અમદાવાદીઓ ખાસ ધ્યાન રાખજો, માસ્ક ન પહેરનાર અને જાહેરમાં થૂંકનારને હવે 200 રૂપિયા નહિં, પણ થશે આટલા રૂપિયા દંડ

અમદાવાદ શહેરમાં માસ્ક ન પહેરનાર અને જાહેરમાં થૂંકનારને દંડ, જે ગલેથી પાન-માવો ખાઈને થૂંકશે તે ગલ્લાવાળાને પણ દંડ, જાણો કેટલો વસુલાશે દંડ.

આખો દેશ લગભગ છેલ્લા 4 મહિનાથી કોરોના વાયરસ જેવી જીવલેણ બીમારી સામે લડી રહ્યો છે. કોરોના વાયરસની હજી સુધી ન કોઈ વેકસીન શોધાઈ છે ન તો પછી દવા. હવે એવામાં પોતાની જાતને કોરોના સામે બચાવવાના પ્રયત્ન લોકો એ જાતે જ કરવા પડશે.

image source

થોડી સાવચેતી તમને કોરોના વાયરસથી બચાવી શકે છે એવું આપણે સૌ જાણતા હોવા છતાં હજી પણ ઘણા નબીરાઓ ઘર બહાર માસ્ક વગર નીકળી પડે છે. માસ્ક પહેરીને નીકળવાની લાખ વિનંતી કર્યા પછી પણ જ્યારે અમુક લોકો સુધરવાનું નામ નથી લેતા ત્યારે હવે અમદાવાદ શહેરમાં જાહેરમાં માસ્ક ન પહેરનાર વ્યક્તિઓ અને થૂંકનાર વ્યક્તિઓ પાસેથી વસુલાતી દંડની રકમ રૂ.200થી વધારીને રૂ. 500 કરવામાં આવીછે.

image source

આ ઉપરાંત હવેથી જે પાનના ગલ્લા પાસે ગ્રાહકો થૂંકતા જોવા મળશે તે ગલ્લાના માલિક પાસેથી મ્યુનિસિપાલ કોર્પોરેશન રૂ.10,000ની રકમનો તાત્કાલિક દંડ વસૂલ કરશે.

રાજ્યના અધિક મુખ્યસચિવ ડો. રાજીવ ગુપ્તા અને મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં શહેરના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરો – અધિકારીઓ સાથેની રિવ્યુ બેઠક મળી હતી અને આ બેઠકમાં આ દંડ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયનો તાત્કાલિક ધોરણે અમલ શરૂ કરાયો છે.

image source

માસ્ક ન પહેરવા બદલ ગુજરાત સરકાર વસુલ છે સૌથી ઓછો દંડ,

ગુજરાત રાજ્યમાં કોરોના સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો છે.દિવસે ને દિવસે સ્થિતિ વધુ કફોડી બનતી જાય છે. આવા સમયે સરકાર તેમજ પોલીસ તંત્ર દ્વારા વારંવાર કહેવા છતા હજુ પણ અમુક એવા લોકો છે જે બહાર નીકળતી વખતે માસ્ક નથી પહેરતા.

image source

જેના કારણે કોરોના વાયરસનો ચેપ વધી જવાનું જોખમ રહેલું છે. જેને કારણે અમદાવાદ હોસ્પિટલ્સ એન્ડ નર્સિંગ હોમ્સ એસોસિયેશને સરકારને માસ્ક ન પહેરવા પર લેવામાં આવતા દંડમાં વધારો કરવાની અપીલ કરી હતી.

તમને જણાવી દઈએ કે સમગ્ર દેશમાં માસ્ક ન પહેરવા પર સૌથી ઓછો 200 રૂપિયા દંડ ગુજરાતમાં વસૂલાય છે. હાલ અમદાવાદમાં દર મિનિટે આશરે 100થી વધુ લોકો માસ્ક પહેર્યા વગર નીકળે છે અને એમની પાસે દંડ વસુલાય છે.

image source

અમુક રાજ્યોમાં 500થી 1000 રૂપિયા સુધીનો દંડ વસૂલાય છે

માસ્ક ન પહેવા બદલ દંડની રકમ આખા દેશમાં સૌથી ઓછી ગુજરાતમાં જ લેવામાં આવે છે. બીજી બાજુ તામિલનાડુમાં માસ્ક ન પહેરવા બદલ સૌથી વધુ 10,000 રૂપિયા દંડ વસૂલવામાં આવે છે. એ પછી બીજા નંબર પર આવે છે મહારાષ્ટ્ર. ત્યાં 1000 રૂપિયાનો દંડ વસૂલવામાં આવે છે.

image source

દિલ્હી, ઓડિશા તેમજ પંજાબમાં પણ 500થી 1000 રૂપિયા સુધીનો દંડ લેવામાં આવે છે. પણ હવેથી રાજ્યમાં અને એમાંય ખાસ કરીને અમદાવાદમાં હવે રાજ્ય સરકારે માસ્ક ન પહેરનાર વ્યક્તિ માટેના દંડની રકમમાં વધારો કર્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત