દેશમાં કોરોનાના વધતા કહેરથી સંક્રમણનો આંક પહોચ્યો 40 લાખને પાર

દેશમાં કોરોના સંક્રમણનો આંક થયો 40 લાખને પાર, રોજ આવી રહ્યા છે 83 હજારની આસપાસ કેસ

દેશમાં કોરોના સંક્રમણ અટકવાનું નામ લઈ રહ્યું નથી. સરકારના અનેક પ્રયાસો બાદ પણ કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. 24 કલાકમાં દેશમાં કોરોનાના 83341 કેસ આવ્યા છે. આ સતત ત્રીજો દિવસ છે જ્યારે દેશમાં એક જ દિવસમાં 80 હજારથી વધારે કેસ આવ્યા છે. ભારત અત્યારે કોરોના વાયરસને લઈને સૌથી પ્રભાવિત દેશોમાંનો એક છે.

image source

શુક્રવારે ભારતમાં કોરોનાના દર્દીની સંખ્યા 40 લાખને પાર પહોંચી છે. દુનિયામાં લગભગ સૌથી વધારે કેસમાં ભારત ત્રીજા નંબરે છે. પહેલા નંબરે અમેરિકા, બીજા નંબરે બ્રાઝિલ છે. શુક્રવારે કોરોનાથી મૃત્યુ પામનારાની સંખ્યા પણ 1000થી વધારે રહી છે.

image source

છેલ્લા એક અઠવાડિયાથી દેશમાં રોજ 60000થી વધારે દર્દીઓ સાજા થઈ રહ્યા છે અને છેલ્લા 3 દિવસથી 80000થી પણ વધારે કેસ આવી રહ્યા છે. દેશમાં 24 કલાકમાં કોરોના વાયરસથી 66659 દર્દીના સ્વસ્થ થવાની સાથે ભારત સતત 8મા દિવસે 60000થી વધારે દર્દીના સંક્રમણથી બહાર આવવાનો માર્ગ શોધી રહ્યા છે. મંત્રાલયે કહ્યું કે કોરોના રોગીના સ્વસ્થ થવાનો દર 77.15 ટકા છે જે દર્શાવે છે કે છેલ્લા અનેક મહિનાથી કોરોના સંક્રમણથી સાજા થનારા દર્દીઓની સંખ્યા વધી રહી છે.

image source

દેશમાં 5 રાજ્યો છે જેણે સરકારની ચિંતા વધારી દીધી છે. જેમાં મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, કર્ણાટક અને તમિલનાડુમાં એક જ દિવસમાં સૌથી વધારે દર્દીઓની સંખ્યા નોંધાઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર આ 5 રાજ્યો એવા છે જ્યાં કુલ કેસના 62 ટકા દર્દીઓ જોવા મળી રહ્યા છે.

આટલા દર્દીઓ થઈ ચૂક્યા છે સાજા

image source

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે શુક્રવારે આ જાણકારી આપી છે કે કોરોના સંક્રમણથી રાહત પામનારા દર્દીઓની સંખ્યા વધી રહી છે. કોરોનાના દર્દીઓ માટે ખાસ પ્રોટોકોલ તૈયાર કરાયા છે અને તેની પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે જેના કારણે ભારતમાં સંક્રમણના કેસમાં મૃત્યુ દર વૈશ્વિક રીતે ઝડપથી ઘટી રહ્યો છે.ભારતમાં શુક્રવારે કોરોનાથી સ્વસ્થ થયેલા દર્દીની સંખ્યા 30 લાખને પાર પહોંચી છે. સ્વસ્થ થવાની સાથે 77 ટકા દર્દીઓ રાહત મેળવી ચૂક્યા છે. ભારતમાં કોરોનાથી સ્વસ્થ થયેલા રોગીની સંખ્યા શુક્રવારે 30,37,151 પહોંચી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત