છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 389 મોત, આ છે કોરોનાની ત્રીજી લહેરની ચેતવણી

ભારતમાં એક દિવસમાં કોરોનાના 25, 072 નવા કેસ સામે આવ્યા પછી દેશમાં કોરોના વાયરસ સંક્રમિતની સંખ્યા વધીને 3, 24,49,306 થઈ ગઈ છે.તો 389 અન્ય લોકોનું સંક્રમણના કારણે મોત પછી મૃતકની સંખ્યા વધીને 4,34,756 થઈ ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે સોમવારે આ વિશેની જાણકારી આપી છે. મંત્રાલય અનુસાર દેશમાં કોરોનાની સારવાર કરાવી રહેલા દર્દીઓની સંખ્યા ઘટીને 3,33,924 થઈ ગઈ છે.નવા કેસની સંખ્યા 160 દિવસમાં સૌથી ઓછી આજે આવી છે.

ઓક્ટોબરમાં આવી શકે છે કોરોનાની ત્રીજી લહેર.

image source

આ દરમિયાન એક એવી ખબર આવી છે જેને ચિંતા વધારી દીધી છે. હા દેશમાં કોરોનાની ત્રીજી લહેરને લઈને તાજી ચેતવણી જાહેર કરવામાં આવી છે. ગૃહ મંત્રાલયે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ તરફથી ઓક્ટોબરમાં કોરોનાના પિક અવવાને લઈને ચેતવણી આપી છે. ગૃહ મંત્રાલય હેઠળ આવતા રાષ્ટ્રીય સંકટ પ્રબંધન સંસ્થાને પ્રધાનમંત્રી કાર્યાલયને આ અંગે એક રિપોર્ટ સોંપ્યો છે જેમાં ઓક્ટોબરમાં કોરોનાની ત્રીજી લહેરના પિકને લઈને વાત કહી છે. આ રિપોર્ટમાં ઓક્ટોબરમાં કોરોનાની ફરી પિક પર હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે અને એને લઈને કેન્દ્રને ચેતવવામાં આવ્યું છે.

તહેવારની સીઝનમાં છૂટછાટને કારણે વધી રહ્યા છે કોરોના કેસ.

image source

આ બાજુ કેરળમાં તહેવારની સીઝનમાં અવરજવરની છૂટ અને કોવિડ ગાઈડલાઇન્સનું પાલન ન કરવાના કારણે સંક્રમણ દર વધી રહ્યો છે. હેલ્થ એક્સપર્ટએ આ વાત કહી છે. સાથે જ એમને કહ્યું છે કે બંદૂકની નોક પર લોકો પાસે નિયમોનું પાલન નથી કરાવી શકાતું. એને બદલે લોકોએ જાતે જ પોતાના વ્યવહારમાં બદલાવ લાવવો જોઈએ. ડોકટર અમર ફેટલ અને ડોકટર કન્નન જેવા એક્સપર્ટ અનુસાર તહેવારની સિઝન હજી પુરી નથી થઈ એવામાં રિસ્ટ્રીકશનમાં છૂટ અને ઉતસ્વ તેમજ શોપીગ માટે બહાર નીકળતા લોકો દ્વારા ઉપયુક્ત વ્યવહાર ન કરવાના કારણે સંક્રમણ દર વધુ વધ્યો છે એવી આશંકા છે.

image source

વેકસીનની વાત.

image source

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસ વેકસીનના 7, 95, 543 ડોઝ લગાવવામાં આવ્યા એ પછી કુલ વેકસીનેશનનો આંકડો 58, 25, 49, 595 થઈ ગયો છે. તમને જણાવી દઈએ કે દેશમાં હાલના દિવસોમાં કોરોનાના કેસ સતત ઘટી રહ્યા છે. દેશમાં મોટાભાગના રાજ્યોમાં કોરોના કેસ આવી રહ્યા છે. યુપી, બિહાર, દિલ્લી જેવા રાજ્ય એનાથી લગભગ મુક્તિ તરફ છે.