જો તમારે પણ એકથી વધારે બેન્કમાં ખાતું હોય તો ભુલેચુકે ના કરતા આ ભૂલ, નહિ તો થશે ભયંકર નુકશાન

જો તમારે પણ એકથી વધારે બેંકમાં ખાતું, તો ભીલે ચુકે પણ ન કરતા આ ભૂલ, નહિ તો થશે મોટું નુકસાન.

ઘણા લોકો પાસે બેંકમાં એક કરતાં વધુ ખાતા હોય છે પણ એક કરતા વધારે ખાતા રાખવાથી ગ્રાહકોને ઘણી સમસ્યાઓ અને નુકસાન થાય છે. આ સાથે જ છેતરપિંડીની સંભાવના પણ વધે છે કારણ કે તમારી પાસે જેટલા વધુ ખાતા હશે એટલું જોખમ પણ વધારે રહેશે. એટલું જ નહીં તમારે તમારા દરેક ખાતામાં મિનિમમ બેલેન્સ રાખવાનું ટેન્શન પણ રહેશે.

image source

જે લોકોના ઘણી બેંકોમાં એકાઉન્ટ હોય છે તેમને ટેક્સ ભરતી વખતે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તમારે તેમાં તમારા દરેક બેંક એકાઉન્ટથી સંબંધિત માહિતી આપવી પડશે.સેવિંગ ખાતામા ફેરફારની સાથે જ તે ખાતા માટે બેંકના નિયમો પણ બદલાઇ જાય છે. આ નિયમો અનુસાર મિનિમમ રકમ ખાતામાં રાખવી પડે છે અને જો તમે આ રકમ નહીં રાખો તો બેંકો પેનલ્ટી વસૂલ કરે છે અને ખાતામાંથી પૈસા કાપવામાં આવે છે.

image source

જે લોકો વારંવાર નોકરીઓ બદલતા હોય છે તેવા લોકોના દરેક સંસ્થા પોતાની રીતે સેલરી એકાઉન્ટ ખોલે છે. તેથી પાછલી કંપની સાથેનું ખાતું લગભગ નિષ્ક્રિય થઈ જાય છે. કોઈપણ પગાર ખાતામાં ત્રણ મહિના સુધી પગાર ન આવે તો એવા કિસ્સામાં તે આપમેળે બચત ખાતામાં ફેરવાઈ જાય છે. આ ઉપરાંત બધાં એકાઉન્ટ સ્ટેટમેન્ટ્સ મૂકવા પણ ખૂબ જ કંટાળાજનક કામ બની જાય છે.

image source

જો તમે નિષ્ક્રિય ખાતાનો યોગ્ય રીતે ઉપયોગ નહીં કરો તો તમે પૈસા પણ ગુમાવી શકો છો. ધારો કે તમારી પાસે ચાર બેંક ખાતા છે જેમાં મિનિમમ બેલેન્સ 10,000 રૂપિયા હોવા જોઈએ. આના પર તમને વાર્ષિક 4 ટકાના દરે વ્યાજ મળશે. આ હિસાબથી તમને લગભગ 1600 રૂપિયાનું વ્યાજ મળશે. હવે જો તમે બધાં ખાતા બંધ કરો અને આ જ રકમને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો છો તો અહીં તમને ઓછામાં ઓછા 10 ટકા રિટર્ન મળી શકે છે.

એટલે જો તમારા પણ અમુક નિષ્ક્રિય એકાઉન્ટ છે તો એને બંધ કરી દો. આ રીતે તમે કરી શકો છો એ નિષ્ક્રિય એકાઉન્ટને બંધ.

image source

તમારે એકાઉન્ટ બંધ કરતી વખતે ડી-લિંકિંગ એકાઉન્ટ ફોર્મ ભરવાની જરૂર પડી શકે છે. બેંક શાખામાં ખાતા બંધ કરવાનો ફોર્મ સરળતાથી મળી જાય છે..તમારે આ ફોર્મમાં એકાઉન્ટ બંધ કરવાનું કારણ જણાવવું પડશે. જો તમારું એકાઉન્ટ જોઈન્ટ ખાતું છે, તો ફોર્મ બધાં એકાઉન્ટ ધારકો દ્વારા સહી થયેલ હોવું આવશ્યક છે. આ સિવાય તમારે બીજું ફોર્મ પણ ભરવુ પડશે. આમાં, તમારે એ ખાતાની માહિતી આપવી પડશે જેમાં તમે બંધ થઈ રહેલાં ખાતામાં બચેલાં પૈસા ટ્રાન્સફર કરવા માંગો છો. એકાઉન્ટ બંધ કરવા માટે તમારે પોતે બેંક શાખાની મુલાકાત લેવી પડશે.

image source

તમને જણાવી દઈએ કે ખાતું ખોલ્યાના 14 દિવસની અંદર જો તમે બેન્ક ખાતું બંધ કરવા પર બેંકો કોઈ ચાર્જ લેતી નથી. જો તમે એક વર્ષ પૂરું થતાં પહેલાં એકાઉન્ટ બંધ કરો છો, તો તમારે એકાઉન્ટ ક્લોઝર ચાર્જ ચૂકવવો પડી શકે છે. સામાન્ય રીતે એક વર્ષ કરતા વધુ જૂનું ખાતું બંધ કરવા માટે ક્લોઝર ચાર્જ લેવામાં આવતો નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!