શહેરમાં વિદ્યાર્થીઓને રહેવામાં પડતી તકલીફ જોઈને શરૂ કર્યું સ્ટાર્ટઅપ, કરોડોનું છે ટર્ન ઓવર

આપણા ગુજરાતમાં કહેવત છે ને શહેરમાં રોટલો મળે પણ ઓટલો ન મળે, આવી જ કઈક સમસ્યાનો સામનો ગામડેથી શહેરમાં આવતા વિદ્યાર્થીઓ કે જોબ માટે આવતા યુવક યુવતીઓને કરવો પડે છે. ગામડેથી આવતા દરેક યુવકો સૌથી પહેલા રહેવા માટે પીજી ની શોધ કરતા હોય છે. કારણે કે જોબ તો મળી જાય પરંતુ રહેવા અને જમવાની સારી વ્યવસ્થા જણાણ્યા શહેરમાં કરવી સહેલી નથી હોતી. આથી આવી સમસ્યાનો સામનો કરી રહેલા યુવકો માટે દિલ્હીના રહેવાસી સની ગર્ગે એક સ્ટાર્ટ અપની શરૂઆત કરી.

18 વર્ષની ઉંમરે જ ‘યોરશેલ’ નામથી એક સ્ટાર્ટઅપ શરૂ કર્યું

image source

આ અંગે સની ગર્ગ કહ્યું કે તેમણે ગ્રેજ્યુએશન સેકન્ડ યરમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સમસ્યાને જોઈ અને સમજ્યા. આ વાત છે વર્ષ 2018ની જ્યાંરે તેમણે માત્ર 18 વર્ષની ઉંમરે જ ‘યોરશેલ’ નામથી એક સ્ટાર્ટઅપ શરૂ કર્યું હતું. જ્યાંરે તેઓ વિદ્યાર્થીઓને એક વ્યવસ્થિત PGની સુવિધા ઉપલબ્ધ કરાવતા હતા. તમને જાણીને નવાઈ લાગશે કે માત્ર ત્રણ વર્ષમાં જ તેમની કંપનીનું ટર્નઓવર 20 કરોડ પાર પહોંચી ગયું હતું. નોંધનિય છે કે કોરોનાની શરૂઆત થઈ તે અગાઉ નવેમ્બર 2019માં આ સેક્ટરમાં કામ કરનારી એક મોટી કંપની સ્ટેન્જા લિવિંગે તેમની આ કંપનીને ખરીદી લીધી. તેનાથી જે નાણાં મળ્યા તેનાથી લોકડાઉન સમયે વર્ષ 2020માં સનીએ તેની મિત્ર શેફાલી જૈન સાથે મળી એક નવું સ્ટાર્ટઅપ ‘ AE સર્કિલ’ની શરૂઆત કરી. આજે તેઓ સ્ટાર્ટઅપ શરૂ કરનારની મદદ કરે છે. તેમણે જોયેલી તકલીફો બીજાને ન પડે તે માટે તેઓ કાર્યકરી રહ્યા છે.

મોટા શહેરમાં PG શોધવુ એટલું સહેલુ નથી

image source

તેમણે શરૂ કરેલા સ્ટાર્ટ અપ અંગે સનીએ કહ્યું કે ‘સ્ટાર્ટઅપનો અર્થ છે કે એક સમસ્યાને ઓળખવી, તેનો ઉકેલ મેળવવો અને તેને મોનેટાઈઝ કરવી. તેમણે આગળ ઉમેર્યું કે મે કોલેજમાં અનેક લોકોને તેમની તકલીફ પૂછી તો એક સામાન્ય સમસ્યા સામે આવી અને તે હતી PG ની. જ્યારે કોઈ બહારની વ્યક્તિ દિલ્હી યુનિવર્સિટી આવે છે તો તેને સૌથી પહેલી સમસ્યા શહેરમાં રહેવા માટેની હોય છે અને આવડા મોટા શહેરમાં PG શોધવુ એટલું સહેલુ નથી હોતું. આવા અજાણ્યા શહેરમાં લોકોને રહેવાની વ્યવસ્થા કરવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

