કોરોનાના કેસ અને ત્રીજી લહેરને લઈને સામે આવી ચોંકાવનારી વિગતો, જાણો લોકડાઉનને લઈને શું છે સરકારનો પ્લાન

દેશના અનેક રાજ્યોમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. આ સ્થિતિને ત્રીજી લહેરની દસ્તક તરીકે જોવામાં આવે છે. આ સ્થિતિમાં મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ એક મહત્વનું નિવેદન આપ્યું છે. સ્વાસ્થ્ય મંત્રીએ અત્યારથી જ સંકેત આપી દીધા છે કે જો રાજ્યમાં કોરોનાના કેસ વધ્યા અને સ્થિતિ કાબૂ બહાર લાગશે ત્યાં સંપૂર્ણ લોકડાઉન લાદી દેવામાં આવશે.

image source

દેશના કેટલાક રાજ્યોમાં કોરોનાના કેસ વધી રહ્યા છે તેને જોઈ મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ લોકડાઉ લાદવાના સંકેત અત્યારથી આપી દીધા છે. ટોપેનું કહેવું છે કે રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેર જો દસ્તક દેશે અને ઓક્સિજનની ડીમાંડ 700 મેટ્રીક ટનને પાર કરશે તો સંપૂર્ણ લોકડાઉન લગાવવું પડશે.

image source

પત્રકારોને સંબોધતા સ્વાસ્થ્ય મંત્રીએ આ ખુલાસો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે ત્રીજી લહેરમાં જે સમયે રાજ્યમાં ઓક્સિજનની ખપત 700 મેટ્રીક ટનથી વધી જશે ત્યારે સંપૂર્ણ લોકડાઉન જાહેર કરી દેવામાં આવશે. કારણ કે અન્ય રાજ્યોને પણ ઓક્સિજનની જરૂર પડશે અને કેન્દ્ર તરફથી કેટલી મદદ મળે છે તે કહી શકાય નહીં.

image source

જણાવી દઈએ કે આ વાતનો ઉલ્લેખ એવા સમય કરવામાં આવ્યો છે જ્યારે કોરોનાની બીજી લહેર માટે લાદવામાં આવેલા પ્રતિબંધોને હળવા કરવાની જાહેરાત કરવામાં આવી હતી. રાજ્ય સરકારે હવે રેસ્ટોરન્ટસ્ અને હોટલોને રાત્રે 10 કલાક સુધી ઓપરેટ કરવા અનુમતિ આપી છે. આ પહેલા સાંજે 4 કલાક સુધી જ તેને ખુલ્લા રાખવા મંજૂરી હતી. આ સિવાય હવે રાજ્યમાં શોપિંગ મોલ પણ 10 કલાક સુધી ખુલ્લા રાખી શકાશે. જો કે મોલમાં પ્રવેશ માટે લોકોએ રસી લીધેલી હોય તે જરૂરી છે.

image source

આ છૂટછાટોમાં જીમ, યોગ કેન્દ્રો, સલુન, બ્યુટી પાર્લર, સ્પાને હવે સોમવારથી શુક્રવારે રાત્રે 8 વાગ્યા સુધી અને શનિવારે બપોરે 3 વાગ્યા સુધી ખુલ્લા રાખી શકવાની છૂટ આપવામાં આવી છે. આ જગ્યાઓ રવિવારે બંધ રાખવાની રહેશે.સાથે જ અહીં એસીનો ઉપયોગ કરી શકાશે નહીં. એસી વિના 50 ટકા ક્ષમતા સાથે આ જગ્યાઓ શરુ કરવા મંજૂરી આપવામાં આવી છે.

image source

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સોમવારે રાજ્યમાં કોરોનાની સ્થિતિને લઈને સમીક્ષા બેઠક કરી હતી. આ બેઠકમાં કોવિડ ટાસ્ક ફોર્સના અધિકારીઓ સહિત રાજ્ય સરકારના અન્ય વરિષ્ઠ અધિકારી હાજર હતા. આ બેઠકમાં ત્રીજી લહેર, વેકસીનેશનની ગતિ વધારવા અંગે ચર્ચા કરી હતી. ત્યારબાદ આ છૂટછાટો આપવામાં આવી હતી.