ સેન્ટરોમાં કોરોનાની સારવાર હેઠળ દાખલ થયેલા 40 વર્ષથી વધુ વયના દર્દીઓ કે જેઓ પહેલાથી ડાયાબિટિસ, કેન્સર, એચ.આઈ.વી, ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટસ ન્યૂટ્રોપેનિયા, લાંબાગાળાનું કોર્ટિકોસ્ટેરોઈડ, સાથે કીડની તકલીફ હોય તેઓની ઇમ્યુનીટી ઓછી હોવાથી તેમને આ જીવલેણ રોગ થઈ રહ્યો છે.

આ ઇન્ફેક્શન મુખ્યત્વે નાકના ઉપરના ભાગે થાય છે

image source

મ્યુકોર્માયકોસિસ મુખ્યત્વે નાકના પોલાણના ઉપરના ભાગમાં થાય છે. તે ધમનીઓ દ્વારા ફેલાતું હોવાથી રક્ત વાહિનીઓને પણ ચેપ લગાડે છે અને ખૂબ જ ઝડપથી ફેલાઈ શકે છે. ત્યારે જે ભાગ શિકાર થયો હોય તે સર્જીકલ ટ્રીટમેન્ટ કરી કાઢી નાખવામાં આવે છે.

મ્યુકોર્માયકોસિસ રોગના મુખ્ય લક્ષણો

image source

નાકમાંથી ખરાબ / દુર્ગંધની ગંધ, શ્વસન સંબંધી સમસ્યાઓ, વારંવાર શરદી, નાક બંધ થઈ જવું, નાકની આસપાસ અથવા અંદર સોજો, નાકનો ભાગ કાળો પડી જવો. ક્યારેક તાવ અને માથાનો દુખાવો પણ થઈ શકે છે.જેમની ઉંમર 40 કરતાં વધુ છે, જેઓ હાલમાં જ કોવિડ-19થી રિકવર થયા છે અથવા જેમને ડાયાબિટિસ અથવા અન્ય કો-મોર્બિડિટી છે તેમને આ ઈન્ફેક્શન થવાનું જોખમ વધારે રહે છે.

સંક્રમણથી બચવાના ધ્યાનમાં લેવા જેવા ઉપાયો

પ્રદૂષણથી પોતાને સુરક્ષિત રાખો, કોરોનાની મહામારીને લઈને N 95 ફેસ માસ્ક અવસ્ય પહેરવાનું કરવું જોઈએ, ઘર બહાર જતી વખતે બુટ, લાંબુ પેન્ટ અને લાંબી સ્લીવના જ કપડા પહેરો, ધૂળના સીધા સંપર્કમાંથી આવતા બચો, સ્કિનમાં ઈજા પહોંચે તો પહેલા સાબુ અને
પાણીથી તેને સાફ કરી લો.

હાલ અનેક લોકો આ રોગનો શિકાર બન્યા

image source

આ અત્યંત જોખમી ફંગલ ઇન્ફેક્શન આખોમાં પ્રવેશે છે. ત્યારે અંધાપો આવી શકે છે. અને 50 %થી વધુ કેસમાં દર્દીનું મૃત્યુ થાય છે. આ નિદાન માટે દર્દીના નાકમાંથી જે પ્રવાહી નીકળે છે તેનું ફંગલ કલ્ચર કરાય છે અને મગજને નાક તથા સાઇનસ અને ફેફસાનો સિટીસ્કેન કરાય છે.

સારવારમાં તાત્કાલિક ધોરણે નાક અને સાયનસનું દૂરબિન વડે ઓપરેશન કરી debridement કરી ફંગસ દૂર કરવામાં આવે છે.

સુરત સહિત આસપાસના 60 લોકોને થયું ઇન્ફેક્શન

ત્યારબાદ બાયોપ્સી તપાસ કરવામાં આવે છે. દર્દીને એન્ટી ફંગલ દવાઓ અપાય છે.ત્યારે ફંગલ ઈન્ફેક્શનના કારણે થતાં મોતનો દર વધતા કોરોનાના બીજા રાઉન્ડ દરમિયાન મ્યુકોરમાયકોસીસ થવાથી સુરત શહેર સાથે ગ્રામ્ય મળી 60થી વધુ લોકોનો ભોગ લેવાયો છે. જયારે કેટલાક લોકો હજુ સારવાર હેઠળ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *