શું તમે જાણો છો ભારતના સૌથી વધુ ભણેલા 5 રાજનેતા કોણ છે ? વાંચી લો અહીં
સારી નોકરી કરવા, ઉજ્જવળ ભવિષ્ય માટે અભ્યાસ કરવો ખૂબ જ જરૂરી છે. પરંતુ વાત જ્યારે રાજકારણની આવે ત્યારે અભ્યાસ અને ભણતરને વધારે મહત્વ આપવામાં આવતું નથી. એટલે કે જેમ નોકરી માટે ક્વોલિફીકેશ જોવામાં આવે તેમ નેતા બનવા માટે જોવામાં આવતું નથી. એટલે જ રાજકારણીઓ તેમના અભ્યાસની લઈને ઘણીવાર ચર્ચામાં રહે છે. આજે અહીં પણ તમને જાણવા મળશે ભારતના એવા નેતાઓ વિશે જે સૌથી વધુ ભણેલા એટલે કે સાક્ષર છે. તો ચાલો જાણી લો કે 1થી 5 નંબરે આવતાં ભારતના સૌથી વધુ ભણેલા નેતાઓ કોણ કોણ છે.

1. ડો. મનમોહન સિંહ
ભારતના સૌથી વધારે સાક્ષર નેતાની વાત છે તો સૌથી પહેલા ક્રમે આવે છે. પૂર્વ વડાપ્રધાન ડોક્ટર મનમોહન સિંહ. તેમણે ઓક્સફોર્ડ યૂનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં ડોક્ટરેટની ડિગ્રી પ્રાપ્ત કરી છે.
2. પવન કુમાર બંસલ

રેલ્વે કૌભાંડમાં દોષી જાહેર થયેલા અને ખૂબ ચર્ચામાં રહેલા પવન કુમાર બંસલ બીજા ક્રમે આવે છે. તેમણે બેચલર ઓફ લો અને બેચલર ઓફ સાયન્સમાં ડિગ્રી મેળવી છે. પરંતુ રેલ્વે કૌભાંડ બહાર આવતાં તેમણે પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું.
3. એ રાજા

ભારતનું સૌથી મોટું અને ચર્ચિત કૌભાંડ જે આજ સુધી દરેકને યાદ હશે તે છે 2જી સ્પેક્ટ્રમ કૌભાંડ. આ કૌભાંડમાં મુખ્ય આરોપી એવા એ રાજા ત્રીજા ક્રમના સૌથી વધુ ભણેલા નેતા છે. તેમણે બેચલર ઓફ સાયન્સ અને બેચલર ઓફ લોમાં ડિગ્રી મેળવી છે.
4. કપિલ સિબ્બલ

વિરોધ પક્ષના નેતા ભારતના મહાન નેતાઓમાંથી એક છે કપિલ સિબ્બલ. તેમણે યૂનિવર્સિટી ઓફ ઓક્સફોર્ડમાંથી લોની ડિગ્રી પ્રાપ્ત કરી છે.
5. લાલૂ પ્રસાદ યાદવ

તમને આ નામ આ યાદીમાં જોઈને નવાઈ તો ચોક્કસ લાગશે. પરંતુ દેશી ભાષા અને મનમાં આવે તે બોલનાર અને અનેક કૌભાંડમાં સંડોવાયેલા એવા લાલૂ પ્રસાદ યાદવ અભણ નથી. તેમણે પટના યૂનિવર્સિટીમાંથી બેચલર ઓફ લોની ડિગ્રી મેળવી છે.
source : dailyhunt
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત