ગુજરાતના આ ગામે કોરોનાને ભગાવવા એવું કામ કર્યું કે કોરોના હવે ઉભી પૂંછડીયે ભાગશે, ખાસ જાણવા જેવું દરેક લોકો માટે

સાબરકાંઠા જિલ્લામાં વધતા કોરોના સંક્રમણના પગલે કોરોના દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે ખાનગી અને સરકારી હોસ્પિટલમાં બેડનો અભાવ વર્તાઈ રહ્યો છે ત્યારે સાબરકાંઠાના હિંમતનગરના હડિયોલ જેવા ગામડાઓમાં કોવિડ કેર સેન્ટરની શરૂઆત થઈ રહી છે. જેના કારણે ગામમાં જ દર્દીઓને પૂરતી સારવાર મળી રહેશે.રાજ્યમાં કોરોનાકાળ ચાલી રહ્યો છે અને બેડની અછત છે ત્યારે સાબરકાંઠા જિલ્લામાં નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે.મળતી જાણકારી પ્રમાણે, સાબરકાંઠા જિલ્લામાં વધતા કોરોના સંક્રમણને લઈ કોરોના દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.

image source

જોકે ખાનગી અને સરકારી હોસ્પિટલમાં બેડનો અભાવ વર્તાઈ રહ્યો છે ત્યારે સાબરકાંઠાના હિંમતનગરના હડિયોલ ગામે કોવિડ કેર સેન્ટરની શરૂઆત થઈ રહી છે જેને લઈ ગામમાં જ દર્દીઓને પૂરતી સારવાર મળી રહેશે. હાલના તબક્કે જીલ્લા માં કોવિડ સંક્રમિતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. જેને લઈ હોસ્પિટલમાં પણ બેડનો અભાવ જોવા મળી રહ્યો છે. સિવિલ હોસ્પિટલમાં પણ દર્દીઓને એડમિટ કરવામાં વેઇટિંગ છે. ત્યારે ગામડાઓમાં જ કોવિડ કેર સેન્ટરની શરૂઆત કરવામાં આવી રહી છે. જેમાં સામાન્ય લક્ષણ ધરાવતા દર્દીઓને આઇસોલેટ કરી યોગ્ય સારવાર મળી રહે એ માટે કોવિડ કેર સેન્ટરની શરૂઆત કરવામાં આવી રહી છે. ગામમાં શરૂ કરવામાં આવેલ કોવિડ કેર સેન્ટરમાં તમામ પ્રાથમિક સારવાર ઉપલબ્ધ કરાવવા માં આવી છે. સાથે જ મેડિકલ સ્ટાફ અને ગામના યુવાનો દ્વારા સતત સેવાઓ આપવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

ઝીંઝવા ગામમાં કોવિડ કેર સેન્ટરની આજથી શરૂઆત

image source

કોરોનાની બીજી લહેરમાં ગ્રામ્ય વિસ્તારોમાં સંક્રમણ વધ્યું છે. જેને પહોંચી વળવા માટે હડિયોલ ગામની શાળામાં કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. જેમાં ગામના જ યુવાનો અને મેડિકલ સ્ટાફ લોકોને સેવા આપશે.સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના હડિયોલ ગામ અને પ્રાંતિજ તાલુકાના ઝીંઝવા ગામમાં કોવિડ કેર સેન્ટરની આજથી શરૂઆત કરવામાં આવી છે. આ ગામમાં 20 બેડની સુવિધા ગોઠવવામાં આવી છે. જેમાં ગામના તબીબ અને પીએચસી સેન્ટરના તબીબ દ્વારા દર્દીઓને મેડિકલ સેવા આપવામાં આવશે. સાથેજ ગામના નર્સિંગના વિદ્યાર્થીઓ પણ સેવાઓ આપશે. તો સવાર-સાંજ જમવાનું, આયુર્વેદિક ઉકાળા, જ્યુસ સહિતની પણ સેવાઓ કોવિડ
કેર સેન્ટરમાં આપવામાં આવશે.

ઘર આંગણે સારવા મળી રહે તેવી કરાઇ વ્યવસ્થા

image source

હાલ તો એક શરૂઆત સાબરકાંઠા જીલ્લાના હડિયોલ ખાતે કરવામાં આવી છે અને જેના કારણે દર્દીઓ અહીં થી જ સાત દિવસમાં રીકવર થઈને ઘરે જાય તેવા ઉદેશ્યથી અહીં તમામ સારવાર અપાઈ રહી છે તો તમામ જગ્યાએ આ પ્રકારની કોવિડ કેર સેન્ટર બને તો ચોક્કસ પણે ઘર આંગણે જ સારવાર મળી રહેશે…

દર્દીઓને તમામ સુવિધાઓ અપાશે

image source

20 બેડની સુવિધા ધરાવતા આ કોવિડ કેર સેન્ટરમાં ગામના તબીબ અને PHCના તબીબો દ્વારા દર્દીઓને મેડિકલ સેવા આપવામાં આવશે. આ સાથે જ ગામના નર્સિંગના વિદ્યાર્થીઓ પણ સેવાઓ આપશે. સેન્ટરમાં દર્દીઓને સવાર-સાંજનુ જમવાનું, આયુર્વેદિક ઉકાળા, જ્યુસ સહિતની પણ સેવાઓ આપવામાં આવશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!