ગુજરાતમાં ઠંડીનો ચમકારો, ગાંધીનગર સૌથી ઠંડુ, સૌરાષ્ટ્ર-કચ્છમાં વધશે ઠંડી

રાજ્યના મોટા ભાગના શહેરોમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. સવારની શરુઆત ગુલાબી ઠંડી સાથે થાય છે. રાજ્યમાં ફુંકાતા પવનની દિશા બદલતા ઠંડીની શરુઆત થઈ ચુકી છે. સવારના સમયે વાતાવરણ ગુલાબી ઠંડીથી મસ્ત જોવા મળે છે. જો કે હાલ બપોરના સમયે ગરમી પણ અનુભવાય છે એટલે દિવસ દરમિયાન લોકોને મિશ્ર ઋતુનો અનુભવ થાય છે.

image soucre

રાજ્યમાં ઠંડીની શરુઆત થવાનું કારણ બદલાયેલી પવનની દિશા છે. ઉત્તર-પૂર્વના પવન ફુંકાવાની શરુઆત થતા ઠંડીની શરુઆત થઈ છે. જો કે આગામી દિવસોમાં ઠંડીનું પ્રમાણ વધી જશે. રાજ્યમાં હાલ ગાંધીનગર 11 ડિગ્રી તાપમાન સાથે સૌથી ઠુંડુ શહેર છે કારણ કે સૌથી વધુ ઠંડી નોંધાતી હોય છે તેવા નલિયામાં પણ તાપમાન 13.6 ડિગ્રી છે.

image soucre

હવામાન વિભાગના જણાવ્યાનુસાર રાજ્યમાં ડિસેમ્બર માસમાં કડકડતી ઠંડી પડશે. જો કે આ સાથે જ હવામાન વિભાગે 10 નવેમ્બર એટલે કે આવતી કાલ સુધીમાં માવઠું થવાની આગાહી પણ કરી છે. આ માવઠું સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને કચ્છના વિસ્તારોમાં થવાની સંભાવના છે. માવઠાની આગાહી બાદ ખેડૂતોએ માલનની સુરક્ષા માટે પગલા ભરવા સુચન પણ કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યાનુસાર આગામી 2 દિવસ સુધી રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે.

image soucre

હાલની વાત કરીએ તો રાજ્યના ગાંધીનગર, અમદાવાદ અને ડીસામાં સૌથી વધુ ઠંડી જોવા મળી રહી છે. આગામી દિવસોમાં અહીં તાપમાનનો પારો વધુ નીચે જઈ શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર તેમજ કચ્છમાં આગામી દિવસોમાં ઠંડી વધશે. હાલના દિવસોમાં રાજ્યમાં વહેલી સવારે અને રાતના સમયે ઠંડીનો અનુભવ થશે જ્યારે ડિસેમ્બર સુધીમાં લોકોને કડકડતી ઠંડી અનુભવાશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ વર્ષે ડિસેમ્બર અને જાન્યુઆરી માસમાં હાડ ધ્રુજાવતી ઠંડી પડશે.