કાબુલ: બોમ્બ બ્લાસ્ટ બાદ લોહીથી તરબતર બાળકોનું હૈયાફાટ રુદન….‘મા ઉઠો….’, આ VIDEO જોઇને તમે પણ રડી પડશો

કાબુલમાં બોમ્બ બ્લાસ્ટ થઈ ગયા બાદ લોહીથી તરબતર બાળકોનું રુદન ‘મા ઉઠો….’ આ video જોઈને આપનું હ્રદય ભરાઈ આવશે.

કાબુલ શહેરમાં બોમ્બ બ્લાસ્ટ (Kabul Blast)નો એક વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખુબ જ વાયરલ (Viral Video) થઈ ગયો છે. આ વિડીયોને લઈને લોકોમાં ઘણો ગુસ્સો જોવા મળી રહ્યો છે. આ વિડીયો બોમ્બ વિસ્ફોટ થયો હતો તે સમયનો છે. આ વિડીયોમાં એક બેભાન મહિલાની સામે લોહીની તરબતર સ્થિતિમાં લાચાર ઉભા છે અને રડી રહ્યા છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થયેલ વિડીયોમાં ઘણા બધા મૃતદેહ લોહીથી ખરડાયેલા કે પછી ક્ષત- વિક્ષત હાલતમાં જોવા મળ્યા છે. લોકોમાં સૌથી વધારે ગુસ્સો આ વિડિયોનો એ ભાગ જોઈને આવે છે જેમાં એક બેહોશ પડેલ માતાની સામે લોહીથી ખરડાયેલ બંને બાળકોને સતત રડતા જોવા મળી રહ્યા છે. આ વિડીયોમાં બાળકો રડતા રડતા પોતાની માતાને ઉઠાડવા માટે સતત પ્રયત્નો કરી રહ્યા છે.

ત્યાર પછી આ વિડીયોમાં આપ જોઈ શકો છો કે, વિડીયોમાં બેહોશ જોવા મળતી મહિલાને બે સુરક્ષા કર્મચારીઓ દ્વારા તે જગ્યાએથી લઈ જવામાં આવે છે અને ત્યાર બાદ આ વિડીયો બનાવી રહેલ વ્યક્તિ રડતા બાળકોને ચુપ કરાવવા પ્રયત્નો કરી રહ્યા છે. વિડીયો બનાવનાર વ્યક્તિ દ્વારા આ વિડીયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અપલોડ કરી દીધાના થોડાક જ સમયમાં દારી ભાષામાં #’મા ઉઠો’ (‘Mother, get up!’) ના નામથી ટ્રેંડ કરી રહ્યું છે. આ વિડીયો જોઈને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર યુઝર્સ અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

અફઘાનિસ્તાન દેશના કાબુલ શહેરની પોલીસ દ્વારા પુષ્ટિ કરી દેવામાં આવી છે કે, હવે બંને બાળકો સુરક્ષિત સ્થિતિમાં છે. પરંતુ આ બંને બાળકોને સાધારણ જખમ જોવા મળ્યા હતા. પણ વિડીયોમાં જોવા મળતી મહિલા ગંભીર રીતે જખમી થઈ ગઈ છે.એટલા માટે તેમને વધારે સારવાર આપવા માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. કાબુલ શહેરની પોલીસના જણાવ્યા મુજબ, અત્યાર સુધી કોઈપણ આતંકી સંગઠન દ્વારા કાબુલ શહેરમાં થયેલ બોમ્બ બ્લાસ્ટની જવાબદારી લેવામાં આવી નથી.

પરંતુ અફઘાનિસ્તાનના અફઘાન સુરક્ષા દળો હમેશાથીજ તાલીબાનોના સંગઠનો દ્વારા નિશાન બનાવવામાં આવે છે, તેમ છતાં તાલીબાનો દ્વારા કાબુલ બોમ્બ બ્લાસ્ટમાં હુમલો કરવાની કોઈપણ પ્રકરની સંડોવણી હોવાની નકારી દેવામાં આવી હતી.

આપને જણાવીએ કે, અફઘાનિસ્તાન દેશની રાજધાની કાબુલમાં શનિવારના દિવસે અલગ અલગ બોમ્બ બ્લાસ્ટમાં ઓછામાં ઓછા ૫ વ્યક્તિઓના મૃત્યુ થઈ ગયા હતા અને અન્ય બે વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થઈ ગયા હતા. હાલના મ્હીનોમજ રાજધાની કાબુલ શહેરમાં બોમ્બ બ્લાસ્ટમાં સૌથી વધારે ચુંબકનો ઉપયોગ કરીને તેને વાહનોમાં લગાવી દેવામાં આવે છે અને ત્યાર બાદ તેને રીમોટ કંટ્રોલ કે પછી ટાઈમરની મદદથી વિસ્ફોટ કરવામાં આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!