કેટલાક PG સાથે ટાઈ અપ કર્યું

image source

આવી મુશ્કેલી જોઈને સની વિચાર આવ્યો કે આ સમસ્યાનું સમાધાન કરવું જાઈએ. પરંતુ તકલીફ એ હતી કે તે સમયે એડમિશન સિઝનમાં ફક્ત 15 દિવસ બચ્યા હતા. તેમણે આગળ ઉમેર્યું કે હું જો એપ, વેબસાઈટ તૈયાર કરવામાં સમય બગાડુ તો આ તક મારા હાથમાંથી જતી રહે તેમ હતી. જેથી મે સમય બગાડ્યા વગર તેમણે કેટલાક મિત્રોની મદદ લીધી અને કેટલાક ઈન્ટર્ન હાયર કર્યાં. ત્યારબાદ કેટલાક PG સાથે ટાઈ અપ કર્યું તથા કેટલાક પોસ્ટર્સ છપાવી તમામ કોલેજની બહાર લગાવડાવ્યા. જેથી કરીને અહિ આવતા વિદ્યાર્થીઓ પોસ્ટર્સના માધ્યમથી અમારો સંપર્ક કરી શકે.

લગભગ 300 જેટલા લોકોને PG અપાવ્યું

image source

તેમણે આગળ જણાવતા કહ્યું કે અમારી ટીમે નક્કી કર્યું હતું કે અમે વિદ્યાર્થીઓના એડમિશનમાં મદદ કરશું પછી તે આપમેળે જ પૂછશે કે PG ક્યાં લેવુ યોગ્ય છે. આ અંગે તેમણે 20થી 25 દિવસ સુધી પ્લાન તૈયાર કર્યો હતો, આ સમય દરમિયાન તેમણે 2500થી વધારે વિદ્યાર્થીઓની મદદ કરી. જેના પરિણામે લગભગ 300 જેટલા લોકોને PG અપાવ્યું. તમને જાણીને નવાઈ લાગશે કે આ 20 દિવસમાં તેમને ચોખ્ખો નફો રૂપિયા 7.5 લાખ થયો હતો. નફો તો મળ્યો પરંતુ તેની સાથે સાથે ટિકાઓ પણ મળી. કારણ કે જે લોકોને પીજી અપાવ્યા હતા તેઓએ કહ્યું કે પીજીમાં જે સવલતો આપવાની વાત પહેલા કરવામાં આવી હતી તે મળી નહોતી.

લોકોને યોગ્ય સુવિધા ન મળતા તેઓ ગુસ્સે થયા

આ અંગે સનીએ આગળ જણાવતા કહ્યું કે કેટલાક વિદ્યાર્થીઓના ફોન આવવા લાગ્યા કે PG અપાવતી વખતે જે વચન આપવામાં આવ્યા હતા તે પૂરા થયા નથી. તેને લીધે તે લોકો તરફથી મારે ઘણુ સાંભળવું પડ્યું હતું. લોકોને યોગ્ય સુવિધા ન મળતા તેઓ ગુસ્સે થયા હતા. જેથી મને પણ ગણ ખોટુ લાગ્યું. આ સમયગાળા દરમિયાન બિઝનેસ માટે મને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ‘સ્ટેન્ડઅપ ઈન્ડિયા-સ્ટાર્ટઅપ ઈન્ડિયા’ સ્કીમની યાદ આવી અને અમે આ યોજના હેઠળ 35 લાખની લોન લીધી. તો બીજી તરફ વધુ પૈસાની જરૂર પડતા કેટલાક પૈસા માર્કેટમાંથી વ્યાજે પણ લીધા અને 150 બેડની યોરશેલની શરૂઆત કરી. જેથી યુવકોને સારી સુવિધા આપી શકીએ. કારણ કે યુવકોની ફરિયાદ રહેતી કે અમને પૈસા આપવા છતા શહેરમાં સારી સુવિધા મળતી હોતી નથી.

