ગુજરાતમાં કોરોનાનો બોમ્બ ફૂટ્યો, 24 કલાકમાં રેકોર્ડબ્રેક આટલાં બધા કેસ, જાણો એક ક્લિક પર….

કોરોનાની બીજી લહેર દિવસેને દિવસે વધુ ભયાનક બનતી જાય છે. રોજેરોજ નવા આવતા કેસો રેકોર્ડ બ્રેક કરી રહ્યા છે. ત્યારે રાજ્યમાં પહેલીવાર કોરોનાના નવા કેસનો આંકડો 5 હજારને પાર થયો છે અને અત્યાર સુધીમાં આ એક જ દિવસમાં નવા કેસ માટેનો સૌથી ઊંચો આંકડો છે..

image source

તમને જણાવી દઈએ કે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 5011 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 2525 દર્દીએ કોરોનાને હરાવ્યો છે. રાજ્યમાં કુલ 49 દર્દીઓના મોત થયા છે જેમાં સુરત શહેરમાં 15, અમદાવાદ શહેરમાં 14, રાજકોટ શહેરમાં 8, વડોદરા શહેરમાં 4, અમદાવાદ, સુરેન્દ્રનગર, છોટા ઉદેપુર, ગાંધીનગર, ગાંધીનગર શહેર અને સુરત જિલ્લામાં 1-1 દર્દીઓનો સમાવેશ થાય છે.

કોરોનાનો પ્રકોપ એટલી હદે વધ્યો છે કે રાજ્યમાં બે દિવસથી હાઈએસ્ટ મોતનો આંકડો નોંધાઈ રહ્યો છે. આ પહેલા 11 જૂન 2020માં 38 દર્દીના મોત થયા હતા.

કોરોનાને કાબુમાં લેવા માટે રસીકરણ કાર્યક્રમ પણ પુરજોશમાં ચાલી રહ્યો છે. આજે રાજ્યમાં 2, 87, 617 લોકોને રસી આપવામાં આવી છે. અત્યાર સુધી 78, 71, 091 લોકોને રસીનો પહેલો ડોઝ અને 10, 31, 634 લોકોને બીજા ડોઝનું વેક્સિનેશન પૂર્ણ થયું છે. કુલ મળીને 89, 02, 725નું વેક્સિનેશન પૂર્ણ થયું છે.

image source

તમને જણાવી દઈએ કે આજે રાજ્યમાં 60 વર્ષથી વધુ તેમજ 45થી 60 વર્ષની વયના કુલ 2, 34, 272 વ્યક્તિઓને પ્રથમ ડોઝ અને 43, 474 લોકોને બીજા ડોઝનું રસીકરણ કરાયું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એકેય વ્યક્તિને આ રસીના કારણે કોઈ ગંભીર આડઅસર જોવા મળી નથી.

ચિંતાજનક વાત એ છે કે ગુજરાત રાજ્યમાં છેલ્લા 48 દિવસથી નવા દર્દીની સંખ્યા સતત વધી રહી છે અને ડિસ્ચાર્જ થનારા દર્દીની સંખ્યા ઓછી નોંધાઇ રહી છે. અગાઉ 20 ફેબ્રુઆરીએ નવા દર્દી કરતા સાજા થનારની સંખ્યા વધારે હતી.

ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં 3, 42,0 26 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 4,746 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 3, 12,151 દર્દી ડિસ્ચાર્જ થયા છે.

image source

જો એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 25129 એક્ટિવ કેસ છે, જેમાંથી 192 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 24937 દર્દીની હાલત સ્થિર છે.

1 જાન્યુઆરીથી 10 એપ્રિલ સુધી રાજ્યમાં નોંધાયેલાં કેસ, મોત અને ડિસ્ચાર્જના આંકડાઓ

  • તારીખ -પોઝિટિવ કેસ- ડિસ્ચાર્જ- મોત
  • 1 -જાન્યુઆરી -734 -907 -3
  • 2 -જાન્યુઆરી -741 -922 -5
  • 3 -જાન્યુઆરી -715 -938 -4
  • 4 -જાન્યુઆરી -698- 898- 3
  • 5 -જાન્યુઆરી- 655 -868- 4
  • 6 -જાન્યુઆરી -665- 897 -4
  • 7 -જાન્યુઆરી -667 -899 -3
  • 8 -જાન્યુઆરી- 685 -892- 3
  • 9 -જાન્યુઆરી- 675 -851 -5
  • 10- જાન્યુઆરી- 671 -806- 4
  • 11 -જાન્યુઆરી -615 -746 -3
  • 12 -જાન્યુઆરી -602- 855- 3
  • 13 -જાન્યુઆરી -583 -792 -4
  • 14 -જાન્યુઆરી -570 -737 -3
  • 15 -જાન્યુઆરી -535 -738 -3
  • 16 -જાન્યુઆરી -505 -764- 3
  • 17 -જાન્યુઆરી -518 -704 -2
  • 18 -જાન્યુઆરી- 495- 700 -2
  • 19 -જાન્યુઆરી- 485 -709 -2
  • 20 -જાન્યુઆરી -490- 707- 2
  • 21 -જાન્યુઆરી -471 -727 -1
  • 22 -જાન્યુઆરી -451- 700 -2
  • 23 -જાન્યુઆરી -423- 702 -1
  • 24 -જાન્યુઆરી -410- 704 -1
  • 25 -જાન્યુઆરી -390- 707 -3
  • 26 -જાન્યુઆરી -380- 637 -2
  • 27 -જાન્યુઆરી -353 -462 -1
  • 28 -જાન્યુઆરી- 346- 602- 2
  • 29 -જાન્યુઆરી -335- 463 -1
  • 30 -જાન્યુઆરી -323 -441 -2
  • 31 -જાન્યુઆરી -316 -335 -0
  • 1 -ફેબ્રુઆરી -298 -406 -1

    image source
  • 2 -ફેબ્રુઆરી -285 -432 -1
  • 3 -ફેબ્રુઆરી -283 -528 -2
  • 4 -ફેબ્રુઆરી -275 -430 -1
  • 5- ફેબ્રુઆરી -267 -425 -1
  • 6 -ફેબ્રુઆરી -252 -401 -1
  • 7 -ફેબ્રુઆરી -244 -355 -1
  • 8- ફેબ્રુઆરી -232- 450- 1
  • 9 -ફેબ્રુઆરી -234 -353 -1
  • 10- ફેબ્રુઆરી- 255 -495 -0
  • 11 -ફેબ્રુઆરી -285 -302 -2
  • 12 -ફેબ્રુઆરી- 268- 281 -1
  • 13 -ફેબ્રુઆરી -279 -283 -0
  • 14 -ફેબ્રુઆરી -247 -270 -1
  • 15- ફેબ્રુઆરી -249 -280 -0
  • 16- ફેબ્રુઆરી -263 -271 -1
  • 17- ફેબ્રુઆરી -278 -273 -1
  • 18- ફેબ્રુઆરી- 263- 270 -0
  • 19- ફેબ્રુઆરી- 266 -277 -1
  • 20- ફેબ્રુઆરી -258 -270- 0
  • 21- ફેબ્રુઆરી -283 -264 -1
  • 22- ફેબ્રુઆરી -315 -272 -1
  • 23- ફેબ્રુઆરી -348 -294- 0
  • 24- ફેબ્રુઆરી -380- 296 -1
  • 25- ફેબ્રુઆરી -424- 301 -1
  • 26- ફેબ્રુઆરી -460 -315 -0
  • 27- ફેબ્રુઆરી -451 -328 -1
  • 28- ફેબ્રુઆરી- 407- 301 -1
  • 1 -માર્ચ -427 -360 -1

    image source
  • 2 -માર્ચ -454- 361 -0
  • 3 -માર્ચ -475 -358 -1
  • 4 -માર્ચ -480- 369 -0
  • 5 -માર્ચ -515 -405 -1
  • 6 -માર્ચ -571 -403 -1
  • 7 -માર્ચ -575 -459 -1
  • 8 -માર્ચ -555 -482- 1
  • 9 -માર્ચ -581 -453 -2
  • 10- માર્ચ- 675- 484- 0
  • 11 -માર્ચ -710 -451 -0
  • 12 -માર્ચ -715 -495 -2
  • 13 -માર્ચ -775 -579 -2
  • 14 -માર્ચ -810- 586- 2
  • 15 -માર્ચ -890 -594- 1
  • 16 -માર્ચ.- 954 -703 -2
  • 17 -માર્ચ -1122 -775 -3
  • 18 -માર્ચ -1276- 899 -3
  • 19 -માર્ચ -1415 -948 -4
  • 20 -માર્ચ -1565- 969- 6
  • 21 -માર્ચ -1580- 989 -7
  • 22- માર્ચ- 1640- 1110 -4
  • 23 -માર્ચ -1730- 1255 -4
  • 24 -માર્ચ -1790- 1277 -8
  • 25 -માર્ચ -1961 -1405 -7
  • 26 -માર્ચ -2190 -1422 -6
  • 27 -માર્ચ -2276 -1534 -5
  • 28 -માર્ચ -2270- 1605- 8
  • 29 -માર્ચ -2252- 1731 -8
  • 30 -માર્ચ -2220- 1988 -10
  • 31 -માર્ચ -2360 -2004 -9
  • 1 -એપ્રિલ -2410- 2015 -9
  • 2- એપ્રિલ- 2640- 2066- 11
  • 3 –એપ્રિલ- 2815- 2063 -13
  • 4 -એપ્રિલ. -2875- 2024 -14
  • 5 -એપ્રિલ -3160 -2018 -15
  • 6 -એપ્રિલ. -3280- 2167 -17
  • 7 -એપ્રિલ -3575 -2217 -22
  • 8 -એપ્રિલ -4021- 2197- 35
  • 9 -એપ્રિલ. -4541 -2280- 42
  • 10- એપ્રિલ -5011 -2525 -49
  • કુલ આંક.- 96988 -81258- 440

રાજ્યમાં કુલ 3,42,026 કેસ અને 4,746 દર્દીના મોત અને 3,12,151 ડિસ્ચાર્જ

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!