મધ્યપ્રદેશ અને બિહાર સહિત આ રાજ્યોમાં થશે જબરદસ્ત વરસાદ

દેશના મોટાભાગના ભાગોમાં મોન્સૂન દરમિયાન સારો વરસાદ થઈ રહ્યો છે. એનાથી ક્યાંક ક્યાંક પુર જેવી સ્થિતિ પણ છે. જો કે થોડા દિવસ પહેલા હિમાલયી ક્ષેત્રોમાં મોન્સૂન સક્રિય હોવાના કારણે મેદાની વિસ્તારમાં વરસાદમાં થોડી રાહફ મળી. આ દરમિયાન મોસમ વિભાગે ઉત્તરપ્રદેશ, હરિયાણા અને પંજાબના અમુક ભાગોમાં 15 ઓગસ્ટના રોજ વરસાદની શક્યતાઓ દર્શાવી છે.

image source

મોસમ પર નજર રાખનારી સંસ્થા સકાઈમેટ વેધર અનુસાર મોન્સૂન હવે ફરી એકવાર મધ્ય ભારતમાં સક્રિય થઈ રહ્યું છે. એ કારણે 15મી ઓગસ્ટે મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં જબરદસ્ત વરસાદ થઈ શકે છે. સંસ્થાનું કહેવું છે કે મધ્યપ્રદેશના ગ્વાલિયર, મુરેના, દતીયા, ટિકમગઢમાં ગાજવીજ સાથે વરસાદ થશે. એ અનુસાર આ દરમિયાન પુર જેવી સ્થિતિનો પણ ઇનકાર ન કરી શકાય.

image source

સકાઈમેટ વેધરનું કહેવું છે કે મધ્યપ્રદેશમાં 17થી 21 ઓગસ્ટ સુધી ભારે વરસાદ થશે. એવું બંગાળ ની ખાડીમાં 16 અને 17 ઓગસ્ટે નિમ્ન દબાણના કારણે થશે. તો 15મી ઓગસ્ટે પશ્ચિમ બંગાળ, બિહાર અને ઉત્તર પ્રદેશના તળેટીના જિલ્લામાં ભારે વરસાદથી પુર આવવાની શક્યતાઓ છે. પંજાબ અને હરિયાણાના ઉતરી જિલ્લામાં પણ આ દરમિયાન વરસાદ થવાની પ્રબળ શક્યતાઓ છે.

image source

એ સિવાય મોસમ વિભાગે 15 ઓગસ્ટના રોજ યુપીના કિઠોર, અમરોહા, ગઢમુકતેશ્વર, સિયાના, સંભલ, ચાંદોસી, અનુપશહેર, બહજોઈ, દેબાઈ, નરોરા, સહસવાન, બદાયુંમાં વરસાદ થવાની શક્યતાઓ છે. 15 ઓગસ્ટે પૂર્વી ઉત્તરપ્રદેશના અલગ અલગ સ્થાનો પર ગાજવીન સાથે વરસાદ થવાની શક્યતાઓ છે.

image source

મોસમ વિભાગ અનુસાર આ સમયે મોન્સૂન થોડું કમજોર પડ્યું છે, એના કારણે 16 ઓગસ્ટ સુધી દિલ્લીમાં વરસાદ થવાની શક્યતાઓ ઓછી દેખાઈ રહી છે. હવામાન વિભાગે જણાવ્યું કે બંગાળની ખાડીમાં 17થી 18 ઓગસ્ટ વચ્ચે ફરી એકવાર ઓછા દબાણનું ક્ષેત્ર બનશે જેની અસર રાજસ્થાનના પૂર્વી વિસ્તારમાં 20 ઓગસ્ટથી દેખાશે. એ દરમિયાન ઘણા વિસ્તાર લગભગ એક અઠવાડિયા સુધી જબરદસ્ત વરસાદથી શક્યતાઓ જણાવી છે. પશ્ચિમી રાજસ્થાનમાં પણ સારો વરસાદ થવાની શક્યતાઓ છે.

image source

ગુજરાત રાજ્યની વાત કરીએ તો બંગાળના ઉપસાગરનું વહન તારીખ 18 ઓગસ્ટથી સક્રિય થતા રાજ્યના અનેક ભાગોમાં તારીખ 19 ઓગસ્ટથી તેની અસર જોવા મળશે. જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા છે. તો તારીખ 21 થી 23 ઓગસ્ટ દરમિયાન ઉત્તર મધ્ય ગુજરાતના ભાગો અરવલ્લી, સાબરકાંઠા, મેહસાણા, બનાસકાંઠાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. તેમજ સુરેન્દ્રનગર જિલ્લાના કેટલાક ભાગોમાં પણ વરસાદ થવાની શકયતા છે. કચ્છના ભાગોમાં પણ વરસાદ પડી શકે છે.