એકનો એક દિકરો શહીદ થતા પરિવારની કેવી થઇ હાલત એ વાંચીને તમે પણ રડી પડશો

એકનો એક દીકરો થયો શહીદ!પરિવારની આંખો થઈ નમ!

જે પિતા ચાર મહિના બાદ દીકરાને વરરાજો બનાવીને જાન લઇને જવાના સપના જોતા હતા. તે લાચાર પિતાએ પુત્રની અર્થીને કાંધ આપવી પડી. જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાનથી થયેલા ફાયરિંગમાં શહીદ થયેલા હિમાલચ પ્રદેશના વીર સપૂત રોહન કુમારના શનિવાર સાંજે તેમના પૈત્તૃક ગામ ગલોડમાં સૈન્ય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં.

image source

એકનો એક પુત્ર હતો રોહન

શહીદ જવાન રોહન કુમાર તેમના પરિવારનો એકનો એક દીકરો હતો. તેમની એક બહેન છે. જેમના લગ્ન થઇ ગયા છે. આ સિવાય પરિવારમાં માતા-પિતા અને દાદી પણ છે. જે રોહનની વિદાયથી ઊંડા આઘાતમાં સરી પડી છે. દાદીએ રોહનને યાદ કરતા જણાવ્યું કે, “રોજ મારી તેમની સાથે ફોન પર વાત થતી હતી. તેમના લગ્નના કેટલા સપના જોયા હતા. મારી બધી ખુશીઓ માતમમાં ફેરવાઇ ગઇ.”

image source

લગ્નની તમામ તૈયારીઓ થઇ ગઇ હતી

શહીદ રોહના પિતા રશીલે જણાવ્યું કે, ” ફ્રેબ્રુઆરીમાં રજા લઇને રોહન ઘરે આવ્યો હતો. આ રજાના સમયમાં જ તેમની સગાઇ કરી દીધી હતી. નવેમ્બરમાં તેમના લગ્ન થવાના હતા. તેમના લગ્નની તમામ તૈયારીઓ અમે કરી લીધી હતી. જો કે આ દુ:ખદાયક સમાચારના કારણે પરિવાર પર દુ:ખોનો પહાડ તૂટી પડ્યો છે.

image source

પિતા કરે છે કંદોઈનું કામ

રોહન ૨૦૧૬માં ભારતીય સેના રેજિમેન્ટમાં ભરતી થયો હતો. હાલ તે જમ્મુ કાશ્મીરના પૂછ સેક્ટરમાં તૈનાત હતો. રોહનના પરિવારની આર્થિક સ્થિતિ સાધારણ છે. ઘરનો ખર્ચ ચલાવવા માટે રોહનના પિતા પંજાબના અમૃતસરમાં કંદોઇનું કામ કરે છે.

રોહનનું સેનામાં જવાનું સપનુ

image source

શહીદ રોહનના કાકા અનિલ વર્માએ જણાવ્યું કે, “તે બાળપણથી સેનામાં ભરતી થવાના સપના જોતો હતો. જો કે તે આજે અમારી વચ્ચે નથી પરંતુ અમારા દીકરાની શહાદત પર અમને ગર્વ છે. ગામના લોકો પણ રોહનની બહાદૂરીના કિસ્સા જાણે છે”.

સ્મશાન ઘાટ સુધી વિલાપ

image source

શહીદ રોહિન કુમારના પાર્થિવ શરીરને તેમના પિતરાઇ ભાઇ મોહિત કુમારે મુખાગ્નિ આપી હતી. કેપ્ટન રૂપેશ રાઠૌરના નેતૃત્વમાં સેનાની ટૂકડીએ સૈન્ય પરંપરા મુજબ શહીદને સલામી આપીને અંતિમ વિદાય આપી. મોટી સંખ્યામાં ભારે હૈયે ગામના લોકો શહીદની અંતિમ યાત્રામાં જોડાયા હતા. જે રસ્તા પરથી શહીદની અંતિમ યાત્રા નીકળી લોકો તેમાં જોડાતા ગયા.

image source

શુક્રવારે રાત્રે રોહન વીરગતિને પામ્યા બાદ શનિવારે બપોરે રોહનનો પાર્થિવ દેહ હેલિકોપ્ટર દ્વારા જમ્મુ કાશ્મીરથી હમીરપુર લાવવામાં આવ્યો હતો. ત્યારબાદ હમીરપુરના હેલીપેડથી તેમના પાર્થિવ દેહને તેમના પૈતૃક ગામ ગડોલ સૈનાના વાહન દ્વારા લાવવામાં આવ્યો હતો. આ સમયે સેનાની એક ટુકડી અને જિલ્લા પ્રશાસન તેમજ પોલીસ અધિકારી પણ હાજર હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત