આ રાશિના લોકો પાર્ટનર પર કરે છે જોરદાર શંકા, હોય છે એકદમ શંકાશીલ સ્વભાવના, શું તમે તો નથી ને આ લિસ્ટમાં?

લોકોની રાશિ તેમના સ્વભાવનો અરીસો હોય છે. કોઇ પણ વ્યક્તિ વિશે તેમની રાશિથી ઘણુ જાણી શકાય છે. એવું કહેવામાં આવે છે કે અમુક રાશિની વ્યક્તિઓ પોતાના પાર્ટનર પર સરળતાથી વિશ્વાસ મુકતા નથી.

image source

તે હંમેશા પોતાના પાર્ટનર પર શંકા રાખે છે. જેને કારણે અમુકવાર આ રાશિની વ્યક્તિઓના સંસારમાં ખટરાગ રહેતો હોય છે. તેમના શંકાશીલ સ્વભાવને કારણે પતિ પત્ની સાથે સંબંધો સારા રહેતા નથી.

મેષ, વૃષભ અને ધન રાશિની વ્યક્તિઓ પોતાના પાર્ટનરને હંમેશા શંકાની નજરોથી જુએ છે. તે પોતાના પાર્ટનરની જાસૂસી કરતા રહે છે. પાર્ટનર ક્યાં અને કોની સાથે ફરે તે અંગે વારંવાર સવાલો પૂછ્યા કરે છે. પતિ કે પત્ની સત્ય બોલતો હોય છતાં આ પ્રકારની વ્યક્તિઓને જવાબોથી ક્યારેય સંતોષ મળતો નથી.

image source

મેષ રાશિની વ્યક્તિઓ સારી જાસૂસ બની શકે છે. આ પ્રકારની વ્યક્તિઓનો સ્વભાવ ડોમિનેટિંગ હોય છે અને તે પાર્ટનરને પોતાના કાબૂમાં રાખવામાં માને છે. જેથી તે સરળતાથી બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ કે પતિ પત્ની પર વિશ્વાસ મુકતી નથી. તે જાસૂસી કરવામાં માહેર હોય છે અને તેને પાર્ટનરની જાસૂસી કરવાથી સંતોષ માને છે. આ પ્રકારની વ્યક્તિઓ પતિને અથવા પત્નીને સતત સવાલો પૂછીને પરેશાન કરી મુકે છે જેથી આ પ્રકારની વ્યક્તિઓનું જીવન લાંબુ ટકતુ નથી.

image source

મેષની જેમ વૃષભ રાશિની વ્યક્તિઓને અન્યના જીવનમાં શું બની રહ્યું છે તે જાણવાનો ખૂબ શોખ હોય છે. તે મિત્રો કે સગાસંબંધીઓ પાસેથી ગુપ્ત વાતો કઢાવવા માટે ખૂબ ઉત્સુક હોય છે. તે પાર્ટનરના ઇમેઇલ, ફોન ચેક કરવાની ટેવ ધરાવતી હોય છે. તે પતિ અથવા પત્ની પર ફેસબુક કે અન્ય માધ્યમથી નજર રાખે છે.

image source

ઘણીવાર પોતાના આવા શંકાશીલ સ્વભાવને કારણે પાર્ટનરને મુશ્કેલીમાં મુકે છે. તેને પાર્ટનરની જાસૂસી કરવામાં કોઇ શરમ સંકોચ નથી. તેને એમ કરવામાં કોઇ અફસોસ પણ થતો નથી. . તેમને કોઈ પુરાવો ન મળે તો તે પોતાનું સંશોધન અટકાવી દે છે.ધન રાશિની વ્યક્તિઓ પણ ઉપર મેષ અને વૃષભ રાશિની મહિલાઓની જેમ જાસૂસી કરી સંતોષ માનતી હોય છે. તેને સતત અસુરક્ષાની ભાવના રહે છે. તે પાર્ટનરને કોઇ સાથે વાતો કરતા પણ જોઇ શકતી નથી.

image source

આ રાશિના લોકો જન્મજાત શંકાશીલ સ્વભાવના હોય છે. તે ક્યારેય કોઇ અજાણી વ્યક્તિ પર સરળતાથી વિશ્વાસ મુકી શકતા નથી. આ રાશિની વ્યક્તિઓ તેમના પાર્ટનરનો પીછો કરી જાસૂસી કરતી હોય છે. તે તેમના વ્હોટ્સએપ, મેસેજ, સોશિયલ મીડિયા એકાઉન્ટ ચેક કરતી રહે છે. આ રાશિની વ્યક્તિઓ સાથીને સ્પેસ આપવામાં માનતી નથી. તે અન્યોની પ્રાઇવેસીનું પણ ધ્યાન રાખતી નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત