ભારતમાં વિશ્વનો સૌથી મોટો વેક્સિનેશન પ્રોગ્રામનો પહેલો દિવસે રહ્યો કંઇક આવો, જાણો A TO Z માહિતી તમે પણ

કોરોના સામેની લડાઈ હવે સમગ્ર દેશમાં શરૂ થઈ ગઈ છે. ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં કોરોનાની રસી આપવાની કામગીરી શરૂ થઈ ગઈ છે. ભારતમાં આ રસીકરણની શરૂઆત શનિવારથી થઈ હતી. પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સથી રસીકરણ અભિયાનની શરૂઆત કરાવી હતી. તેમને જણાવી દઈએ કે વિશ્વના સૌથી મોટા રસિકરણ અભિયાનમાં પ્રથમ દિવસે લક્ષ્યાંકની તુલનામાં માંડ 60 ટકા લોકોએ જ કોરોના વેક્સિન લગાવી હતી.

image source

જે નિરાશાજનક છે. આ પહેલા સરકારે કહ્યું હતું કે 3,006 સ્થળો પર 3 લાખ 15 હજાર 37 લોકોને વેક્સિન આપવામાં આવશે. જો કે સાંજે સરકારે પત્રકાર પરિષદમાં માહિતી આપી કે વેક્સિનના સ્થળો વધીને 3351 થઈ ગયા હતા, જોકે અહીં 1 લાખ 65 હજાર 714 લોકોએ જ વેક્સિન લગાવી શકાઈ હતી. સાંજના 7:45 મિનિટ સુધી આ ડેટા 1 લાખ 91 હજાર 181 હતા. કોરોના રસીકરણના લક્ષ્યાંક કરતા ઓછા આંકડા સામે આવતા સરકારે કહ્યું કે હજુ ઘણા લોકો રસી લેવામાં સંકોચ અનુભવી રહ્યા છે. જેના કારણે રસીકરણના લક્ષ્યાંકનો આંક પુરો થઈ શક્યો નથી.

એક સ્થળ પર 100 લોકોને વેક્સિન આપવાની યોજના હતી

image source

તો બીજી તરફ સરકારે પ્રથમ દિવસે સાંજના 5:30 વાગ્યા સુધી જે આંકડાકીય માહિતી આપી તે પ્રમાણે વેક્સિન લક્ષ્યાંકની તુલનામાં 53% જ રહી હતી. ત્યારબાદ નવા જાહેર થયેલા આંકડા પ્રમાણે તે આશરે 60 ટકા થઈ ગઈ હતી. તમને જણાવી દઈએ કે એક સ્થળ પર 100 લોકોને વેક્સિન આપવાની યોજના હતી. આ ગણતરી પ્રમાણે 3351 સ્થળો પર પ્રથમ દિવસે 3 લાખ 35 હજાર 100 લોકોને વેક્સિન આપવાની હતી. જો કે લક્ષ્યાંક પુરો થઈ શક્યો નહોતો.

સરકારે એમ પણ જણાવ્યું હતું કે પ્રથમ દિવસે કેટલાક સ્થળો પર બેનિફિશિયરી લિસ્ટ અપડેટ થવામાં વિલંબ થયો છે. તો કેટલીક જગ્યાએ એવુ પણ બન્યું કે જે હેલ્થ વર્કર્સને વેક્સિન આપવામાં આવી તેઓ પ્રથમ દિવસ માટે શિડ્યુઅલ્ડ ન હતા. આ ઉપરાંત ઘણી જગ્યાએ કોરોના વેક્સિન માટે બનાવવામાં આવેલી કોવિન એપમાં પણ ટેકનિકલી ખામી આવી હતી.

વેક્સિનનો બીજો ડોઝ લેવો જરૂરી

image source

તમને જણાવી દઈએ કે પહેલો ડોઝ લીધા બાદ બીજો ડોઝ લેવો અત્યંત જરૂરી છે. આ અંગે નિષ્ણાતોએ જણાવ્યું કે, પહેલો ડોઝ શરીરમાં લોન્ચપેડ તરીકે કામ કરે છે અને ઈમ્યુન રિસ્પોન્સને ગતી આપે છે. જ્યારે બીજો ડોઝ ઈમ્યુન રિસ્પોન્સને વાયરસ સામે લડવામાં મજબૂત બનાવે છે. વેક્સિનનો પહેલો ડોઝ ઈમ્યુનોલોજિકલ રિસ્પોન્સ બનાવે છે જેના કારણે શરીરમાં ત્રણથી ચાર સપ્તાહની વચ્ચે ન્યૂટ્રલાઈઝિંદ એન્ટીબોડિ બનવા લાગે છે.

image source

વેક્સિનનો બીજો ડોઝ શરીરમાં એન્ટીબોડિની સાથે સાથે ટી-સેલ્સ વધારવાનું કામ કરે છે. આ ટી સેલ્સને કિલર સેલ્સ પણ કહેવામાં આવે છે. તે વાઈરલસ પર ઈમ્યુન રિસ્પોન્સ સાથે મળીને કામ કરે છે. તે સિવાય વેક્સિનના બીજા ડોઝથી બમણી સુરક્ષા મળે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત