કોઇ નથી જઇ શક્યુ પોતાના દાદીના અંતિમ સંસ્કારમાં, તો કોઇને પડે છે આવી અનેક ઘણી તકલીફો, વાંચો કોરોના વોરીયર્સ કેવી પરિસ્થિતિમાં કરે છે દેશની સેવા

કોરોના વોરીયર્સ:કોઈ બીમાર દીકરીની સંભાળ બીજાઓને સોપી છે તો કોઈ પોતાના દાદીના અંતિમ સંસ્કારમાં નથી પહોચી શક્યું.

દિલમાં જ રહી ગઈ દાદીને છેલ્લીવાર જોવાની ઈચ્છા.:

મોહિની પાઠક, નર્સ, જીલ્લા હોસ્પિટલ, કાનપુર દેહાત.

image source

નર્સ મોહિની પાઠક, એક વર્ષ પહેલા નર્સ બન્યા મોહિનીના મેરેજ ત્યારે થયા જયારે કોરોના ભારતમાં પોતના પગ પસારવાનું શરુ કર્યું હતું. મેરેજના ૧૫ દિવસ પછી તેમણે કાનપુર સ્થિત સાસરેથી ૪૦ કિલોમીટર દુર હોસ્પીટલમાં ફરીથી ડ્યુટી જોઈન કરી. રોજ અપડાઉન કરી રહ્યા હતા કે, ૨૨ માર્ચથી તેમની ડ્યુટી જીલ્લા હોસ્પીટલમાં બનેલ આઈસોલેશન વોર્ડમાં ગોઠવવામાં આવી. બે દિવસ પછી ૨૪ માર્ચના કાનપુર સ્થિત દાદીના મૃત્યુના સમાચાર ઘરના સભ્યોએ તેમને આપ્યા. તેઓ આંસુ સારવા સિવાય કઈજ ના કરી શક્ય. દાદીને છેલ્લીવાર જોવાની ઈચ્છા દિલમાં જ રહી ગઈ. મોહિની કહે છે કે, ઘરના સભ્યો જયારે પણ વાત કરે છે તો સાવધાની રાખવાની સલાહ આપે છે, પરંતુ દર્દીઓની સેવા સૌથી પહેલા.

કોરોનામાં ડ્યુટી જોઈન કરવા માટે ચલાવી ૮૭૦ કિલોમીટર કાર.

ડૉ.શ્રેયા શ્રીવાસ્તવ, ડોક્ટર, સીએચસી, છપરૌલી, બડૌત.

આ વાત છે, મિર્ઝાપુર પચપેડવા, પોસ્ટ ગોરખનાથ જીલ્લા ગોરખનાથની દીકરી ડૉ.શ્રેયા શ્રીવાસ્તવની. તેમની નિયુક્તિ ૨૬ માર્ચના ફીઝીશીયન તરીકે સામુહિક સ્વાસ્થ્ય કેન્દ્ર છપરૌલીમાં થઈ. નિયુક્તિના એક અઠવાડિયાની અંદર ડોકટરે જોઈન કરવાનું હોય છે. તેઓ જણાવે છે કે, સવારે સાડા ત્રણ વાગ્યે તેઓ ઘરની ગાડી લઈને પોતાના કાકાની સાથે નીકળ્યા. મુસાફરી દરમિયાન લોકડાઉનના લીધે કોઈ ઢાબાકે દુકાન કે પછી ખાવાની કોઇપણ વસ્તુ મળી નહી. ૮૭૦ કિલોમીટરની આ મુસાફરી જિંદગીભર યાદ રહેશે.

image source

ત્રણ મહિનાની દીકરીને પરિવારને સોપીને પોતાની ફરજ નિભાવી રહી છે.

ડૉ. રેશું, સીએચસી, ભોપાલ, મુઝ્ઝફરનગર.

ડૉ.રેશું રાજપૂત પોતાની ત્રણ મહિનાની દીકરીને પરિવારને સોપીને પોતાની ડ્યુટી કરી રહી છે. જયારે તેઓ ડ્યુટી પણ હોય છે તો પરિવારના સભ્યો દીકરીનું ધ્યાન રાખે છે. ડૉ.રેશું કહે છે કે, તેઓ દેશ અને દેશના નાગરિકો માટે એકપણ પગલું પાછળ નહી હટાવે. સાંજે જયારે ઘરે જાય છે તો ખુબ સતર્કતા રાખે છે. તેમને હોસ્પિટલ અને અન્ય ક્ષેત્રોમાં રહીને ડ્યુટી કરવાની હોય છે. આવામાં સંક્રમિત થવાનો ખતરો રહે છે. પોતાને અને પરિવારના સભ્યોને તેનાથી બચાવવું પડકારજનક છે. કોરોના વાયરસથી બચવા માટે લોકોએ પોતાના ઘરમાં જ રહેવું જોઈએ.