કોરોનાની રસીના વિતરણમાં વાયુસેનાને સોંપાઈ મહત્વની જવાબદારી, દેશના ખૂણે ખૂણે વેક્સિન પહોંચાડવા વાયુસેનાનો રોડમેપ તૈયાર

કોરોના વાયરસનું સંક્રમણ ફરીવાર વધવા લાગ્યું છે તેવામાં હવે દેશવાસીઓને કોરોનાની રસીને લઈને આશા જાગી છે. વૈશ્વિક ફલક પર કેટલીક રસીના ટ્રાયલ સફળ રહ્યા છે આ ઉપરાંત ભારતમાં પણ જે રસી પર કામ ચાલી રહ્યું છે તેમાં પણ અત્યાર સુધીમાં પોઝિટિવ પરીણામો જોવા મળ્યા છે. દેશમાં જે ત્રણ કંપનીઓ રસી પર કામ કરી રહી છે તેની ખાસ મુલાકાત વડાપ્રધાન મોદી પણ લઈ ચુક્યા છે અને રસીના સંશોધનની પ્રગતિ વિશે જાણકારી મેળવી હતી.

image source

આ સાથે જ હવે સરકાર પણ સંકેત આપી ચુકી છે કે રસી કોઈપણ સમયે ભારતને મળી શકે છે. તેવામાં સરકારે દેશમાં મોટાપાયે રસીકરણ કરવાની તૈયારીઓ શરુ કરી દીધી છે. જાણવા એમ પણ મળે છે કે આ રસીકરણ અભિયાનમાં ભારતીય વાયુ સેનાની મહત્વની ભૂમિકા હશે. આ ભૂમિકા સારી રીતે નિભાવવા માટે વાયુસેનાએ તૈયારીઓ પણ શરુ કરી દીધી છે.

image source

જાણવા મળ્યાનુસાર વાયુસેના પર જવાબદારી હશે કે તે કોરોનાની રસી દેશભરમાં પહોંચતી કરે. વાયુસેના દૂર દૂરના વિસ્તારોમાં રસી પહોંચાડવાની જવાબદારી પુરી કરવા પ્લાનિંગ પણ શરુ કરી ચુકી છે. સૂત્રોના જણાવ્યાનુસાર વાયુસેનાની હેડ ઓફિસ ખાતે રસીકરણ અભિયાનની પૂર્વ તૈયારીઓ શરુ થઈ ચુકી છે.

image source

સરકાર તરફથી આદેશ મળવાની સાથે જ વાયુસેના તેના પ્લાન પર અમલવારી શરુ કરી દેશે. વાયુસેનાના પ્લાનમાં વેકસીનનું વિતરણ, તેના કેન્દ્રો અને છેલ્લી ઘડીએ ડિલિવરી કરવી પડે તે માટેની તમામ વ્યવસ્થા પર કામ શરુ કરી દેવામાં આવ્યું છે.

image source

અત્રે ઉલ્લેખનીય છે કે દેશમાં કોઈપણ પ્રકારની આપાતકાલીન સ્થિતિ સર્જાય છે ત્યારે વાયુસેના મહત્વની ભૂમિકા ભજવે છે. વાસુસેના આ અગાઉ પણ વેકસીન વિતરણમાં મહત્વની ભૂમિકા ભજવી ચુકી છે. 2 વર્ષ પહેલા મીસલ્સ અને રુબેલા વેકસીન પણ લોકો સુધી પહોંચાડવાની વ્યવસ્થામાં વાસુસેના એ મહત્વની ભૂમિકા ભજવી હતી. આ સિવાય જ્યારે નોટબંધી આવી હતી ત્યારે પણ વાયુસેનાએ દેશભરની બેન્કો સુધી કરન્સી પહોંચાડવાનું કામ કર્યું હતું. આ સિવાય ચુંટણી સમયે સેનાએ ઈવીએમ મશીન અને કર્મચારીઓને પણ પહોંચાડવાનું કામ પાર પાડ્યું હતું.

image source

ત્યારે હવે દેશ પર કોરોનાની આફત આવી પડી છે ત્યારે પણ વાયુસેના સી-17 ગ્બોબમાસ્ટર, સી-136જે સુપર હરક્યૂલિસ અને આઈએલ-76 રસીનું વિતરણ દેશભરમાં કરવા તૈનાત રહેશે. રસી વિતરણ અંગે જાણવા મળ્યાનુસાર આ મામલે રક્ષા મંત્રાલય, ગૃહ મંત્રાલય, સ્વાસ્થ્ય મંત્રાલય અને વાયુસેનાના અધિકારીઓની એક ટીમ બનશે. જે 24 કલાક રસીની ડિલીવરી પર નજર રાખશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત