કોરોના દર્દીને શરીરના આ ભાગમાં સોજો આવે તો સાબિત થાય છે જીવલેણ, અને થઇ શકે છે મોત, જાણો આ વિશે શું કહે છે એક્સપર્ટ

કોરોના વાયરસથી સંક્રમિત દર્દીના શરીરના ક્યાં મહત્વના અંગ પર સોજો આવી જાય છે તો તે જીવલેણ સાબિત થઈ શકે છે. જાણીશું એક્સપર્ટની આ વિષે શું સલાહ છે?

કોરોના વાયરસ સંક્રમણની બીજી લહેરના કારણે આખા દેશમાં હાહાકાર થઈ ગયો છે. કોરોના વાયરસના લીધે રોજીંદા લાખોની સંખ્યામાં નવા કેસ સામે આવી રહ્યા છે. ત્યારે કોરોના વાયરસની બીજી લહેર દરમિયાન કેટલાક નવા મ્યુટન્ટ વાયરસના લીધે દર્દીઓમાં કેટલાક નવા લક્ષણો પણ જોવા મળી રહ્યા છે. કોરોના વાયરસના સંક્રમણમાં દર્દીના ક્યાં મહત્વના અંગો પર જો સોજો આવી જાય છે તો તે દર્દીના મૃત્યુનું કારણ બને છે. ચાલો જાણીએ.

image source

કોરોના વાયરસની મહામારીમાં સંક્રમિત દર્દીઓને બીજી લહેર દરમિયાન કેટલીક નવી મુશ્કેલીઓનો પણ સામનો કરી રહ્યા છે. કોરોના વાયરસ દર્દીના ફેફસાને સૌથી વધારે અસર કરે છે. જો દર્દીના ફેફસામાં વધારે નુકસાન થઈ જાય છે તો આવી પરિસ્થિતિ દર્દી માટે જીવલેણ સાબિત થઈ શકે છે. ત્યારે હવે જાણીશું કે, કોરોના વાયરસના ડબલ મ્યુટન્ટ વાયરસ શરીરમાં પ્રવેશ કરી લીધા બાદ કેવી અસર કરે છે અને શરીરના ક્યાં મહત્વના અંગોને નુકસાન પહોચાડે છે.

image source

કોરોના વાયરસનું સંક્રમણ સૌથી પહેલા ગળાને પ્રભાવિત કરે છે ત્યાર બાદ કોરોના વાયરસ ફેફસા પર હુમલો કરે છે. શરીરના ફેફસામાં કોરોના વાયરસનું ડુપ્લીકેશન થઈ જતા કોરોના વાયરસ ફેફસાને સૌથી વધારે નુકસાન કરે છે અને ફેફસા પર સોજો આવી જાય છે. કોરોના વાયરસથી સંક્રમિત દર્દી જો કોરોના વાયરસના ગંભીર લક્ષણો જોવા મળે છે તો આવા દર્દીમાં આ તકલીફ જોવા મળી જાય છે.

image source

એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે દર્દીને કોરોના વાયરસ સંક્રમણના લીધે ફેફસામાં સોજો આવી જાય છે તો તે હ્રદયને પણ પ્રભાવિત કરે છે, જે દર્દીઓ હાર્ટની કોઈપણ સમસ્યાથી પીડાઈ રહ્યા હોય તેમણે વધારે સાવધાની જરૂરિયાત હોય છે. ફેફસામાં સોજો આવી જતા હ્રદયની ધમનીઓ on સંકોચાઈ જાય છે. આ પરિસ્થિતિને મેડીકલની ભાષામાં આર્ટરી બ્લોકેજ કહે છે. આર્ટરી બ્લોકેજ હાર્ટ એટેકનું કારણ બની શકે છે.

image source

જો આવી રીતે કોરોના વાયરસથી સંક્રમિત દર્દીના ફેફસામાં સોજો આવી જાય છે તો આ સમસ્યાના લીધે દર્દીનું મૃત્યુ પણ થઈ શકે છે, કેમ કે, દર્દીના ફેફસામાં સોજો આવી જવાથી તેનું દબાણ હ્રદય પર આવે છે જેના લીધે દર્દીની આર્ટરી બ્લોક થઈ જતા આ સમસ્યા મૃત્યુનું કારણ બની શકે છે. જો કે, કોરોના વાયરસથી સંક્રમિત તમામ દર્દીઓમાં આવી પરિસ્થિતિ નથી જોવા મળતી.

image source

જો કોરોના વાયરસના શરુઆતના લક્ષણોને ઓળખીને ડોક્ટરની સલાહનું અનુસરણ કરવામાં આવે છે તો કોરોના વાયરસને જીવલેણ બનતો અટકાવી શકાય છે. એક્સપર્ટના કહેવા પ્રમાણે જો કોરોના વાયરસના દર્દીને છાતીમાં દુઃખાવો થાય, છાતીમાં ભીંસ આવે, ગભરામણ થવી જેવી સમસ્યા થાય છે તો તત્કાલીક સાવચેત થઈ જવું જોઈએ કેમ કે, આ હાર્ટ એટેકના લક્ષણો પણ હોઈ શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!