ડ્રગ્સ કેસમાં જેનું નામ છે ચર્ચામાં તેઓ મળ્યા હતા ગુજરાતના વનમંત્રી કિરીટ સિંહને

ક્રૂઝમાંથી જ્યારથી આર્યન ખાનની ધરપકડ થઈ છે ત્યારથી ડ્રગ્સકાંડ ચર્ચાનો વિષય છે. આ મામલે પહેલા તો ચર્ચા આર્યન ખાનની જ થતી હતી પરંતુ હવે આ કેસ રાજકીય રંગ પકડી રહ્યો છે. આર્યન ખાન ડ્રગ્સ મામલે ભાજપના નેતા મોહિત કંબોજે એક મોટો ઘટસ્ફોટ કર્યો હતો. મોહિત કંબોજે પોતાના ખુલાસામાં કહ્યું હતું કે આર્યન ખાન ડ્રગ્સ કેસ મામલે માસ્ટરમાઈંડ સુનીલ પાટીલ છે. તેણે જણાવ્યું હતું કે સુનીલ પાટીલ 20 વર્ષથી શરદ પવારની પાર્ટી એનસીપીના કાર્યકર્તા છે. તેણે ત્યાં સુધી કહી દીધું હતું કે સુનીલ પાટીલ મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખના દીકરા ઋષિકેશ દેશમુખનો ખાસ મિત્ર છે. મોહિત કંબોજે આ સાથે કેટલાક સ્ક્રીન શોટ શેર કર્યા હતા જેમાં સુનીલ પાટીલ અને સેમ ડિસૂઝા વચ્ચેની વાતચીત દર્શાવવામાં આવી હતી.

આ ઘડાકા સાથે ડ્રગ્સ કાંડનું ગુજરાત કનેકશન સામે આવ્યું છે. આ ખુલાસા બાદ સોશિયલ મીડિયા પર વનમંત્રી કિરીટ રાણા અને સુનીલ પાટીલ તેમજ કિરણ ગોસાવીની એક તસવીર સામે આવી છે જે વાયરલ થઈ છે. આ મામલે ગુજરાતના વનમંત્રીનું નામ પણ આવ્યું છે. સુનીલ પાટીલે ખુલાસો કર્યો હતો કે કિરણ ગોસાવી ગુજરાતના મંત્રી કિરીટ રાણાને પણ મળ્યા હતા. તે મુલાકાતનો સાક્ષી વડોદરાનો રહેવાસી અક્ષય નામનો વ્યક્તિ છે.

આ સાથે જ સુનીલ પાટીલે કહ્યું હતું કે ભાજપના નેતા મનીષ 22 અને 23 સપ્ટેમ્બરના રોજ અમદાવાદમાં જ હતા. ત્યારે તેમની વચ્ચે મુલાકાત થઈ હતી. આ સાથે જ તેણે જણાવ્યું હતું કે ગુજરાતના ઘણા લોકો સાથે તેનું કનેકશન છે.

આ સાથે જ વનમંત્રીએ જણાવ્યું હતું કે ચૂંટણીમાં પરિચયમાં આવ્યા હોય તેમ બને પરંતુ તેમને ખબર ન હતી કે તેની સાથે કોણ હતું. ત્યારબાદ નવા મંત્રીમંડળની શપથવિધિ દરમિયાન મુલાકાત થઈ હતી. આ સાથે સુનીલ પાટીલે જણાવ્યું હતું કે તે મનીષ ભાનુશાલી સાથે બે-ત્રણ મહિના સુધી ગુજરાત આવતો હતો તેની કંપનીના કામથી. આ દરમિયાન 27 તારીખે મનીષએ ગુજરાત આવવા કહ્યું હતું અને 10-15 લાખ મળશે તેવી વાત કરી હતી. આ સાથે સુનીલે કહ્યું હતું કે કિરણ ગોસાવી સાથે તેને કોઈ વધારે ઓળખાણ નથી.

image soucre

જે ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે તેના અંગે તેણે ઉમેર્યું હતું કે મનીષ ભાનુશાળી અને તેના વડોદરાના મિત્રે મંત્રી કિરીટભાઈ રાણા સાથે મુલાકાત કરી હતી. મનીષે કીધું એટલે એક ફોટો પડાવ્યો હતો.

મુંબઈથી ગોવા જતી ક્રૂઝમાં રેવ પાર્ટી ચાલતી હતી જેમાં શાહરુખ ખાનનો પુત્ર આર્યન ખાન પણ હતો. આ પાર્ટી પર દરોડા પડ્યા ત્યારે મૂળ કચ્છના મનીષ ભાનુશાળીનું નામ સામે આવ્યું હતું. એનસીબીના ઝોનલ ડાયરેકટર સમીર વાનખેડે જ્યારે આર્યન ખાનની અટકાયત કરી તેને મુંબઈ લઈ ગયા ત્યારે તેની સાથે મનીષ ભાનુશાળી જોવા મળ્યો હતો.