કોરોન્ટાઈન સેન્ટરની અગાસીથી કુદી યુવાનએ કરી આત્મહત્યા
ઉત્તર પ્રદેશના ગ્રેટર નોયડામાં કોરોન્ટાઈન સેન્ટરથી કુદી આત્મહત્યા કરનાર યુવકનો રીપોર્ટ નેગેટિવ આવ્યો છે.

28 વર્ષીય મોહમ્મદ ગુલઝાર માનસિક બીમારીથી પણ પીડિત હતો. દિલ્હીની ઈંસ્ટીટ્યુટમાં તેની સારવાર પણ ચાલી રહી હતી. તેવામાં આ યુવકએ ગ્રેટર નોયડાના કોરોન્ટાઈન સેન્ટરના સાતમા માળથી કુદી આત્મહત્યા કરી લીધી.
યુવકને કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાયા હતા તેથી તેને 14 દિવસ કોરોન્ટાઈન સેન્ટરમાં રાખવામાં આવ્યો હતો. પોલીસના જણાવ્યાનુસાર રાત્રે અંદાજે 8 કલાકે તેણે સાતમા માળેથી કુદી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે તેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.
આ યુવકનો કોરોનાનો ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. પોલીસના જણાવ્યાનુસાર આત્મહત્યા પહેલા તે પોતાનો રીપોર્ટ માંગી રહ્યો હતો. તેને શંકા હતી કે તેનો કોરોના છે પરંતુ રીપોર્ટ આવે તે પહેલા જ તેણે આત્મહત્યાનું પગું ભરી લીધું.