15 દિવસમાં જ તમામ સીટ ફૂલ થઈ ગઈ

image source

તમને જાણીને નવાઈ લાગશે કે બિઝનેશ શરૂ કર્યાંના 15 દિવસમાં જ તમામ સીટ ફૂલ થઈ ગઈ હતી. અમને સારો આવકાર મળી રહ્યો હતો. પોતાના બિઝનેસ મોડલ અંગે સનીએ કહ્યુ કે આ માટે અમે ભાડા પર બિલ્ડિંગ અને ફ્લેટ લીધા હતા. ત્યાંર તેમાં અમે ઘણુ ફર્નિચર પણ કરાવ્યું હતું. તેમા સર્વિસ પ્રોવાઈડ કરતા હતા અને તે પ્રતિ બેડ હિસાબથી ભાડુ આપતા હતા. આ યોરશેલ સ્ટાર્ટઅપમાં સની સાથે શેફાલી જૈન, વિશેષ કુંગર તથા ગૌરવ વર્મા પણ ફાઉન્ડર હતા. તમને જણાવી દઈએ કે જ્યારે સનીએ પોતાના સ્ટાર્ટઅપની શરૂઆત કરી હતી ત્યારે તેનું એડમિશન ઈન્ડિયન સ્કૂલ ઓફ બિઝનેસ હૈદરાબાદમાં થયુ હતું, પણ પોતાના સ્ટાર્ટઅપને લીધે તેણે એડમિશન લીધુ નહીં. જેના કારણે તેમના ઘરના લોકો ખુબ જ ગુસ્સે થયા હતા.અને તેમને ઘણુ શાંભળવું પડ્યું હતું.

અમારી અંદરની ભાવના સારી હતી

પોતાના નવા સ્ટાર્ટ અપ અંગે વધુ વાત કરતા સનીએ કહ્યું કે, નવેમ્બર 2019ના સમયગાળા દરમિયાન સ્ટેન્જા લિવિંગ નામની કંપનીએ તેમનો સંપર્ક કર્યો અને તેમણે કહ્યું કે તમે લોકો સરસ કામ કરી રહ્યા છો અને અમારી ઈચ્છા છે કે તમે અમારી સાથે મળીને કામ કરો. જો કે અમે તે સમયે કોઈની સાથે કામ કરવા ઈચ્છતા ન હતા, બસ અમે રાહ જોઈ રહ્યા હતા કે વેન્ચરને યોગ્ય માન મળે અને કેર મળે. તેમણે આગળ જણાવતા કહ્યું કે તે કંપની અમારા કરતા વધારે સારી કાળજી લઈ શકે તેમ હતી. જેથી અમે અમારું સ્ટાર્ટઅપનું વેચાણ કરી દીધું. જો કે અમે ત્યારે એટલા ખુશ ન હતા પરંતુ અમારી અંદરની ભાવના સારી હતી. અને તેટલા માટે જ અમારી ભગવાને મદદ કરી.

અત્યારે નવા લોકોની મદદ કરે છે

image source

તેમણે આગળ ઉમેરતા કહ્યું કે લોકડાઉનમાં અમે ઘણા ખુશ હતા કે અમે બચી ગયા. કારણ કે વિદ્યાર્થીઓ હાઉસિંગ ઈન્ડસ્ટ્રીઝ, રિયલ એસ્ટેટ તથા હોસ્પિટાલિટી માટે 2020 ખરાબ રહ્યું હતું. અત્યારે તેઓ AE સર્કિલ મારફતે સ્ટાર્ટઅપમાં આવતા લોકોને સમસ્યાના ઉકેલ આપી રહ્યા છે. AE એટલે એનીથિંગ એન્ડ એવરીથિંગ. જે કોઈ લોકોને નવા સ્ટાર્ટ અપ શરૂ કરવામાં કોઈ તકલીફ પડે તો તેમની મદદ કરી રહ્યા છે. એટલે કે એક સ્ટાર્ટઅપ શરૂ કરવામાં જે મુશ્કેલી આવે છે તે આર્થિક, કાયદાથી લઈ તમામ સમસ્યાના ઉકેલ અમે આપી રહ્યા છીએ. આ ઉપરાંત તેમને માર્કેટીંગ, પ્રોડક્શન અને પ્રિન્ટિંગ બિઝનેસમાં પણ ઈન્વેસ્ટમેન્ટ કર્યું છે. આમ બીજાની તકલીફ જોઈને શરૂ કરેલુ સ્ટાર્ટ અપ સફળતાના શીખરો સુધી પહોંચી ગયું અને અનેક લોકો માટે પ્રેરણા દાઈ બની ગયું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત