કોરોનાના વેરિયંટ સિવાય આ વાત પણ વધારી દેશે તમારું ટેન્શન

કોરોનાની બીજી લહેર બાદ નવા કેસ ખૂબ ઓછા થયા છે જેના કારણે લોકો રાહતનો શ્વાસ લઈ રહ્યા છે. જો કે આ બધા વચ્ચે ક્યારેક ક્યારેક એવું જાણવા મળે છે કે તે વાત કોરોના માટેન ભય વધારી દે છે. સરકારે હાલ કોરોનાના કેસ ઘટના નિયમો તો હળવા કર્યા છે પરંતુ એ સાથે સતત સ્વાસ્થ્ય નિષ્ણાંતો એમ પણ જણાવે છે કે લોકોએ કોરોનાથી બચવા માટે માસ્ક પહેરી રાખવું ખૂબ જરૂરી છે. માસ્ક પહેરવા પર સતત ભાર આપવામાં આવી રહ્યો છે. પરંતુ હાલમાં જે જાણકારી સામે આવી છે તે તમારી ચિંતા વધારી દેશે. કારણ કે કોરોનાથી બચવા હવે નાક અને મોં ઢાંકવા જ જરૂરી છે એમ નથી પણ આંખને પણ બચાવવી પડશે.

image source

એક રિપોર્ટ પ્રમાણે કોરોના વાયરસ શરીરમાં આંખ વડે પણ ફેલાઈ શકે છે. હજુ તો લોકોના મનમાંથી કોરોનાનો ભય દૂર થયો નથી ત્યાં તો આ વધુ એક ચિંતા આવી પડી છે. નિષ્ણાંતોના મતે કોરોના શરીરમાં આંખ વડે પણ પ્રવેશી શકે છે.

image source

એઈમ્સના પૂર્વ ડોક્ટર મૃદુલા મહેતાના જણાવ્યાનુસાર વાયરસ ત્રણ રીતે શરીરમાં પ્રવેશ કરી શકે છે. એક મોં વાટે, નાક વાટે અને આંખો દ્વારા. આંખ દ્વારા કોરોના શરીરમાં કેવી રીતે જાય તે અંગે તેમણે જણાવ્યું હતું કે ઘણા લોકોને આદત હોય છે કે તેઓ આંખને વારંવાર સ્પર્શે રાખે છે, વારંવાર આંખને ખંજવાળવાથી આંખમાં ચીકણું પાણી આવવું. સફેદ તરલ પદાર્થ દેખાવો કે આંસુ આવવા જેવી તકલીફો થાય છે. આ પાણી કોઈ સપાટી પર હાથ વડે પહોંચે અને તેને અન્ય વ્યક્તિ સ્પર્શે તો તે પણ સંક્રમિત થઈ શકે છે. આ રીતે વાયરસ શરીરમાં પ્રવેશી શકે છે.

image source

કોરોનાના સમયમાં કન્ઝક્ટિવાઈટિસ, આંખ લાલ થવીની સમસ્યા પણ વધી છે. મોટાભાગના લોકોમાં સમાન લક્ષણો જોવા મળ્યા હતા જ્યારે કેટલાક કિસ્સામાં આંખ તુટી પણ ગઈ છે. આંખમાં રેતી ભરી હોય તેવી થઈ શકે છે. તેવામાં સ્વાસ્થ્ય નિષ્ણાંતો જણાવે છે કે દરેક વ્યક્તિએ સંતુલિત આહાર લેવો જોઈએ. આ સિવાય લોકોએ કોરોનાના નિયમોનું પણ પાલન કરવું જોઈએ.