વાઇરલ થયા લૂંટારાઓની દાદાગીરીના ફોટૉ-વીડિયો, બંદૂકને સીધી પત્રકારના માથા પર રાખીને ચલાવી લૂંટ, પણ….

પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ દ્વારા 180 દેશોના સર્વેને ધ્યાનમા રાખીને આ રિપોર્ટ તૈયાર કરવામા આવે છે. ઘણા લોકોને લાગે છે કે, લોકશાહીમાં ઝાંખપ વ્યાપી રહી છે, આ પાછળનું કારણ તેઓ અખબારી સ્વાતંત્ર્ય પર સતત થઈ રહેલા હુમલાને માની રહ્યાં છે. આ ઇન્ડેક્સ રિપોર્ટર્સ વિધાઉટ બોર્ડર્સ દ્વારા દર વર્ષે તૈયાર થાય છે. ધબકતી લોકશાહી અને મીડિયા માટે ગૌરવ પર નકારાત્મક છાપ છોડે છે. ગાયાકિલ (Guayaquil) દેશનો આ બાબતે 165મૉ ક્રમ છે. અવારનવાર પત્રકારો પર હુમલાની ઘટનાઓ સામે આવતી રહેતી હોય છે.

image source

તાજેતરમાં ફરી એક વખત આવી જ પત્રકારો પર હુમલાની ઘટના સામે આવી છે. ગયા શુક્રવારે ગાયાકિલના ઇક્વાડોરમાં લાઈવ પ્રસારણ દરમિયાન, એક ન્યૂઝ રિપોર્ટર અને તેમની ટીમ સાથે લૂંટની ઘટના બની હતી. એક લટારાએ તેઓને બંદૂકનો ડર બતાવી લૂંટી લેવામાં આવ્યા હતા. અત્યારે ટ્વિટર પર આ આખી લુટની તસ્વીરો ખુબ વાયરલ થઈ રહી છે.

image source

આ ફોટોમાં ખુલ્લે આમ લુંટ દેખાય રહી છે. બંદૂકને સીધી પત્રકારના માથા પર રાખી ડરાવામા આવ્યા હતા. વાઇરલ થયેલ ફોટૉમા તેનો ચહેરો છુપાવેલ છે. લૂંટારો તે પત્રકાર પાસે પૈસાની માંગ કરી રહ્યો છે. તેમના વાઇરલ થયેલા વિડીયોમાં સ્પષ્તાપૂર્વક જોઈ શકાય છે કે પત્રકાર અને તેમની ટીમ રોકડ રકમ આ લૂંટારાઓને આપી રહી છે. આ સમગ્ર ઘટના સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહી છે.

image source

આ બાબતે સ્કાય ન્યુઝનાં જણાવ્યાં મુજબ, એક્વાડોરના રમતગમતના પત્રકાર ડિએગો ઓર્ડિનોલા ગયા અઠવાડિયે ગાયાકિલ (Guayaquil )માં એસ્ટાડીયોની બહારથી રમતને લાઈવ રિપોર્ટ કરી રહ્યા હતા અને તે જ સમયે લૂંટારુએ તેને અટકાવ્યા હતાં. આ લૂંટારાએ ચહેરાં પર માસ્ક પહેરેલું દેખાય છે અને ઓર્ડિનોલાના ચહેરા પર બંદૂક તકેલ નજરે પડે છે.

टीवी पर Live रिपोर्टिंग कर रहा था रिपोर्टर, पीछे से लूटेरे ने तानी बंदूक और फिर... देखें Shocking Video
image source

આ જ સમયે પત્રકારના તેના માઇક્રોફોન તરફ હાથ આગળ કરે છે પરંતુ તે પહેલાં લૂંટારૂએ ટેલીફોનને સ્પર્શ ના કરવા બૂમ પાડી. ત્યારબાદ તેણે કેમેરામેન તરફ નજર કરી અને બંદૂકના ડર બતાવી, બધાને પાકીટ અને ફોનને તેમને આપી દેવા કહ્યું. આ ફોટો અને વિડિયો રેકોર્ડ કરવામાં આવ્યા હતા. બાદમાં પત્રકારે આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.

image source

આ ઘટનક્રમ વિશે તેણે લખ્યું છે કે, ‘અમે શાંતિથી હવે કામ પણ કરી શકતા નથી, આજે બપોરે 1:00 વાગ્યે મેમોરિયલ સ્ટેડિયમની બહાર અમારી સાથે આવી રીતે લૂંટની ઘટના બની હતી.’

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!