સોનું-ચાંદી લેવાનું વિચારતા હોવ તો લઇ લેજો, કારણકે…

સોના – ચાંદીના ભાવ ઐતિહાસિક સપાટી પર – સોનું પહોંચ્યું રૂ. 54300 તોલે અને ચાંદીએ રૂ.64000નો રેકોર્ડ બનાવ્યો

હાલ કોરોના વાયરસની મહામારી તેમજ અમેરિકા અને ચિન વચ્ચે જે ખેંચતાણ ચાલી રહી છે તેના કારણે આંતરરાષ્ટ્ર બજાર પણ અસ્થિર ચાલી રહ્યું છે. ક્રૂડના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે તો સોના-ચાંદીના ભાવ ઐતિહાસિક સપાટી પર પહોંચી ગયા છે. ગોલ્ડ અને સિલ્વર માઇનીંગ હાલ કોરોના વાયરસની મહામારીના કારણે બંધ થતા તેમાં પણ પુરવઠાને અસર થઈ છે અને આંતરાષ્ટ્રીય બજારમાં સોનું તેની સપ્ટેમ્બર 2001ના સમય બાદ 1970 ડોલર પહોંચી ગયું છે.

image source

અને તે બધાની અસસ સ્વરૂપે સોનામાં દર 10 ગ્રામે 1200 રૂપિયાનો ઉછાળો આવ્યો છે અને સોનું 54300 રૂપિયાની સપાટીએ પહોંચી ગયું છે. બીજી બાજુ ચાંદી પણ સોનાની જોડે જોડે વધી રહી છે. ચાંદીમાં પણ તેજીની સર્કિટ બોલાઈ હતી અને 24 ડોલરની સપાટી કુદાવી અમદાવાદમાં ચાંદીના ભાવમાં 300 રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો હતો. અને પ્રતિ કિ.ગ્રામ ચાંદીનો ભાવ 64000 રૂપિયે પહોંચી ગયો છે.

વાયદા બજારની વાત કરીએ તો એમસીએક્સ ખાતે ચાંદી ચાર મહિનામાં બમણી ઉંચકાઈ છે. એમસીએક્સ ચાંદીમાં 18 માર્ચના રોજ 33580 રૂપિયા હતી જે હાલ ક્રોસ કરીને 66000 રૂપિયા પહોંચી ગઈ છે. સપ્ટેમ્બરના વાયદા પ્રમાણે રૂ. 66164, અને ડિસેમ્બરના વયાદા પ્રમાણે 67513 પહોંચ્યો છે. આમ ચાર માસમાં અમદાવાદમાં ચાંદીના ભાવમાં 29000 રૂપિયાનો જબરજસ્ત ઉછાળો જોવા મળ્યો છે.

image source

હાલ સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે અને આવા અનિશ્ચિતતાના સમયમાં લોકો પોતાના રોકાણો ખૂબ જ ધ્યાનથી કરી રહ્યા છે અને હાલ સૌથી સુરક્ષિત જો કોઈ રોકાણ હોય તો તે સોના-ચાંદીનું રોકાણ છે. હાલ ચાંદી 2013 પછીની સૌથી વધારે તેજી પર છે. એચએનઆઈ રોકાણકારો, હેજફંડની તીવ્ર ખરીદીના કારણે ખુલતા બજારમાં 6 ટકા જેટલી તેજી ચાંદી સાથે 24 ડોલરની નજીક 23.37 ડોલર ક્વોટ થઈ રહી છે.

અમેરિકા વધારાનું પેકેજ જાહેર કરશે તેમજ વૈશ્વિક સ્તર પર સ્ટીમ્યુલસ પેકેજનો સહારો હોવાનો અહેવાલ મળતા હેજફંડોનું આકર્ષણ રોકાણકારોમાં વધ્યું છે. અને બીજી બાજુ કોરોના વાયરસની મહામારીના કારણે સમગ્ર વિશ્વમાં ડિલિવરની શોર્ટેજ ઉભી થઈ છે તેમજ માઇનિંગ કાર્ય પણ ખોરવાઈ ગયું છે અને સામે ઔધ્યોગિક માંગ પણ ઉભી થઈ છે. માંગ સામે પુરવઠો ઘટતા પણ આ તેજી જોવા મળી રહી છે.

image source

સોના કરતાં ચાંદી વધારે વળતર આપનારી સાબિત થઈ રહી છે

નિષ્ણાતોનાં કહેવા પ્રમાણે સોના-ચાંદીમાં હાલ નવી જ તેજી જોવા મળી રહી છે. સોનું હાલ તેની સર્વોચ્ચ સપાટીએ છે જેમાં હાલ રોકાણકારો રોકાણ કરવાનું જોખમ લેવા નથી માંગતા પણ તેની જગ્યાએ તેઓ ચાંદીને વધારે પ્રાથમીકતા આપી રહ્યા છે. ચાંદીમાં કરવામાં આવેલું રોકાણ નજીકના ભવિષ્યમાં રોકાણકારને સારું રિટર્ન આપી શકે તેમ છે.

image source

એક અહેવાલ પ્રમાણે વૈશ્વિક બજારમાં ચાંદી દિવાળી સુધીમાં રૂ. 75000 સુધી પણ પહોંચી શકે તેમ છે. માર્ચમાં ચાંદી સાવ જ તળિયે પહોંચી ગઈ હતી પણ હવે તે માત્ર ત્રણ જ મહિનામાં બમણી થઈ ગઈ છે. હાલ પૂરવઠા શ્રૃંખલા ખોરવાઈ ગઈ છે અને તેના કારણે ફન્ડામેન્ટલમાં તેજી આવી છે. સોનાની વાત કરીએ તો સોનું પણ નજીકના ભવિષ્યમાં 57000 રૂપિયાને પહોંચી શકે તેમ છે.
સોના-ચાંદીમાં આવેલી તેજીના મુખ્ય પરિબળો

  • – અમેરિકા અને ચીન વચ્ચેના રાજકીય સંબંધોમાં ઉભી થયેલી ખેંચતાણ
  • – કોરોના મહામારીના કારણે મેક્સિકો તેમજ લેટિન અમેરિકામાં માઇનિંગ કાર્યો ઠપ
  • – સમગ્ર વિશ્વ પર કોરોના વાયરસની મહામારીની અસરના કારણે પુરવઠા અને માંગ વચ્ચે અસંતુલન ઉભું થયું
  • – યુરોપિયન યુનિયન દ્વારા કોવિડ 19માં વધારાની રાહત આપવામા આવી છે

દિવાળીમાં ઓર વધશે સોના-ચાંદીના ભાવ

image source

ઉપર જણાવ્યું તેમ કોરોના મહામારામીના કારણે સમગ્ર વિશ્વમા ધંધા રોજગાર પર માઠી અસર થઈ છે અને તેની અસર સોના-ચાંદીની ખાણો પર પડી છે અને ત્યાંના કામ ઠપ થઈ ગયા છે માટે બજારમાં નવા સોના-ચાંદી નથી આવી રહ્યા અને તેની સામે સોના-ચાંદીની માંગ યથાવત છે માટે જ સોના-ચાંદીમાં આટલો બધો ઉછાળો જોવા મળી રહ્યો છે. અને દીવાળીની વાત કરીએ તો દીવાળીમાં સોનાના ભાવ દર પ્રતિ 10 ગ્રામે 56000થી 57000 સુધી પહોંચી શકે છે જ્યારે ચાંદીના ભાવ દર કિલોગ્રામે 70000 થી 72000 સુધી પહોંચી શકે તેમ છે.

ચાર મહિનામાં સોના-ચાંદીમા આવેલો ઉછાળો

image source

16મી માર્ચ 2020ના રોજ સ્થાનીક સોનાનો ભાવ 41500 રૂપિયા હતા જે વધીને 27 જુલાઈ 2020ના રોજ 54300 થયો આમ માત્ર ત્રણ જ મહિનામાં 12800 રૂપિયાનો સોનાની કિંમતમાં ઉછાળો જોવા મળ્યો છે. ચાંદી પર એક નજર કરીએ તો ચાંદીનો ભાવ 16મી માર્ચ 2020ના રોજ માત્ર 32000 પ્રતિકિલો હતો જે 27 જુલાઈ 2020ના રોજ વધીને સીધો જ 64000 પર પહોંચી ગયો છે એટલે કે માત્ર ત્રણ જ મહિનામાં તેમાં બેવડો ઉછાળો આવ્યો છે. દિવાળી સુધીમાં સોનાનો ભાવ હજુ પણ 57000 રૂપિયા સુધી પહોંચી શકે તેમ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત