અમદાવાદમાં બન્યું દેશનું પહેલું કોવિડ -19 કેર સેન્ટર, દર્દીઓને અપાશે આ સુવિધાઓ

દેશમાં કોરોના વાયરસના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સરકારે 3 મે સુધી લોકડાઉન વધારવાની જાહેરાત કરી છે.

image source

આરોગ્ય મંત્રાલયે મંગળવારે કહ્યું હતું કે દેશમાં 602 સ્પેશિયલ કોરોના હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે. જે અંતર્ગત દેશના સૌથી મોટા કોવિડ -19 કેર સેન્ટરની સ્થાપના ગુજરાતના અમદાવાદ શહેરમાં કરવામાં આવી છે. જ્યાં 2000 દર્દીઓ રાખી શકવાની ક્ષમતા છે.

ગુજરાતમાં કોરોના કેસ 690થી વધુ ચુક્યા છે. તેમાં 300થી અમદાવાદના લોકો છે. તેને ધ્યાનમાં રાખીને અમદાવાદની સ્થાનિક સંસ્થાએ દેશના સૌથી મોટા કોવિડ -19 કેર સેન્ટર તૈયાર કર્યું છે. જેમાં 2000 દર્દીઓને સમાવવાની ક્ષમતા છે. જો કે અહીં ફક્ત એવા દર્દીઓને જ રાખવામાં આવશે કે જેને કોઈ અન્ય બીમારી નથી અને કોરોનાના સામાન્ય લક્ષણો છે.

આ અંગે જાણવા મળતી માહિતી અનુસાર ગુજરાત યુનિવર્સિટી કેમ્પસ નજીક છાત્રાલયમાં બનાવવામાં આવેલા આ કેન્દ્રની મદદથી સરકારી હોસ્પિટલો પરનું ભારણ ઓછું થઈ જશે. આ કેન્દ્રમાં દર્દીઓ માટે પુસ્તકાલય, યોગ અને ઇન્ડોર રમતોની સુવિધા છે.

અમદાવાદ શહેર કમિશનર વિજય નેહરાએ જણાવ્યું હતું કે અહીં આપણે 2000 દર્દીઓને સમાવી શકીએ છીએ, આ દેશનું પ્રથમ અને સૌથી મોટું કોવિડ -19 કેર સેન્ટર છે. તેમણે જણાવ્યું કે આ કેન્દ્રમાં આવતા દરેક દર્દીને પથારી અને જરૂરી ચીજો આપવામાં આવશે જેમ કે ટૂથબ્રશ, સાબુ જેવી જરૂરી બધી જ વસ્તુઓ.

નેહરાએ કહ્યું કે મેડિકલ ટીમ દિવસમાં બે વખત દર્દીઓની તપાસ કરશે અને સાવચેતી રૂપે આ ટીમ અહીં રોકાઈ જશે જેથી ચેપ તેમના માધ્યમથી બહાર ન આવે. તેમણે માહિતી આપી હતી કે તબીબી ટીમના સભ્યોની પણ 14-14 દિવસની ચેપ માટે તપાસ કરવામાં આવશે.