આપણે ત્યાં મોટાભાગના લોકો નોકરી મેળવવા માટે જરૂરી એટલે કે એક જ પોસ્ટ ગ્રેજ્યુએટની ડિગ્રી મળે ત્યાં સુધી અભ્યાસ જ કરવા ટેવાયેલા છે..

જો તમને કોઈ કહે કે ફલાણાં વ્યક્તિ પાસે 20થી વધારે પોસ્ટ ગ્રેજ્યુએટની ડિગ્રીઓ છે… આ વાત પર પહેલીવારમાં તો કોઈ વિશ્વાસ કરે નહીં.

image source

જો કદાચ કોઈ માની પણ લેશે તો મોટાભાગના લોકો આટલી ડિગ્રીઓ મેળવવા અભ્યાસ કરનાર વ્યક્તિને મુરખ જ કહેશે. કારણ છે કે આપણે ત્યાં મોટાભાગના લોકો નોકરી મેળવવા માટે જરૂરી એટલે કે એક જ પોસ્ટ ગ્રેજ્યુએટની ડિગ્રી મળે ત્યાં સુધી અભ્યાસ જ કરવા ટેવાયેલા છે. એવા ઓછા લોકો હોય છે જેમના માટે અભ્યાસ કરવો એ પેશન હોય. ભારતમાં આવો એક વ્યક્તિ હતો જેની પાસે એક-બે નહીં 20 પોસ્ટ ગ્રેજ્યુએટની ડિગ્રીઓ હતી.

આ વ્યક્તિનું નામ તેની ડિગ્રીઓના કારણે લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં મોસ્ટ ક્વોલિફાઈડ ઈંડિયન તરીકે નોંધાયું છે. આ વ્યક્તિનું નામ છે શ્રીકાંત જિચકર. શ્રીકાંતનો જન્મ નાગપુરમાં થયો હતો અને તે ભારતનો સૌથી વધુ ભણેલો વ્યક્તિ હતો. શ્રીકાંતની 20 ડિગ્રીઓ વિશે વિસ્તૃત ચર્ચા કરીએ તો તેણે સૌથી પહેલા એમબીબીએસ કર્યું. ત્યારબાદ તેણે એમડી પણ કર્યું. મેડિસિનમાં સફળતાપૂર્વક માસ્ટર્સ કર્યા બાદ તેણે વકીલ બનવા માટે એલએલબી કર્યું અને આંતરરાષ્ટ્રીય કાયદામાં પોસ્ટ ગ્રેજ્યુએટ કર્યું.

image source

કાયદાનો અભ્યાસ કર્યા બાદ તેને વધારે આગળ અભ્યાસ કરવાનું મન બનાવ્યું અને તેણે વ્યવસાય પ્રશાસનમાં સ્નાતકોત્તર અને પત્રકારત્વમાં સ્નાતકની ડિગ્રી મેળવી. એટલું જ નહીં તેણે સંસ્કૃત સાહિત્યમાં ડોક્ટરેટ પણ મળ્યું. આ ડિગ્રી કોઈ પણ વિશ્વવિદ્યાલયમાં સર્વોચ્ચ ડિગ્રી હોય છે.

ખાસ વાત તો એ છે કે શ્રીકાંતની આ તમામ ડિગ્રી તેણે ફર્સ્ટ ક્લાસમાં જ મેળવી છે. કેટલીક ડિગ્રી માટે તો તેને ગોલ્ડ મેડલ પણ મળ્યું છે. ભારતમાં સૌથી મુશ્કેલ પરિક્ષા સિવિલ સેવાની માનવામાં આવી છે. શ્રીકાંતે આ પરિક્ષા પણ ક્લિયર કરી છે અને તે પણ એકવાર નહીં બે-બે વાર. પહેલીવાર તે આઈપીએસ બન્યા અને બીજીવાર તે આઈએએસ બન્યા. પરંતુ બંને વાર તેમણે રિઝાઈન કર્યું અને રાજકારણમાં પ્રવેશ કરવા આગળ વધ્યા.

image source

શ્રીકાંતને અભ્યાસ સિવાય પેંટિંગ, ફોટોગ્રાફી અને અભિનયનો પણ શોખ હતો. 1980માં તે મહારાષ્ટ્ર વિધાન એકડમી માટે પસંદ થયા હતા. તે સમયે તે 26 વર્ષના હતા અને તે દેશના સૌથી યુવા વયના ધારાસભ્ય બન્યા. શ્રીકાંતએ વિજ્ઞાન, એમએ પ્રાચીન ભારતીય ઈતિહાસ, સંસ્કૃતિ અને પુરાતત્વ, એમએ મનોવિજ્ઞાન, આંતરરાષ્ટ્રીય કાયદો, ડીબીએમ અને એમબીએ, પત્રકારત્વ, સંસ્કૃત સહિતના વિષયોમાં ડિગ્રીઓ મેળવી હતી. જો કે તેમનું અવસાન 51 વર્ષની ઉંમરે એક કાર અકસ્માતમાં થયું હતું.

source : dailyhunt

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત