કોરોના પોઝિટિવ-નેગેટિવ વચ્ચે આ મહિલાની બે વખત દફનવિધિ કરવામાં આવી, કેસ સાંભળી ચોંકી જશો

હાલમાં કોરોનાના કેસ કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે અને લોકોના મોત પણ થઈ રહ્યા છે. ત્યારે કાલે જ એક ખરાબ સમાચાર સામે આવ્યા છે કે ભારતમાં કોરોના કેસનો આંકડો 1 કરોડને પાર થઈ ચૂક્યો છે અને ભારત વિશ્વમાં બીજા નંબરે આવી ગયો છે.

image source

પણ હાલમાં એક અનોખા કેસની જ વાત કરવી છે. કે જે સાંભળીને તમારુ પણ કાળજુ કંપી ઉઠશે. કોરોના પોઝિટિવ અને નેગેટીવના ચક્કરમાં એક મહિલાની બે વખત દફનવિધિ કરવામાં આવી. આ ઘટના નાસિકના મનમાડની છે.

image source

મળતી વિગત પ્રમાણે જો વાત કરીએ તો એક મહિલાને અંતિમ ઈચ્છા પ્રમાણે તેના પતિની બિલકુલ નજીક દફનાવવા તેના દિકરાને આશરે પોણા ત્રણ મહિના સુધી સરકારી કાર્યાલયના આટા મારવા પડ્યા અને અધિકારીઓને વિનંતી કરવી પડી હતી. મૃતક મહિલાએ પતિની બાજુમાં દફનાવવામાં આવે તેવી દિકરા સમક્ષ અંતિમ ઈચ્છા વ્યક્ત કરી હતી. જો મળતી માહિતી પ્રમાણે આ સમગ્ર કેસની વાત કરવામાં આવે તો મનમાડના ડમરા મલા વિસ્તારની રહેવાસી મંજૂલતા વસંત ક્ષીરસાગર (76)નું 21 સપ્ટેમ્બરના રોજ અવસાન થયુ હતું. ડોક્ટરે મૃત્યુનું કારણ હૃદયની બીમારી અને ન્યુમોનિયા દર્શાવ્યુ હતું.

image source

પણ સરકારી તંત્રને માનવામાં ન આવ્યું અને વહિવટીતંત્રએ કોરોનાની શક્યતાને લીધે મૃતદેહને RT-PCR ટેસ્ટ કરાવ્યો. સંક્રમણનું જોખમ જોતા પ્રશાસને રિપોર્ટ આવે તે અગાઉ જ મંજુલતાના પાર્થિવ દેહને ક્રિશ્ચિયન રીત-રીવાજ પ્રમાણે માલેગાંવના એક કબ્રસ્તાનમાં દફનાવી દીધો. 22 સપ્ટેમ્બરના રોજ જ્યારે મંજુલતાનો રિપોર્ટ નેગેટીવ આવ્યો તો તેના દિકરા સુહાસે પ્રશાસન સમક્ષ પ્રથમ વખત માતાના મૃતદેહને કબરમાંથી કાઢવા વિનંતી કરી હતી અને કહ્યું કે આ કારણ છે.

image source

જો સુહાસ વિશે વાત કરવામાં આવે તો સુહાસ મનમાડમાં નાગરી સુવિધા કેન્દ્ર પર કામ કરે છે. માતાના મૃત્યુ બાદ તેમની અંતિમ ઈચ્છા પૂરી કરવા માટે સતત સંઘર્ષ કરવો પડ્યો હતો. અને એ સંઘર્ષની હાલમાં ચારેકોર ચર્ચા કરવામાં આવી રહી છે. સુહાસે પહેલા માલેગાંવ નગર નિગમના કમિશ્નરને પત્ર લખ્યો, પણ કોઈ જ પ્રતિભાવ મળ્યો નહીં. ત્યારબાદ સુહાસ સતત નગર નિગમની મુલાકાત લેતો રહ્યો. આશરે 64 દિવસ બાદ એટલે કે 23 ડિસેમ્બરના રોજ તેને નિગમ તરફથી NOC મળ્યું. કારણ કે જો મૃતદેહને બહાર કાઢવો હોય તો નિગમ તરફથી NOC મેળવવું ખુબ જ જરૂરી હતું અને આખરે સુહાસને મળી પણ ગયું. પણ NOC તો પહેલો તબક્કામાં હતો

આટલું કર્યું પછી સુહાસે માલેગાંવના અધિકારી તરફથી મંજૂરી મેળવવી જરૂરી હતી. 25 નવેમ્બરના રોજ સુહાસે અધિકારીને અરજી લખી. તેના 19 દિવસ બાદ માલેગાંવના તહસીલદારને અરજી લખી. તેના 19 દિવસ બાદ માલેગાવના અધિકારીએ માલેગાવમાં દફન કરવામાં આવેલા મૃતદેહને મનમાડ લઈ જવા મંજૂરી આપી. હજુ પણ સુહાસનો રસ્તો ક્લિયર નહોતો થયો. તેને રૂપિયા 100ના બોન્ડ પર નિયમ અને શરતોનું પાલન કરવા સોગંદનામુ, નગર નિગમના NOC, માલેગાંવ કેંપના ચર્ચથી મૃતદેહ લઈ જવા માટે NOC, મનમાડ ક્રિશ્ચિયન મિશનની NOC તથા મેડિકલ સર્ટીફિકેટ જેવા અનેક દસ્તાવેજ જમા કરાવવા પડ્યા હતા.

image source

જો આટલું કર્યા પછીની વાત કરીએ તો ત્યારબાદ માલેગાંવના તાલુકા અધિકારીના આદેશ પ્રમાણે મૃતદેહને માલેગાંવ દંડાધિકારીના પ્રતિનિધિ એસપી વિધાતે સહિત અને અધિકારીઓ અને પરિજનોની ઉપસ્થિતિમાં 17 ડિસેમ્બરની સવારે 8 વાગે દફનાવવામાં આવ્યો. મંજૂલતાને તેમની ઈચ્છા પ્રમાણે પતિની બાજુમાં સંપૂર્ણ રિવાજ સાથે દફનાવવામાં આવ્યા. સુહાસે આ સમગ્ર કેસ વિશે વાત કરતાં કહ્યું કે કોરોના કાળ ખૂબ જ મુશ્કેલ હતો. માતાની અંતિમ ઈચ્છા હોવા છતા સરકારના આદેશ સમક્ષ તે નિસહાય હતો. કોરોના રિપોર્ટ નેગેટીવ આવ્યા બાદથી અમારો સંઘર્ષ શરૂ થયો.

સુહાસે આગળ વાત કરતાં કહ્યું કે, વહિવટી અધિકારીઓ તથા ધર્મગુરુઓની મદદ લીધી. માતાની વિદાયથી દુખી છું પણ તેમની અંતિમ ઈચ્છા પૂરી કરી તે બદલ સંતોષ મળ્યો. માલેગાવના તાલુકા અધિકારી ચંદ્રજીત રાજપૂતે કહ્યું કે સુહાસની અરજી મળ્યા બાદ વરિષ્ઠ અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી. મૃતદેહ લઈ જવાની માંગ પાછળ માતા અને દિકરાના લાગણીસભર સંબંધ હતા. માટે અમે આ બાબતને લઈ ગંભીરતાથી કામ કર્યું. પોતાના સંઘર્ષ વિશે વાત કરતાં આગળ કહે છે કે અનેક વિભાગના લોકોને પત્ર લખી મંજૂરી લીધી. છેવટે દિકરાએ તેની માતાની અંતિમ ઈચ્છા પૂરી શક્યો. ત્યારે હવે સુહાસની આ કહાની ચારેકોર ફેલાઈ રહી છે અને લોકો સરકારી તંત્ર પર પણ ફિટકાર વરસાવી રહ્યા છે.

image source

જો ભારતમાં કોરોના સંક્રમિતોની વાત કરીએ તો આંકડો 1 કરોડનો પાર થઈ ગયો છે. દેશમાં કોરોનાનો કહેર પહેલા કરતાં ઓછો થયો છે પણ હજુ અટક્યો નથી. દેશમાં બ્રાઝિલ, જર્મની, રશિયા, બ્રિટનથી વધારે કેસ આવી રહ્યા છે. દેશમાં કોરોનાના દર્દીઓના સ્વસ્થ થવાની ઝડપ પણ ઘણી વધારે છે. અત્યારસુધીમાં 95.41% એટલે કે 95 લાખથી વધુ લોકો રિકવર થઈ ચૂક્યા છે. 3.05 લાખ દર્દી એવા છે, જેનો ઈલાજ ચાલી રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં છેલ્લા 24 કલાકમાં 25,153 નવા કોરોના કેસ આવ્યા હતા. આ સાથે દેશમાં સંક્રમિતોની સંખ્યા 1 કરોડને પાર થઈ ગઈ છે. દેશમાં 95,50,712 લોકો કોરોના સામે જંગ જીતી ગયા છે અને 3,08,751 હાલ એક્ટિવ કેસ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત